Thursday, October 18, 2018

રમત:૨૦

નમસ્કાર.
વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ શબ્દોની સંધિ છોડવાની છે.એ પહેલાં આપણે સંધિ એટલે શું?એ સમજી લઇએ.
સંધિ:
બે કે વઘારે શબ્દો જયારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઇ એમ કહેવાય.

સંધિ છોડો:
૧ વિષમ,
૨ મનોહર,
૩ દયાનંદ,
૪ સૂર્યોદય,
૫ પરીક્ષા.
જવાબ:
૧ વિષમ- વિ+ સમ,
૨ મનોહર-  મનઉ+ હર,/મનસ+ હર,
૩ દયાનંદ- દયા+આનંદ,
૪ સૂર્યોદય-સૂર્ય+ઉદય,
૫ પરીક્ષા-પરિ+ ઈક્ષા.

રમત-૧૯

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,નીચે આપેલ રૂઢિપ્રયોગોના તમારે અર્થ લખવાના છે.
ઉદાહરણ:
જીભ કપાઈ જવી-બોલતા બંધ થઇ જવું.

રૂઢિપ્રયોગો
૧.સૌ સારાં વાના થવા-
૨.કળ વળવી-
૩.મોં માગ્યા દામ આપવા-
૪.પેટ મોટુ હોવું-
૫.સૂર પૂરવો-

જવાબ:
રૂઢિપ્રયોગો................અર્થ... ...
૧.સૌ સારાં વાના થવા-બધી રીતે શુભ થવું,
૨.કળ વળવી-નિરાંત થવી,
૩.મોં માગ્યા દામ આપવા-પૂરેપૂરી કિંમત ચૂકવવી,
૪.પેટ મોટુ હોવું-ઉદાર દિલના હોવું,
૫.સૂર પૂરવો-હામાં હા કહેવી.

રમત-૧૮

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સરખા પ્રાસ વાળા શબ્દો લખવાના છે.જેનો લય અને ઉચ્ચાર એક સરખો થતો હોય છે.

ઉદાહરણ:

રાંક-આંક,
નોટ-ખોટ,
માલ-કાલ,
સાથ-બાથ,
આભ-લાભ,
હેત-પ્રેત.

રમત-૧૭

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,  તમારે અહીં એવા શબ્દો લખવાના છે જેમાં એકજ શબ્દ હોય પરંતુ તેમાં અનુસ્વાર હોય અને અનુસ્વાર ન હોય છતાં તેનો પોતાનો અર્થ હોય  માત્ર અનુસ્વાર થકી અર્થભેદ થઇ જતો હોય છે.

ઉદાહરણ:

ગાડી-ગાંડી,
હસ- હંસ,
સાજ-સાંજ,
ઉદર-ઉંદર,
રગ-રંગ,
સત-સંત,
ગજ-ગંજ.

Saturday, October 6, 2018

રમત-૧૬


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં તમારું નામ લખવાનુ છે.ત્યારબાદ એ નામના છેલ્લાં અક્ષર પરથી એક શબ્દ બનાવવાનો છે ત્યારબાદ એકપછી એક શબ્દના અંતિમ અક્ષર પરથી શબ્દ બનાવતા જાઓ, સરસ શબ્દસાંકળ તૈયાર થશે.

ઉદાહરણ:
'અનિલ'
  ઉપરોકત નામ પરથી આપણે શબ્દો બનાવીશું.

અનિલ, લખોટી, ટીમલી,લીટી, ટીલાવત,તરવુ, વુલર, રમકડુ, ડુગડુગી,ગીત, તલવાર, રમત,તરૂં,રૂમાલ, લત, તરત, તમીજ, જમવુ..............................

રમત-૧૫.


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં તમને પાંચ ટૂંકા અક્ષરો આપવામાં આવશે જેનું તમારે આખું નામ લખવાનું છે.આવા અક્ષરોને મિતાક્ષરો પણ કહે છે.

ઉદાહરણ:
દા. ત.- દાખલા તરીકે.

ટૂંકા અક્ષરો:
૧.અ,
૨.ઈ. સ,
૩.કિ. ગ્રા,
૪.જિ,
૫.દ.અ.

