Tuesday, January 28, 2020

आईए wats app के emoji की सहायता से *संस्कृत* सीखते हैं..

आईए  wats app के emoji
की सहायता से *संस्कृत* सीखते हैं..

😀 - हसति
😬 - निन्दति
😇 - भ्रमति
🤔 - चिन्तयति
😡 - कुप्यति
😴 - स्वपिति
😩 - क्षमां याचते
😳 - विस्मयो भवति / निर्निमेषं पश्यति
😌 - ध्यायति
👁 - पश्यति
🗣 - वदति
✍ - लिखति
🙏 - प्रणमति
👉 - निर्दिशति
🙌 - आशीषति
👃 - जिघ्रति
🚶🏻- गच्छति
🏃🏻- धावति
💃🏻 - नृत्यति

✈ विमानम् ।
🎁 उपायनम् ।
🚘 यानम् ।
💺 आसन्दः / आसनम् ।
⛵ नौका ।
🗻 पर्वत:।
🚊 रेलयानम् ।
🚌 लोकयानम् ।
🚲 द्विचक्रिका ।
🇮🇳 ध्वज:।
🐰 शशक:।
🐯 व्याघ्रः।
🐵 वानर:।
🐴 अश्व:।
🐑 मेष:।
🐘 गज:।
🐢 कच्छप:।
🐜 पिपीलिका ।
🐠 मत्स्य:।
🐄 धेनु: ।
🐃 महिष:।
🐐 अज: ।
🐓 कुक्कुट:।
🐕 श्व: / कुक्कुरः / सारमेयः।
🐁 मूषक:।
🐊 मकर:।
🐪 उष्ट्रः।
🌸 पुष्पम् ।
🌳 वृक्ष:।
🌞 सूर्य:।
🌛 चन्द्र:।
⭐ तारक:।
☔ छत्रम् ।
👦 बालक:।
👧 बालिका ।
👂 कर्ण:।
👀 नेत्रे (द्वि.व)।
👃नासिका ।
👅 जिह्वा ।
👄 औष्ठौ (द्वि.व) ।
👋 चपेटिका ।
💪 बाहुः ।
🙏 नमस्कारः।
👟 पादत्राणम् ।
👔 युतकम् ।
💼 स्यूत:।
👖 ऊरुकम् ।
👓 उपनेत्रम् ।
💎 वज्रम् (रत्नम् ) ।
💿 सान्द्रमुद्रिका ।
🔔 घण्टा ।
🔓 ताल:।
🔑 कुञ्चिका ।
⌚ घटी।
💡 गोलदीप:।
🔦 करदीप:।
🔋 विद्युत्कोष:।
🔪 छूरिका ।
✏ अङ्कनी ।
📖 पुस्तकम् ।
🏀 कन्दुकम् ।
🍷 चषक:।
🍴 चमसौ (द्वि.व)।
📷 चित्रग्राहकम् ।
💻 सड़्गणकम् ।
📱जड़्गमदूरवाणी ।
☎ स्थावरदूरवाणी ।
📢 ध्वनिवर्धकम् ।
⏳समयसूचकम् ।
⌚ हस्तघटी ।
🚿 जलसेचकम् ।
🚪द्वारम् ।
🔫 भुशुण्डी ।
🔩आणिः ।
🔨ताडकम् ।
💊 गुलिका/औषधम् ।
💰 धनम् ।
✉ पत्रम् ।
📬 पत्रपेटिका ।
📃 कर्गजम्/कागदम् ।
📅 दिनदर्शिका ।
✂ कर्त्तरी ।
📚 पुस्तकानि ।
🎨 वर्णाः ।
🔭 दूरदर्शकम् ।
🔬 सूक्ष्मदर्शकम् ।
📰 पत्रिका ।
🏆 पारितोषकम् ।
⚽ पादकन्दुकम् ।
☕ चायम् ।
🍵 पानीयम्/सूपः ।
🍪 रोटिका ।
🍧 पयोहिमः ।
🍯 मधु ।
🍎 सेवफलम् ।
🍉कलिड़्ग फलम् ।
🍊नारड़्ग फलम् ।
🍋 आम्र फलम् ।
🍇 द्राक्षाफलानि ।
🍌कदली फलम् ।
🍅 रक्तफलम् ।
🌋 ज्वालामुखी ।
🐭 मूषकः ।
🐴 अश्वः ।
🐺 गर्दभः ।
🐷 वराहः ।
🐗 वनवराहः ।
🐝 मधुकरः, भ्रमर:।
🐁मूषकः ।
🐘 गजः ।
🐑 अविः ।
🐒 वानरः/मर्कटः ।
🐍 नाग: ।
🐠 मीनः ।
🐈 बिडालः/मार्जारः ।
🐄 गौ ।
🐊 मकरः ।
🐪 उष्ट्रः ।
🌹 पाटलम् ।
🌺 जपाकुसुमम् ।
🍁 पर्णम् ।
🌞 सूर्यः ।
🌝 चन्द्रः ।
🌜अर्धचन्द्रः ।
⭐ नक्षत्रम

