Saturday, July 24, 2021

Today's poem

 The trick is to keep you away from it

 Doing so will save the relationship


 Don't call it bad even if you have an owner

 See oil and also see oil


 Don't take into account family conflicts

 Jaja vasan khakhde remember


 If more, don't take photoproof by giving debt

 The first is to appease one's own self


 Don't turn a blind eye to wrinkles

 A mirror to understand the future


 Purvi, Bhairavi, Kanda or Ruche

 But don't forget God always online

-purvi luhar

Thursday, July 22, 2021

ગુરુપૂર્ણિમા-2021

 



આજે ગુરુપૂર્ણિમા છે, ચાલો આજના મહત્વ વિશે થોડું જાણીએ શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.


મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

Monday, April 26, 2021

18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોમાટે ઓનલાઈન વેક્સીન રજીસ્ટ્રેશન

 


18 વર્ષથીરજીસ્ટ્રેશન લિંક ઉપરની ઉંમરના લોકોમાટે ઓનલાઈન વેક્સીન રજીસ્ટ્રેશન કરવામાટેની લિન્ક અહીં આપવામાં આવી છે



https://selfregistration.cowin.gov.in


Wednesday, April 7, 2021

મહિલાઓએ ડૉ.આંબેડકરને શામાટે યાદ કરવા જોઈએ વાંચો...

 





મહિલાઓએ ભીમરાવ આંબેડકરનો શામાટે આભાર માનવો જોઈએ?

‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું સૂત્ર ગાજે છે. Women's empowerment-મહિલા સશક્તિકરણની વાત કરવાની રાજકીય નેતાઓમાં હરિફાઈ થઈ રહી છે. ભારતમાં મહિલા સંબંધી બદલાવના ખરા નાયક ભીમરાવ આંબેડકર [14 એપ્રિલ 1891-6 ડીસેમ્બર 1956] હતા. 5 ફેબ્રુઆરી 1951 ના રોજ આંબેડકરજીએ સંસદમાં ‘હિન્દુ કોડ બિલ’ રજૂ કર્યું હતું. તેનો હેતુ હિન્દુ મહિલાઓને સામાજિક શોષણથી મુક્ત કરવા અને પુરુષોની બરોબર અધિકાર આપવાનો હતો. ભારતમાં મહિલા અધિકારો અંગે જુદી જુદી માન્યતાઓ હતી. એક માન્યતા હતી કે મહિલા; ઘન/વિદ્યા/શક્તિની દેવી છે ! મનુ સંહિતામાં લખ્યું છે કે જ્યાં નારીની પૂજા થાય છે; ત્યાં દેવતા પ્રસન્ન રહે છે ! ઋગ્વેદમાં દીકરીના જન્મને દુ:ખોની ખાણ અને દીકરાના જન્મને આકાશની જ્યોતિ માનવાનું લખ્યું છે. ઋગ્વેદમાં નારીને મનોરંજન સ્વરુપે દર્શાવી છે; નિયોગપ્રથાને પવિત્ર કાર્ય માનવામાં આવ્યું છે. અથર્વવેદમાં કહ્યું છે કે દુનિયાની બધી મહિલાઓ શૂદ્ર છે ! મનુસ્મૃતિ કાળથી મહિલાઓના અપમાન અને અન્યાયની પરાકાષ્ઠા હતી. મનુસ્મૃતિએ મહિલાઓની સ્વતંત્રા છીનવી લીધી હતી : ‘બાળપણમાં પિતા; યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર એની રક્ષા કરે; મહિલા સ્વતંત્ર થવા લાયક નથી !’ મનુસ્મૃતિમાં મહિલાઓને જડ/મૂરખ અને કપટી સ્વભાવની માનવામાં આવી છે અને શૂદ્રોમાં માફક અભ્યાસથી વંચિત રાખવામાં આવી છે. મનુએ કહ્યું છે કે પત્ની અને દાસને સંપત્તિ મેળવવાનો હક્ક નથી. આંબેડકરજીએ મહિલાઓને એ અધિકારો આપ્યા જે મનુસ્મૃતિએ નકાર્યા હતા ! જાતિ/લિંગ અને ધર્મનિરપેક્ષ બંધારણમાં એમણે સામાજિક ન્યાયની કલ્પના કરી હતી.

