Thursday, March 28, 2019

ઉનાળામાં સ્વાસ્થ્ય રક્ષા કરો.

ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*

તો ઓળખી લો:-
કલિંગર              - ઠંડું
સફરજન            - ઠંડું
ચીકુ                   - ઠંડું
લિંબુ                  - ઠંડું
કાંદા                  - ઠંડા
કાકડી                - ઠંડી
પાલક                - ઠંડી
કાચા ટમેટાં         - ઠંડા
ગાજર               - ઠંડા
મૂળા                  -ઠંડા
કોબીજ             - ઠંડી
કોથમીર             - ઠંડી
ફુદીનો               - ઠંડો
ભીંડો                - ઠંડો
સરગવો બાફેલો  - ઠંડો
બીટ                 - ઠંડુ
એલચી             - ઠંડી
વરિયાળી          - ઠંડી
આદુ                - ઠંડું
દાડમ               - ઠંડું
શેરડી રસ       - ઠંડો(વિના બરફ)
સંતરા              - ગરમ
કેરી ખાકટી        - ગરમ
બટાકા             - ગરમ
કારેલા             - ગરમ
મરચું               - ગરમ
મકાઈ              - ગરમ
મેથી                - ગરમ
રિંગણા            - ગરમ
ગુવાર              - ગરમ
પપૈયુ               - ગરમ
અનાનસ          - ગરમ
મધ                 - ગરમ
લીલું નારિયેળ   - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત           - ઠંડું
મીઠું                - ઠંડું
મગનીદાળ       - ઠંડી
તુવેરદાળ         - ગરમ
ચણાદાળ        - ગરમ
ગોળ              - ગરમ
તલ                - ગરમ
બાજરી          - ગરમ
નાચણી          - ગરમ
હળદર           - ગરમ
ચહા              - ગરમ
કૉફી              - ઠંડી
જુવાર           - ઠંડી
પનીર             - ગરમ
સૉફ્ટડ્રીંક        - ગરમ
કાજુ બદામ     - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા       - ગરમ
આઇસક્રીમ    - ગરમ
શિખંડ           - ગરમ
ફ્રીજનું પાણી   - ગરમ
માટલાનું પાણી  - ઠંડું
ભાંગ              - ઠંડી
તુલસી            - ઠંડી
નીરો               - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા        - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ      - અતિ ઠંડું
દહીંછાશ       - ઠંડા(વિના બરફ)
ઘી દુધ          - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
*કાકડી,* - તબિયત કરે ફાંકડી

*બીટ* - શરીરને રાખે ફિટ

*ગાજર* - તંદુરસ્તી હાજર

*મગ* - સારા ચાલે પગ

*મેગી* - ખરાબ કરે લેંગી

*ઘઉં* - વજન વધારે બહુ

*ભાત* - બુદ્ધિને આપે સાથ

*સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા

 *દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

*ખજૂર* - શક્તિ હાજરાહજૂર

*દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ

*જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું

*જામફળ* - એટલે મજાનું ફળ

*નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી* - કરે લોહીની શુદ્ધિ

*કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા

*તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ

 *કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો

*આદુ* - નો જાદુ

*ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ

*મધ* - દુઃખોનો કરે વધ

*ગુટખા* - બીમારીના ઝટકા

*શરાબ* - જીવન કરે ખરાબ

*ઈંડુ* - તબિયતનું મીંડું

*દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ* -  પછી થાય હાશ

*હરડે* - બધા રોગને મરડે

*ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી

 *સંચળ* - શરીર રાખે ચંચળ

*મકાઈના રોટલા* - શક્તિના પોટલા

*ભજીયા* - કરે પેટના કજિયા

*રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી

*પાઉને પીઝા* - બીમારીના વિઝા

 *દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો


Wednesday, March 27, 2019

સરકારી શાળા ઉત્તમ શાળા

આપના બાળકને સરકારી શાળામાં પ્રવેશ અપાવો બિનજરૂરી ખર્ચાથી બચો.