માણસનો પરિચય આપું..........

આજે 'માણસનો પરિચય આપુ!!!!!

પોતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવા છતાં  રજેરજની ઘરની ખબર હોય એ માણસ.

પોતાનું ઓનલાઈન બુકીંગ હોય છતાં કોઈ વૃદ્ધને બસમાં  પોતાની  શીટ પર આદરથી બેસાડે એ માણસ.

નોકરીથી થાક્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય છતાં કોઈ અભણ ને એની બસનું નામ વાંચીને બેસાડેએ માણસ.

પોતે બહાર હોટેલ માં મિત્રો સાથે અવારનવાર જમતો હોય પણ ક્યારેક જન્મદિવસે અનાથ બાળકોને હોટેલમાં પોતાની સાથે જમાડે એ માણસ.

ગર્લફ્રેંડ કે મિત્રો સાથે બહાર ખર્ચા કરતો હોય પણ ક્યારેક ઘરના લોકો માટે ખર્ચ કરે એ માણસ.

માત્ર વરસાદ થી બચવા કે તડકાથી બચવાનોજ વૃક્ષ સાથે નો સબન્ધ હોય પણ ફુલછોડ વાવી ઉછેરે એ માણસ.

ફિલ્મ, નાટક, સિનેમા તો બાળકોને બતાવે પણ ક્યારેક વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરાવે એ માણસ.

પોતાની બેન, દીકરી ,પત્ની,માં નું માન તો રાખે પણ... પ્રત્યેક સ્ત્રી પરત્વે આદર રાખે એ માણસ.
                                    
English poem

The mind diver has taken a pearl.
 Now Tata has already got the problem.

 A catastrophic catastrophe in the midst of a wasp
 The monsoon cavity has become invisible.

 In the twinkling bell ring of the rotating clock
 I have shed the blindness of hard work today.

 I made the trip from Pigeon to WhatsApp
 The hints have just been explained.

 The thunder is shining sunshine
 Now Thumbinja has said what I want to do.

 Well, what to do about calling Thanksgiving?
 Mateo laughingly called Nice to meet you.
                   - purvi luhar