જવાબઃ
૧.     અ.-          અવસાન,
૨.    ઈ. સ.-      ઈસવીસન,
૩.    કિ. ગ્રા.-     કિલોગ્રામ,
૪.    જિ.-          જિલ્લો,
૫.    દ.અ.-       દક્ષિણ  અક્ષાંશ.

રમત-૧૪


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો તમારે અહીં રવાનુકારી શબ્દો લખવાના છે. એ પહેલા આપણે રવાનુકારી શબ્દ એટલે શું? એ જોઈએ.

રવાનુકારી શબ્દ-

એવા શબ્દ જે શબ્દ વાંચતા અવાજ નો અનુભવ થાય રવ એટલે અવાજ .

ઉદાહરણ:
તબડક તબડક (આ શબ્દ વાંચતા આપણને ખ્યાલ આવી જાય છે કે ઘોડાં દોડે ત્યારે તબડક તબડક અવાજ આવે છે.)


જવાબઃ

૧.છનનનનનન,
૨.છમ-છમ,
૩.ઢબ-ઢબ,
૪.ટપ-ટપ,
૫.ખળ-ખળ.

Friday, October 5, 2018

રમત-૧૩



 નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દના તમામ અક્ષર પરથી તમારે શબ્દો બનાવવાના છે .

ઉદાહરણ:

*ભારત-  ભા= ભાવ, ર=રમત, ત=તલવાર.

નીચે આપેલા શબ્દોના દરેક અક્ષર પરથી શબ્દ બનાવો.

૧.આઝાદી,
૨.દેશસેવા,
૩.અફસર,
૪.દાનત,
૫.અમીરી.

Thursday, October 4, 2018

રમત:૧૨


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા શબ્દોના તમારે વિરોધી શબ્દ લખવાના છે.એ પહેલાં આપણે વિરોધી શબ્દ એટલે શું? એ સમજી લઈએ.

વિરોધી શબ્દ:

વિરોધી શબ્દ એટલે વિરુદ્ધ અર્થ બતાવતો હોય જે શબ્દ આપણી સામે છે એ શબ્દ નાં અર્થથી એક્દમ ઉલટો અર્થ બતાવતો શબ્દ .આ શબ્દ દર્શાવવા માટે × નિશાની વપરાય છે.

ઉદાહરણ:
ધીમે × ઝડપી.

નિચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો.

૧-આકાશ × .....
૨-સમર્થ ×........
૩-પરાજય ×......
૪-સુગંધ ×........
૫-રાજા ×.........

જવાબ:
૧-આકાશ × ધરતી,
૨-સમર્થ × અસમર્થ,
૩-પરાજય × જય,
૪-સુગંધ × દુર્ગંધ,
૫-રાજા × રંક.





Wednesday, October 3, 2018

રમત-૧૧


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં આપવામાં આવેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે.એ પહેલા સમાનાર્થી શબ્દ એટલે શુ? એ સમજી લઈએ.

સમાનાર્થી શબ્દ-
સરખો અર્થ બતાવતા શબ્દને સમાનાર્થી શબ્દ કહે છે.

ઉદાહરણ:
સાગર-દરિયો

મિત્રો હવે તમારે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે.

૧-ધરતી-.........
૨-આકાશ-.......
૩-આંખ-.........
૪-હસ્ત-..........
૫-રવ -...........
૬-તરસ-.........
૭-મંદ -...........
૮-ફૂલ -...........
૯-લાલ-..........
૧૦-મૃદંગ-........

જવાબઃ

૧-પૃથ્વી 
૨-આભ 
૩-નેત્ર
૪-હાથ
૫-અવાજ
૬- પ્યાસ
૭-ધીમે
૮-પુષ્પ
૯-રાતો
૧૦- ઢોલક.

Tuesday, October 2, 2018

રમત:૧૦




























નમસ્કાર.


વિદ્યાર્થી મિત્રો,અહીં આપેલ રમતમાં આપને એક ફૂલ નું ચિત્ર આપવામાં આવેલ છે જેમાં ફૂલ ની એક પાંદડીમાં શાળા લખવામાં આવેલ છે અને બાકીની બે પાંદડીઓમાં શિક્ષક અને વિદ્યાર્થી લખવામાં આવેલ છે મતલબ કે શાળા મુખ્ય શબ્દ છે બાકીના બે શબ્દો તેની સાથે સંકળાયેલ છે તેવીજ રીતે બાકીના ફૂલો માં મુખ્ય શબ્દો લખ્યાં છે તમારે તેની સાથે સંકળાયેલ શબ્દો ખાલી પાંદડીઓમાં લખવાના છે. શિક્ષક મિત્રો વર્ગ ખંડ માં આપ આપની જરૂરિયાત મુજબ ફૂલ તેમજ તેમાં પાંદડીઓની સંખ્યા માં ફેરફાર કરી શકો છો.