સરકારી શાળા ઉત્તમ શાળા

*श्लोकः*
*निःशुल्कशिक्षापि च पुस्तकानि*
             *मध्याह्नभोजः खलु छात्रवृत्तिः।*
*आचार्यवर्गो       बहुशिक्षितश्च*
               *विद्यालये प्रेषय दर्शनीये ।।*

     *भावार्थ -:*
      यहां निःशुल्क शिक्षा दी जाती है ।पुस्तकें भी मुफ्त दी जाती हैं।मध्याह्न भोजन दिया जाता है ।छात्रवृत्ति भी दी जाती है ।यहां के अध्यापक सुशिक्षित है ।इसलिए यदि अपने बच्चे का भला चाहते हो तो  सरकारी स्कूलों मे ही दाखिल कराओ ।

Tuesday, March 26, 2019

"બરફ"-ઉનાળો આવી ગયો છે જાણો બરફના ફાયદા.


*બરફના ફાયદાઓ જાણો*

*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !

*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!

*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !

*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !

*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !

*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !

*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !


*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !

Saturday, March 23, 2019

વિશ્વ ક્ષય દિન.24.march

24.march.ક્ષય દિન

ટ્યુબરક્યુલોસિસ
 (ક્ષય રોગ) અથવા TB (TUBERCAL BESILAS ટૂંકું લખાણ) એ દંડ આકારના માયકોબેક્ટેરિયા  (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ  છે.[૧] ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરતા હોય છે પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુક્શાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બિમારીના ચિહ્નો ના હોય તેવા એસિમ્પટમેટિક  અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.

આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજીકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં  બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ કાલમેટ-ગ્યુરિન (Bacillus Calmette-Guérin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.

દુનિયાની ત્રીજા ભાગની વસતી એમ. ટ્યુબરક્યુલોસિસ થી પીડાતી હોવાનું માનવામાં આવે છે[૨] અને દર બીજી સેકન્ડે વધુ એક વ્યક્તિને તેનો ચેપ લાગે છે.[૩] ટ્યુબરક્યુલોસિસથી બીમાર પડતા દર્દીઓની સંખ્યા દર વર્ષે સ્થિર થઇ રહી છે અથવા ઘટી રહી છે પરંતુ વસતી વધારાને કારણે નવા કેસોની ચોક્કસ સંખ્યા હજુ પણ વધી રહી છે.[૩] 2007માં ક્ષયરોગના અંદાજે 1.37 કરોડ ગંભીર કેસ હતા અને 93 લાખ કેસ નવા નોંધાયા હતા તેમજ 18 લાખ દર્દીઓના મોત થયા હતા. આમાંથી મોટા ભાગના કિસ્સા વિકાસશીલ દેશોમાં  નોંધાયા હતા.[૪] વધુમાં વિકસિત દેશોમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે કારણકે ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ (immunosuppressive drug), પદાર્થોના વધુ પડતા ઉપયોગ અથવા એઇડ્સને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી છે. સમગ્ર વિશ્વમાં ક્ષયરોગના દર્દીઓની સંખ્યા સમાન નથી. એશિયા અને આફ્રિકાના ઘણા દેશોની 80 ટકા વસતી ટ્યુબરક્યુલિન ટેસ્ટમાં પોઝિટીવ આવે છે જ્યારે અમેરિકાની માત્ર 5-10 ટકા વસતીનો જ ટેસ્ટ પોઝિટિવ આવે છે.
[23/03 8:47 pm] Purvi Gujarati: Main symptoms of variants and stages of tuberculosis,[૫][૬] ઘણા ચિહ્નો અન્ય સાથે મળતા આવે છે જ્યારે અન્ય ચિહ્નો (બધા જ નહીં) ચોક્કસ જાત માટે ચોક્કસ છે. એક કરતા વધુ જાતો એક સાથે હાજર હોઇ શકે છે.

માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ સ્કેનિંગ

જીનસ માયકોબેક્ટેરિયમનું ફાયલોજિનેટિક વૃક્ષ.
રોગ જ્યારે સક્રિય થાય છે ત્યારે 75 ટકા કેસ ફેફસાના  ટીબીના હોય છે. તેના લક્ષણોમાં છાતીમાં દુખાવો, ગળફામાં લોહી પડવું અને ત્રણ સપ્તાહથી વધુ સમય માટે ખાંસી અને કફનો સમાવેશ થાય છે. પદ્ધતિસરના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, રાત્રે પસીનો વળવો, ભૂખ ના લાગવી, વજન ઘટી જવું, ફીકાશ અને ઘણી વાર નબળાઇ વગેરેનો સમાવેશ થાય છે.[૩]

અન્ય 25 ટકા સક્રિય કેસમાં ચેપ ફેફસાથી આગળ વધીને અન્ય અવયવોમાં ફેલાય છે અને અન્ય પ્રકારનો ક્ષય રોગ થાય છે જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે.[૭] નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને નાના બાળકોમાં તે બહુ સામાન્ય રીતે થાય છે. એક્સ્ટ્રાપલ્મોનરી ચેપના સ્થળોમાં ફેફસાની અંતઃત્વચામાં સોજામાં ફેફસાની અંતઃત્વચા, મગજના તાવમાં કેન્દ્રીય ચેતાતંત્ર, કંઠમાળમાં લસિકાવાહિની તંત્ર, યુરોજેનિટલ ટ્યુબરક્યુલોસિસમાં જેનિટોયુરિનરી સિસ્ટમ અને કરોડની પોટ્સ બિમારીમાં હાડકા અને સાંધાનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર રૂપ ડિસસેમિનેટેડ ટીબી છે જે મિલિયરી ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે. એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી પલ્મોનરી ટીબીની સાથે પણ થઇ શકે છે.

Friday, March 22, 2019

શહિદ દિન 23.માર્ચ.





આજે ૨૩ માર્ચ : શહિદ દિન...જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્‍ટમાં બોમ્‍બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્‍હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્‍ટ સાબિત થયા તે ભગતસિંહ,સુખદેવ અને રાજયગુરૂને શત શત વંદન .........
ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.


Wednesday, March 20, 2019

ચકલીનું સ્મારક


20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.
નવનિર્માણમાં શહીદ ચકલીનું ઢાળની પોળમાં સ્મારક,
         
ભૂતકાળ બની ભુલાઈ રહેલી ચકલીનું એક અનોખું સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં 'ઢાળની પોળ'માં બનાવ્યું છે. ૧૯૭૪ના નવનિર્માણ(રોટી રમખાણ) આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારનો ભોગ બનેલી એક ચકલીને શ્રદ્ધાંજલિ રૂપે લોકોએ લાગણીશીલ થઈ તેનું કાયમી સ્મારક બનાવ્યું છે.