Education innovation

“ડાકિયા ડાક લાયા....”
ડાકિયા ડાક લાયા.... લાયા ડાકિયા ડાક લાયા....
ખુશીકા પયામ લાયા......... કહિ દર્દનાક લાયા.....
ડાકિયા ડાક લાયા.... લાયા ડાકિયા ડાક લાયા....
અત્યાધુનિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી ધમધમતા યુગમાં પેલો ટપાલ લઈને આવતો ટપાલી ભુલાતો જાય છે, એવિજ રીતે ભુલાતી જાય છે ટપાલ.પત્ર લેખન વિસરાતું જાય છે. હાલના યુગમાં જન્મદિનની શુભકામનાઓ, નવા વર્ષની શુભકામનાઓ,કંકોત્રીથી માંડીને અશુભ સમાચારની જાણ વોટ્સએપ કે ઈમેલથી થતી જોવા મળે છે. અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર રાજુલામાં આવેલી મારી વડનગર – 1 પ્રાથમિક શાળામાં હું ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છુ. ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષણ અંતર્ગત સ્વતંત્ર લેખનના વિભાગમાં પત્ર લેખન શીખવવાનું થયું. જાણવા મળ્યું કે બાળકોને પત્ર લખવામાં રસ ઓછો છે. પરીક્ષામાં,સામયિક મૂલ્યાંકન કસોટીમાં ફરજિયાત લખવાના થતાં પત્રોમાં સરનામું, સંબોધન, વિષય માહિતી, સમાપન વગેરેમા અભાવ જોવા મળ્યો. માટે પત્ર લેખનનું માળખું સમજાવવાનું અને પત્ર લેખન પોસ્ટઓફિસ વિષે જાણકારી આપવાનો મે નિશ્ચય કર્યો.
પત્ર લેખન વિશે સમજાવવા માટે સૌપ્રથમ મે રજા માંગણી પત્રક – રજા ચિઠ્ઠી, જન્મ દિન ની શુભેચ્છા આપતો મિત્ર ને પત્ર, પ્રવાસની મંજૂરી માંગતો પિતાને પત્ર અને શેરી કે મહોલ્લામાં થયેલ ગંદકી નિવારણ અંગેનો નગરપાલિકાના પ્રમુખને પત્ર લખાવીને નિદાનાત્મક કાર્ય કર્યું. આ પત્રો મે કોઈ પણ માહિતી આપ્યા વગર લખાવ્યા હતા. આ નિદાનાત્મક કાર્યની ચકાસણી કરતા મને જાણવા મળ્યું કે, વિદ્યાર્થીમાં પત્ર લેખનના માળખાની જાણકારીનો અભાવ હતો. સરનામું કેટલાકે લખેલ ન હતું તો કેટલાકને સંબોધન કે વિષય માં તક્લીફ પડતી હતી, ઘણાંએ લિખિતંગમાં જેને પત્ર લખેલ છે તેનુજ નામ લખેલ હતું માટે મે પત્ર લેખન વિશે શીખવવાનું મે શરૂ કર્યું. સૌપ્રથમ મે પત્ર લેખન અને આપણાં સંદેશા વ્યવહારના સાધનો વિશે માહિતી આપી. ત્યારબાદ મારાજ હસ્તાક્ષરમાં બોર્ડ પર માળખા મુજબ પત્ર લખીને બતાવ્યા. ત્યાર બાદ મારા લખેલા પત્રો નોટિસ બોર્ડ માં લગાવ્યા અને વિદ્યાર્થીઓને જુદા જુદા પત્રો લખવાની નિયમિત પ્રેક્ટીસ કરાવી પત્ર લેખન વિશેની વાર્તાઓ પ્રાચીન સમયથી અત્યારના સમયનાં પત્ર લેખનની માહિતી આપી. પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવીને પોસ્ટ મેનેજર પાસે થી બાળકોને રૂબરૂ પ્રશ્નોતરી કારાવવામાં આવી. પત્રો આવે તેના વિભાગ પ્રમાણે પોસ્ટમેન કઈ રીતે વહેચણી કરે છે અને આપણાં ઘર સુધી પત્ર કે ટપાલ કેમ પહોચે છે તેની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ટપાલ અને અંતર દેશીય પત્રો જાતે લખાવીને ટપાલ પેટી સુધી લઈ જઈને ટપાલ પેટીનો ઉપયોગ કરાવવામાં આવ્યો. વિવિધ ટપાલ ટિકિટ નો સંગ્રહ કરીને ટપાલ ટિકિટ સંગ્રહ બનાવવામાં આવ્યો આમ વિદ્યાર્થીઓને પત્ર લેખનની અથ થી ઈતિ સુધીની માહિતી આપવામાં આવી.
ત્યારબાદ નિદાન કસોટીમાં લખાવેલા પત્રો ફરી લખાવતા પરિણામ મળ્યું કે વિદ્યાર્થીઓએ એજ પત્રો વ્યવસ્થિત માળખા આધારિત વિષયની રજૂઆત કરીને ભાષા શુદ્ધિ સાથે લખ્યા હતા. જેની આંકડાકીય માહિતી આ મુજબ છે. ધોરણ 6 થી 8 ના કુલ 72 વિદ્યાર્થીઓએ નિદાનાત્મક કાર્યમાં લખેલા પત્રોનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 1 થી 5 ગુણ માં હતું જે ઉપચારાત્મક પછી 72 વિદ્યાર્થીઓનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 7 થી 10 ગુણમાં પ્રાપ્ત થયું. આજે વિદ્યાર્થીઓ જન્મદિન અને નવા વર્ષની શુભેચ્છા સાદી ટપાલ થી આપતા થયા છે. વિદ્યાર્થીઓ પત્ર લેખન અને પોસ્ટ ઓફિસ ને સમજી શક્યા છે. હાલ મારી શાળામાં ધોરણ 6 થી 8 ના ભાષાના વર્ગોમાં આ ઇનોવેશન ચાલુ છે.