રમત-૯
























નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,અહીં આપેલ વર્તુળમાં વરસાદ શબ્દ લખેલ છે.વર્તુળની આસપાસ તીર દર્શાવેલા છે. વરસાદ સમયે જોવા મળતા વાતાવરણ વિશે એક શબ્દ તીરની બાજુમાં લખો.બધાજ તીર સામે શબ્દ લખાય ગયા બાદ એ શબ્દ તમારી નોટબુકમાં નોંધો.

રમત - ૮

                                                                         નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો. અહીં આપેલી આકૃતિ ધ્યાનથી જુઓ આ એક સ્ટાર એટલેકે તારાની આકૃતિ છે. જેમા વચ્ચે આપેલી માહિતી પ્રમાણે વાક્યલેખન કરવાનું છે જયારે સ્ટાર-તારાની આજુબાજુના ખૂણાઓમાં આપેલા અક્ષર પરથી  તમારે વાકય બનાવવાના છે.
💐💐💐💐💐💐💐
આકૃતિ પરથી વાક્યલેખન.
💐💐💐💐💐💐💐

ક,      કમળ સુંદર છે.
ખ,     ખમ્મા વિરાજી ને .
ગ,     ગવરી લીલુ ઘાસ ચરે છે.
ઘ,      ઘમ્મર વલોણું ગાજે છે.
ચ,      ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી.
છ,   છમછમ જાંજર બાજે છે.

Monday, October 1, 2018

રમત:૭

નમસ્કાર.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

💐💐💐💐💐💐💐

વિદ્યાર્થીમિત્રો, અહીં તમને એક આકાર આપવામાં આવશે એ આકાર વાળી ચીજવસ્તુઓના પાંચ -૫ નામ તમારે લખવાના છે.
💐💐💐💐💐💐💐💐

ઉદાહરણ:

⭕વર્તુળ/ગોળ⭕

૧.રોટલી🍪

૨.ચશ્માં🕶

૩.પૂનમનો ચાંદ🌕

૪.ઘડિયાળ🕗

5.દડો🎾..........

રમત:૬

નમસ્કાર.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

💐💐💐💐💐💐💐💐

વિદ્યાર્થી મિત્રો,અહીં તમને એક શબ્દ આપવામાં આવશે એ શબ્દ ના આધારે તમારે પાંચ-૫ વાકય બનાવવાના છે.વાક્યમાં આપેલ શબ્દ આવવો જરૂરી છે.


ઉદાહરણ:👇🏻👇🏻👇🏻
                સવારે
              ☝🏻☝🏻☝🏻

શબ્દ પરથી વાક્યલેખન:

૧,,,,,,સવારે હું છ વાગ્યે જાગી જાવ છું.

૨,,,,,,પંખીઓ સવારે કલરવ કરે છે.

૩,,,,,,શિવાલયમાં સવારે આરતી થાય છે.

૪,,,,,,વહેલી સવારે ઠંડી હવા હોય છે.

૫,,,,,,રોજ સવારે યોગાસન કરવા જોઈએ.

💐💐💐💐👍🏻💐💐💐💐

રમત:૫


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં આપને એક શબ્દ આપવામાં આવશે એ શબ્દમાં આવતા દરેક અક્ષર પરથી તમારે એક શબ્દ બનાવવાનો રહેશે. શબ્દો લખાય ગયા બાદ  બીજા શબ્દો લખીને આ રમત આગળ વધારી શકાય.

ઉદાહરણ:
સોમવાર
સો  + મ  + વા  + ર  = સોમવાર,
સો,,,,,,,,,,,,,=સોનાવર્ણી,
મ,,,,,,,,,,,,,,,=મગજ,
વા,,,,,,,,,,,,,,=વાદળ,
ર,,,,,,,,,,,,,,,,=રમત.

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...