આજનું સામાન્ય જ્ઞાન

કરન્ટ અફેર્સ તા. ૨૦/૦૩/૨૦૧૯
દિન વિશેષ
20 માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઊજવવામાં આવે છે
➡ ચકલી એ દિલ્હીના રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો ધરાવે છે.
➡ દિવસે દિવસે ચકલીનું પ્રમાણ ઘટતું જાય છે તે ન ઘટે તેના માર્ગદર્શન માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
➡ ચકલી ઓછી થવાનાં કારણો જેમ કે, માળા બાંધવાની જગ્યાનો અભાવ, માળો બાંધવાનાં સંસાધનોની ઉણપ, મોબાઇલ ટાવરોનું રેડીએશન, રાસાયણિક ખાતરો, વાહનોથી પ્રદૂષિત વાતાવરણ, આધુનિક બાંધકામ જેવાં કારણો જવાબદાર છે.
➡ 20 માર્ચ 2010ના દિવસથી વિશ્વ ચકલી દિવસની શરૂઆત થઈ હતી.
➡ આ 20 માર્ચને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઊજવવામાં આવી.
➡ ચકલી બચાવવા આપણા મકાનની આસપાસ ચકલીઓ માળાઓ બનાવી શકે તેવું વાતાવરણ નિર્માણ કરીએ.
20 માર્ચ ખુશવંતસિંહનો નિર્વાણ દિવસ
➡ જન્મ:15 ઑગસ્ટ, 1915, હડલી, પંજાબ, પાકિસ્તાનમાં.
➡ 1947માં બ્રિટીશ સામ્રાજ્યથી ભારતની સ્વતંત્રતા પર ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા.
➡ તેમને 1951માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
➡ 1980-1986 સુધી રાજ્યસભામાં સાંસદ રહ્યા હતા.
➡ ખુશવંતસિંહને 1974માં પદ્મભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.
➡ પરંતુ તેમણે 1984માં 'ઓપરેશન બ્લુ સ્ટારના વિરોધમાં ઍવૉર્ડ પાછો આપ્યો.
➡ 2007માં તેમને પદ્મવિભૂષણ, ભારતનો બીજો સૌથી મોટો નાગરિક ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
➡ ટ્રેન ટુ પાકિસ્તાન તેમની પ્રખ્યાત નવલકથા છે જેમાં ભારત–પાકિસ્તાનના ભાગલામાં થયેલી કત્લેઆમની વાત કરવામાં આવી છે.
➡ તેમનું છેલ્લું પુસ્તક 'ધ ગુડ' ધ બેડ એન્ડ ધ રિડિક્યુલસ' ઑક્ટોબર 2013માં પ્રકાશિત થયું હતું.
➡ 20 માર્ચ, 2014ના રોજ 98 વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા.

ગુજરાત
GTU અટલ ઇનોવેશન મિશન ઍવૉર્ડની પ્રાપ્ત રકમમાંથી ખાસ કાર્યક્રમ યોજશે
➡ ૨૨ માર્ચના રોજ આ ખાસ કાર્યક્રમ યોજાશે.
➡ GTUને અટલ ઇનોવેશન મિશન ઍવૉર્ડ નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યો છે.
➡ આ કાર્યક્રમમાં વિપ્રોમાં બે દાયકા સેવા આપનાર ટૅકનોલૉજી નિષ્ણાત વિજયકુમાર ઈવાતુરી કલામ મેમોરિયલ પર લેક્ચર આપશે.
➡ મિસાઇલ ગુરુ કલામની જન્મજયંતી પ્રસંગે ગત વર્ષે યોજવામાં આવેલ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સાયન્સ ફેસ્ટિવલમાં GTUને શ્રેષ્ઠ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિકસવા માટે બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું.
➡ આ કાર્યક્રમમાં કુલ 41 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને 1 કરોડ 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

ભારત
ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત બન્યા
➡ પ્રમોદ સાવંત ભાજપ પક્ષના ઉમેદવાર છે જેમણે ગઈકાલે મુખ્યમંત્રી તરીકેના સપથ લીધા.
➡ પ્રમોદ સાવંત શ્રી મનોહર પારિકરના અવસાન બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવશે.
➡ પ્રમોદ સાવંતને ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે શપથ લેવડાવ્યા છે.
➡ પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.
➡ મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે છે.
➡ મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે છે.