3. આપને આ નવતર પ્રયોગ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
અમારી શ્રી વડનગર – 1 પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણ કરાવતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓમાં પત્ર લેખનની માહિતી નો અભાવ છે. જ્યારે સત્રાંત કસોટી કે સામાયિક મૂલ્યાંકન કસોટી માં ફરજિયાત લખવાના થતાં પત્રોમાં ભૂલ જોવાં મળતી હતી સરનામું, સંબોધન અને વિષયગત માહિતીનો અભાવ હતો આથી વિચાર આવ્યો કે પત્ર લેખન વ્યવસ્થિત માળખા મુજબ શીખવવું જોઈએ.

4. શૈક્ષણિક સમસ્યા (તેને લગતી આંકડાકીય અને વિસ્તૃત માહિતી પણ લખવી)
પત્ર લેખનના નિદાનાત્મક કાર્યમાં જાણવા મળ્યું કે ધોરણ 6 થી 8 ના બાળકોમાં પત્ર લેખનની માળખાકીય બાબતોમાં, પત્રના બંધારણ મૂજબ લેખનમાં ભૂલ થાય છે. એ માટે મે લખાવેલા ગુણ 10 ના પત્રો માથી નીચે મૂજબ આંકડાકીય પરિણામ મળેલ. 

નિદાનાત્મક કાર્ય કુલ 72 વિદ્યાર્થીઓમાં કરેલ  જેમાં સરેરાશ ગુણાંકન – 0 થી 5 ની વચ્ચે રહેલ હતું.
ઉપચારત્મક કાર્ય કુલ 72 વિદ્યાર્થીઓમાં કર્યા બાદ લેવામાં આવેલ કસોટીમાં સરેરાશ ગુણાંકન 7 થી 10 ની વચ્ચે મળેલ.

૧૨. પહેલા અને પછીની પરિસ્થિતિનું આંકડાકીય અને વિસ્તૃત વર્ણન

નિદાનાત્મક કાર્ય દરમિયાન મે જે પત્રો લખાવેલા તે પત્રોમાં વિદ્યાર્થીઓએ લખવામાં ભૂલ કરતાં હતા ધોરણ 6 થી 8 માં કુલ 72 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં નિદાનાત્મક કાર્ય સમયે સરેરાશ 10 ગુણ માથી મળેલ પરિણામ માં 0 થી 5 ગુણ હતા. જ્યારે પત્ર લેખન સમજાવ્યા બાદ સતત પ્રકટીસ બાદ ઉપચારાત્મક કાર્ય બાદના પત્ર લેખન માં 10 ગુણ માથી સરેરાશ ગુણાંકન 7 થી 10 ગુણમાં જોવાં મળ્યું છે.

૧૩. પરિણામો (આંકડાકીય અને વિસ્તૃત વર્ણન જેમાં કોષ્ટક, આલેખ વગેરે નો ઉપયોગ ઇચ્છનીય છે)

ધોરણ 6 થી 8 માં સ્વતંત્ર લેખન દરમિયાન પત્ર લેખન કરવામાં બાળકો ભૂલ કરતા હતા. ત્યારબાદ વિવિધ પત્રોનું લેખન કરાવતા, મારા હસ્તાક્ષરો વાળા પત્રોનું નોટીસબોર્ડમાં પ્રદર્શન કરતા, બ્લેકબોર્ડ પર પત્રના માળખા સહિતનું  લેખન કરતા, પોસ્ટ ઓફિસની મુલાકાત લેવડાવીને પોસ્ટમેન તેમજ પોસ્ટ મેનેજર  સાથે મુલાકાત લેવડાવીને, ટપાલ લખવીને, ટપાલ સુધી બાળકોને લઈ જઈને બાળકો જાતેજ પત્ર પોસ્ટ કરે તેવી પ્રવૃતિ કરાવતા, ટીકીટ સંગ્રહ બનાવતા, બાળકો પત્ર લેખન સમજી શક્યાં છે. હાલમાં બાળકો ભૂલ વગરના પત્રો લખેછે. પત્ર લેખન યોગ્ય માળખા મૂજબ પત્ર લખતા થયા છે. સરનામું સંબોધનમા ભૂલ નથી કરતા. માત્ર સોશિયલ મીડિયા માજ સુભેચ્છા ન આપતા બાળકો સાદી ટપાલ લખીને જન્મ દિનની તેમજ નવા વર્ષ ની સુભેચ્છા આપતા થયા છે કસોટી સમયે આવતા પત્ર લેખનમાં સારા ગુણ મેળવતા થયા છે. પોસ્ટ ઓફિસ અને પત્ર લેખનને જાણતા થયા છે. 

શ્રી વડનગર - 1 પ્રાથમિક શાળા

કુલ વિદ્યાર્થીઓની સંખ્યા
કુલ ગુણ
શરૂઆતના પત્ર લેખનમાં મળેલા સરેરાશ ગુણ
હાલના પત્ર લેખનમાં મળેલા સરેરાશ ગુણ

72
10
00 થી 05
07 થી 10

૧૫. શું આપને લાગે છે આ નવતર પ્રયોગને બીજી શાળાઓમાં કે બીજી જગ્યાએ પુનરાવર્તિત કરી શકાય છે? જો હા, તો બીજા શિક્ષક કે અધ્યાપકે એવા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?

નિદાન કસોટી લેવી.
પોસ્ટ ઓફિસની મુલાકાત લેવડાવવી.
સાદી ટપાલ લખાવીને – ટપાલ નાખવા લઈ જવા.
પત્ર માળખું સમજાવવું.

૧૬. નવતર પ્રયોગનું વર્ણન (સંપૂર્ણ પ્રક્રિયાનું મુદ્દાવાર વર્ણન)