રામનાથ કોવિંદ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જવાનોને શૌર્ય પુરસ્કાર તથા વિશિષ્ટ સેવા સન્માન આપવામાં આવ્યાં.
➡ ભારતીય સેનાના સિપાહી વિજય કુમાર તથા CRPFના પ્રદીપ કુમાર પાંડાને મરણોત્તર કીર્તિચક્ર પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
➡ કાશ્મીરમાં આંતકવાદી વિરોધ કાર્યવાહીમાં બંને વીર શહીદોએ અસાધારણ શૌર્ય દાખવ્યું હતું.
➡ લેફ્ટનન્ટ જનરલ અનિલકુમાર ભટ્ટને ઉત્તમ યુદ્ધસેવા ચંદ્રકથી સન્માનિત કરાયા છે.
➡ આ પ્રસંગે નરેન્દ્ર મોદી તથા ત્રણે પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા.
➡ ભૂમિદળના વડા બિપિન રાવત છે.
➡ નૌકાદળના વડા સુનીલ લાંબા છે.
➡ વાયુદળના વડા ઍર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆ છે.
ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ દેશના લોકપાલ બન્યા છે
➡ પી.સી.ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે.
➡ લોકપાલના ગઠન માટે 8 સભ્યોની લોકપાલ શોધ સમિતિની રચના ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી.
➡ લોકપાલ અને લોકાયુક્તનું વિધાયક 2011માં રાજ્યસભા અને લોકસભામાં પસાર થયું હતું.
➡કેન્દ્ર સરકારમાં લોકપાલ અને રાજ્યસ્તરે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે.
➡ લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ આઠ સભ્ય હોય છે જેમાં 50 ટકાથી વધારે ન્યાયિક સદસ્ય હોય છે.
➡ લોકપાલની નિમણૂકને રાષ્ટ્રપતિએ બહાલી આપી છે.
➡લોકપાલના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિલીપ ભોંસલે, પી.કે મોહંતી, અભિલાષા કુમારી, એ.કે. ત્રિપાઠી વગેરે જસ્ટિસનો ટીમમાં સમાવેશ થાય છે.
➡ નોન જ્યુડિશિયલ મેમ્બરમાં ડી.કે.જૈન, અર્ચના રામ સુંદરમ, આઇ.પી.ગૌતમ વગેરેનો સમાવેશ થાય છે.
➡ હાલમાં ડી.કે.જૈન BCCIના લોકપાલ બન્યા છે.
➡ આઇ.પી.ગૌતમ હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના વડા છે.
➡ વડાપ્રધાન પણ લોકપાલના દાયરામાં લાવવામાં આવ્યા છે તેમની પણ તપાસ લોકપાલ કરી શકે.
ભારત અને શ્રીલંકા વિશે સંયુક્ત અભ્યાસ 'મિત્ર શક્તિ-6'નું આયોજન કરવામાં આવ્યું છે

Saturday, March 9, 2019

શ્રદ્ધાંજલિ-ધૂમકેતુ

           
           
           શ્રદ્ધાંજલિ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ"
જન્મ       : ૧૨-૧૨-૧૮૯૨
અવસાન  : ૧૦-૦૩-૧૯૬૫
ગુજરાતી સાહિત્યમાં ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપનાર
' ધૂમકેતુ' નું સાહિત્ય આજે પણ ખૂબ લોકપ્રિય છે.
પોતાના પ્રથમ પુસ્તકથી જ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે લોકોના મનમાં ઘર કરી ગયેલા ગૌરીશંકર જોશી " ધૂમકેતુ" નો જન્મ સૌરાષ્ટ્રનાં વિરપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેદાવાળ બ્રાહ્મણનાં ખોરડે થયો હતો.તેમણે અનેક હ્દયસ્પર્શી ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી છે.તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ
 ' તણખામંડળ' નો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારથી જ સાહિત્યાકાશમાં તેઓ તેજ સૂર્યની જેમ પ્રકાશી ઉઠ્યા અને
' ધૂમકેતુ' ના ઉપનામથી પ્રસિદ્ધ થય ગયા.ધૂમકેતુ રંગદર્શી પ્રક્રુતિના સર્જક છે,પરિણામે લાગણી નિરૂપણ,વેગ,કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે.એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે.લોકબોલીનો લહેકો,કાવ્યમય અલઁકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય અને સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે.કટાક્ષ અને હાસ્યનો પણ એમાં ક્યારેક ઉપયોગ થયો છે.એમણે વિવિધ સાહિત્ય સર્જન કર્યુ,પણ વાર્તાકાર તરીકે ગૌરીશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં માનભર્યુ સ્થાન પામ્યા છે.

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...