અત્યાધુનિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી ધમધમતા યુગમાં પેલો ટપાલ લઈને આવતો ટપાલી ભુલાતો જાય છે, એવિજ રીતે ભુલાતી જાય છે ટપાલ.પત્ર લેખન વિસરાતું જાય છે. હાલના યુગમાં જન્મદિનની શુભકામનાઓ, નવા વર્ષની શુભકામનાઓ,કંકોત્રીથી માંડીને અશુભ સમાચારની જાણ વોટ્સએપ કે ઈમેલથી થતી જોવા મળે છે. અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર રાજુલામાં આવેલી મારી વડનગર – 1 પ્રાથમિક શાળામાં હું ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છુ. ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષણ અંતર્ગત સ્વતંત્ર લેખનના વિભાગમાં પત્ર લેખન શીખવવાનું થયું. જાણવા મળ્યું કે બાળકોને પત્ર લખવામાં રસ ઓછો છે. પરીક્ષામાં,સામયિક મૂલ્યાંકન કસોટીમાં ફરજિયાત લખવાના થતાં પત્રોમાં સરનામું, સંબોધન, વિષય માહિતી, સમાપન વગેરેમા અભાવ જોવા મળ્યો. માટે પત્ર લેખનનું માળખું સમજાવવાનું અને પત્ર લેખન પોસ્ટઓફિસ વિષે જાણકારી આપવાનો મે નિશ્ચય કર્યો.
પત્ર લેખન વિશે સમજાવવા માટે સૌપ્રથમ મે રજા માંગણી પત્રક – રજા ચિઠ્ઠી, જન્મ દિન ની શુભેચ્છા આપતો મિત્ર ને પત્ર, પ્રવાસની મંજૂરી માંગતો પિતાને પત્ર અને શેરી કે મહોલ્લામાં થયેલ ગંદકી નિવારણ અંગેનો નગરપાલિકાના પ્રમુખને પત્ર લખાવીને નિદાનાત્મક કાર્ય કર્યું. આ પત્રો મે કોઈ પણ માહિતી આપ્યા વગર લખાવ્યા હતા. આ નિદાનાત્મક કાર્યની ચકાસણી કરતા મને જાણવા મળ્યું કે, વિદ્યાર્થીમાં પત્ર લેખનના માળખાની જાણકારીનો અભાવ હતો. સરનામું કેટલાકે લખેલ ન હતું તો કેટલાકને સંબોધન કે વિષય માં તક્લીફ પડતી હતી, ઘણાંએ લિખિતંગમાં જેને પત્ર લખેલ છે તેનુજ નામ લખેલ હતું માટે મે પત્ર લેખન વિશે શીખવવાનું મે શરૂ કર્યું. સૌપ્રથમ મે પત્ર લેખન અને આપણાં સંદેશા વ્યવહારના સાધનો વિશે માહિતી આપી. ત્યારબાદ મારાજ હસ્તાક્ષરમાં બોર્ડ પર માળખા મુજબ પત્ર લખીને બતાવ્યા. ત્યાર બાદ મારા લખેલા પત્રો નોટિસ બોર્ડ માં લગાવ્યા અને વિદ્યાર્થીઓને જુદા જુદા પત્રો લખવાની નિયમિત પ્રેક્ટીસ કરાવી પત્ર લેખન વિશેની વાર્તાઓ પ્રાચીન સમયથી અત્યારના સમયનાં પત્ર લેખનની માહિતી આપી. પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવીને પોસ્ટ મેનેજર પાસે થી બાળકોને રૂબરૂ પ્રશ્નોતરી કારાવવામાં આવી. પત્રો આવે તેના વિભાગ પ્રમાણે પોસ્ટમેન કઈ રીતે વહેચણી કરે છે અને આપણાં ઘર સુધી પત્ર કે ટપાલ કેમ પહોચે છે તેની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ટપાલ અને અંતર દેશીય પત્રો જાતે લખાવીને ટપાલ પેટી સુધી લઈ જઈને ટપાલ પેટીનો ઉપયોગ કરાવવામાં આવ્યો. વિવિધ ટપાલ ટિકિટ નો સંગ્રહ કરીને ટપાલ ટિકિટ સંગ્રહ બનાવવામાં આવ્યો આમ વિદ્યાર્થીઓને પત્ર લેખનની અથ થી ઈતિ સુધીની માહિતી આપવામાં આવી.
ત્યારબાદ નિદાન કસોટીમાં લખાવેલા પત્રો ફરી લખાવતા પરિણામ મળ્યું કે વિદ્યાર્થીઓએ એજ પત્રો વ્યવસ્થિત માળખા આધારિત વિષયની રજૂઆત કરીને ભાષા શુદ્ધિ સાથે લખ્યા હતા. જેની આંકડાકીય માહિતી આ મુજબ છે. ધોરણ 6 થી 8 ના કુલ 72 વિદ્યાર્થીઓએ નિદાનાત્મક કાર્યમાં લખેલા પત્રોનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 1 થી 5 ગુણ માં હતું જે ઉપચારાત્મક પછી 72 વિદ્યાર્થીઓનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 7 થી 10 ગુણમાં પ્રાપ્ત થયું. આજે વિદ્યાર્થીઓ જન્મદિન અને નવા વર્ષની શુભેચ્છા સાદી ટપાલ થી આપતા થયા છે. વિદ્યાર્થીઓ પત્ર લેખન અને પોસ્ટ ઓફિસ ને સમજી શક્યા છે. હાલ મારી શાળામાં ધોરણ 6 થી 8 ના ભાષાના વર્ગોમાં આ ઇનોવેશન ચાલુ છે.

૧૪. વિદ્યાર્થીઓના પ્રતિભાવો (જો કોઈ હોય તો)

અમે પેલી વાર ટપાલ લખી અને ટપાલ પેટીમાં નાખી – ધોરણ 6 – જોશી દેવાંગી
પોસ્ટ મેનેજરે અમને જુદી જુદી ટપાલ ટિકિટો બતાવીને તેના વિષે માહિતી આપી – ધોરણ – 7 – જખરા મુસ્કાના
પત્ર લેખન માં હવે અમારે વધારે ગુણ આવે છે, અમને પત્ર લખતા આવડી ગયું છે. – ધોરણ – 8 – બાબરિયા વિશાલ 

ટૂંકી માહિતી

વિદ્યાર્થીઓ પત્ર લેખન વિષે શિખ્યા અને પોસ્ટ ઓફિસ ની સંપૂર્ણ કાર્ય પ્રણાલી થી અવગત થયા.

પેચ લાગી ગયો છે. કવિતા

ઓણુકી ઉત્તરાયણમાં પેચ લાગી ગયો છે,
 ઢીલ દેવાનો અવસર હવે આવી ગયો છે.

 અરે કન્નાની ને માંઝાની મૂક માથાકૂટ,
 પૂછડીયો પતંગ મારો ચગી ગયો છે.

તે  દાળિયા ને ચીકી,ખિસ્સામાં ભર્યા ?
મે તો લંગરિયો પાણો ગોતી લીધો છે.

મેચ કુંડળી થાય કે ન થાય ઓ સાજન ,
પેચ નજરૂનો અગાશીએ લાગી ગયો છે.

અરઝ એક કે ન હણાય પંખીડુ દોરીએ,
હૃદયે સુંવાળો ગાલીચો પાથરી લીધો છે.

 ઓણુકી ઉત્તરાયણમાં પેચ લાગી ગયો છે,
 ઢીલ દેવાનો અવસર હવે આવી ગયો છે.
           - પૂર્વી લુહાર

ધ્વજવંદન- વાર્તા

ધ્વજવંદન.-પૂર્વી લુહાર

              મીન્નિ હમણાં હમણાં હમણા ખુબ ખુશ હતી. મીન્નિ ભણવામાં ખૂબ હોશિયાર અને કળા કારીગરીમાં માહિર. શાળાની વિવિધ સ્પર્ધાઓના ઓડિશનમાં મીન્નિનું સિલેક્સન  થઈ ગયું ઘણા બધા સહપાઠી મિત્રો મીન્નિની  જલન કરતા કારણકે  આચાર્યના કડક નિયમો માંથી પસાર થઈને સીલેકશન થતુ હતું મીન્નિના વર્ગના ઘણા બધા મિત્રો ઓડિશન પાસ ન કરી શક્યા જ્યારે મીન્નિનું સિલેક્સન ગૃપ ડાન્સ સ્પીચ અને પરેડમાં થઈ ગયું જે પણ હોય મીન્નિ  ખૂબ ખુશ હતી. ઘરે આવીને એ પોતાની આ પરિસ્થિતિનું વર્ણન કરતી મા બિચારી કાઈ  સમજી શકતી નહીં પણ એટલું જાણતી કે પોતાની દીકરીને શાળામાં વધારે કામ હોવાથી ખેતરમાં કામ કરવા હમણાં હમણાં લઈ જવી નહીં.

મીન્નિના દિલોદિમાગમાં પ્રજાસત્તાક પર્વ છવાઇ ગયું હતું ઘરે આવીને પણ એ કાર્યક્રમની પ્રેકટિશ કરતી આસપાસના ઝુંપડાના ના બાળકો એ જોઈ રહેતા ક્યારેક તો એ નિંદરમાં પણ લેફ્ટ-રાઈટ,લેફ્ટ-રાઈટ અને કોણ જાણે કેવા નારા બોલતી અભણમાં ઝબકીને જાગી જતી,થોડું મલકાઈને એ મીન્નિને તાકી રહેતી.

                   આ વખતે મીન્નિની શાળામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાકપર્વ ઉજવવામાં આવનાર હતો મોટા રાજકારણીઓ,નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવનાર હતા પ્રિન્સિપાલની કડક સુચના હતી કે પોગ્રામમાં કોઈ કમી ન રહેવી જોઈએ આખરે શાળાની આબરુનો સવાલ હતો.પ્રથમવારજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ પ્રાઇવેટ શાળામાં ઉજવાય રહ્યો હતો.આથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા લાગ્યા અને પોગ્રામની સફળતા માટે પ્રેક્ટીશ કરવા લાગ્યા.
                      શાળામાં આજે અચાનક ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને હોલમાં બોલાવવામાં આવ્યા અને સૌના હાથમાં એક લિસ્ટ પકડાવી દીધુ,જેમાં પોગ્રામને અનુરૂપ કૃતિમાટે વિવિધ પોષાક પહેરવાની ચીજ વસ્તુઓના નામ હતા. મીન્નિના હાથમાં પણ લિસ્ટ આવ્યું જેમાં સફેદ ખાદીનો ઝભ્ભો, કાળાબૂટ, લાલ ચશ્મા,કેસરી પટ્ટી વગેરે..   બધા બાળકો લિસ્ટ જોઈ ખુશ થઈ ગયા ઘરે જઈને મમ્મી-પપ્પાને આ લીસ્ટ આપશું અને આ બધી વસ્તુઓ પહેરવાનો મોકો મળશે. પણ મીન્નિ ખુણામાં ઉદાસ મોંએ બેસી ગઈ તેની પાસે કોઇ શબ્દો ન હતાં, શિક્ષકને  મીન્નિ પ્રત્ય ખુબ હમદર્દી હતી એમણે મીન્નિના માથે હાથ ફેરવીને પ્રેમપૂર્વક હાથ પકડીને કહ્યું : મીન્નિરાણી ચૂપ કેમ છે?  આ લિસ્ટમાં જે વસ્તુઓ છે એ કાલે લાવજે જેથી હું ચેક કરી લવ કયાંય ભૂલ તો નથીને વળી એ જ ડ્રેસ કોડમા પ્રેક્ટીસ પણ થઈ જશે, મજા આવશે અને તારી સ્પિચ નો વિષય છે 'અખંડ ભારત ' ખાદીના કુર્તા માં તું આ ભાષણ આપીશ તો ખૂબ સુંદર લાગીશ ચાલ બધાનું લિસ્ટ તારે નથી જોવુ?
મીન્નિ કંઇજ બોલી નહિ  આંખોમાં અશ્રુ ધારા સાથે વિનમ્રતાથી એણે શિક્ષકને કહ્યું --'મારી મા વિધવા છે ખૂબ જ મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે મારા નાના ભાઈ બહેનો માટે કપડા ખરીદવાના પૈસા નથી મારી મા પણ થિંગડા વાળા કપડાં પહેરે છે.આ શાળામાં તો મને RTE પ્રમાણે એડમિશન મળ્યું છે એટલે આ લિસ્ટ વાળી   ચીજવસ્તુઓ લેવાનું હું મારી માને કેમ કહું ? એ તો ખૂબ દુઃખી થઈ જશે.મારે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વમાં નથી જોડાવું .મારું નામ કાઢીને આપ અન્યને રાખી દો કેમ કે હું આ બધી વસ્તુઓ લાવી શકું નહીં. માને ન કહી શકું આવું કહી મીન્નિ ધ્રુસકે-ધ્રુસકે  રડવા  લાગી. શિક્ષક પણ ઉદાસ થઈ ગયા એમણે ઓફિસમાં જઈ આચાર્યને  વાત કહી કડક નિયમોમાં માનનાર અને અત્યારે પ્રોગ્રામને સફળ બનાવવાની મનવાંછના વાળાઆચાર્યશ્રી એ મીન્નિની  જગ્યાએ બીજી વિદ્યાર્થીનીને રાખી લીધી.શિક્ષક પણ સમસમી ગયા એમને તો કંઈ બોલવાનો મોકો મળ્યો જ નહીં .26 જાન્યુઆરી આવી ગઈ અને જયજયકારના નાદ સાથે શાળા ગૂંજી ઊઠી પાસેના ખેતરમા માં સાથે કામ કરતી મીન્નિ દેશભક્તિના ગીતો સાંભળી રહી ખેતરમાંથી જ દેખાતા ત્રિરંગાને એણે સલામી આપી આ જોઈને અભણ માની  આંખોમાંથી ત્રિરંગાની વચ્ચે દેખાઈ રહેલા અશોક ચક્ર જેવડા આંસુઓ ખરી પડ્યા ધ્વજવંદન થઇ ગયું ખેતરમાં પણ અને શાળામાં પણ....
                                                       -પૂર્વીલુહાર

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...