‘હિન્દુ કોડ બિલ’માં મુખ્ય ચાર બાબતો હતી : [1] હિન્દુઓમાં બહુવિવાહ પ્રથા સમાપ્ત કરી માત્ર એક વિવાહ પ્રથાની જોગવાઈ. [2] મહિલાઓને સંપત્તિમાં અધિકાર આપવો અને ગોદ લેવાનો અધિકાર આપવો. [3] પુરુષોની જેમ મહિલાઓને છૂટાછેડાનો અધિકાર આપવો. હિન્દુ સમાજમાં પહેલા પુરુષો જ છૂટાછેડા આપી શકતા હતા ! [4] આધુનિક અને પ્રગતિશીલ વિચારધારા મુજબ હિન્દુ સમાજને એક કરી મજબૂત બનાવવો.

મહિલાઓએ ભીમરાવ આંબેડકરનો શામાટે આભાર માનવો જોઈએ? આંબેડકરજી માનતા હતા કે ખરા અર્થમાં પ્રજાતંત્ર ત્યારે આવશે જ્યારે મહિલાઓને પિતાની સંપત્તિમાં સરખો હિસ્સો મળે. પુરુષોની જેમ સમાન અધિકાર મળે. મહિલાઓની ઉન્નતિ ત્યારે થાય જ્યારે એને પરિવાર/સમાજમાં સરખો દરજ્જો મળે. શિક્ષણ અને આર્થિક વિકાસ તેને મદદ કરે. જેવું ‘હિન્દુ કોડ બિલ’ સંસદમાં રજૂ કર્યું એટલે સંસદમાં અને બહાર ઊહાપોહ મચી ગયો. સનાતની/રુઢિચુસ્ત હિન્દુઓમાં કકળાટ શરુ થયો. એટલું જ નહીં, આર્યસમાજીઓએ પણ વિરોધ કર્યો ! સદનમાં બિલને સમર્થન મળતું ન હતું. આંબેડકરજી ચિંતામાં હતા; તેમણે કહ્યું હતું : ‘મને ભારતીય બંધારણના નિર્માણ કરતા વધુ રસ અને ખુશી હિન્દુ કોડ બિલ પાસ કરાવવાથી મળશે !’ આખરે 26 સપ્ટેમ્બર  1951 ના રોજ નેહરુએ બિલ પરત લીધું. આ બિલ પાસ ન થયું તેથી આંબેડકરજીને ‘પુત્રનિધન’ જેટલું દુખ થયું હતું ! બીજા દિવસે આંબેડકરજીએ મંત્રીપદથી રાજીનામું આપી દીધું. આ એ દર્શાવે છે કે તેમને મહિલા અધિકારો પ્રત્યે કેટલો લગાવ હતો. મહિલા સંગઠનોએ હિન્દુકોડ બિલની તરફેણ કરી. વિદેશમાં પણ આંબેડકરજીની તરફેણમાં પ્રતિક્રિયા વ્યક્ત થઈ. પાંચ વર્ષ પછી 1955-56 માં હિન્દુ કોડ બિલની અધિકાંશ જોગવાઈઓ જુદા જુદા ભાગોમાં સંસદમાં પસાર કરી : [1] હિન્દુ વિવાહ અધિનિયમ. [2] હિન્દુ છૂટાછેડા અધિનિયમ. [3] હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ. [4] હિન્દુ દત્તક અધિનિયમ. ભારતીય સમાજમાં મહિલા સશક્તિકરણનો પાયો આંબેડકરજીના પરિશ્રમના કારણે નખાયો હતો. મહિલાઓને સમાન તક મળી; મહિલાઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ મળી તે આંબેકકરજીના કારણે જ શક્ય બન્યું છે ! ~ રમેશ સવાણી 

Monday, April 5, 2021

પિતા હું યાદ કરું છું-પૂર્વી લુહાર

 


અરજણભાઇ લુહાર -6.4.2020


પિતા એટલે મારી દુનિયા 

પણ એતો દુનિયા છોડીને જતા રહ્યા

હવે આ દુનિયા મને લોલીપોપ જેવી લાગે છે

એક વર્ષ વીતી ગયુ અનેક વર્ષો વીતી જશે

પણ આ વિતતો જતો સમય ખાલીપો નહિ ભરી શકે

બથ ભરીને આપેલી શિખામણ,

દરીયો ભરીને આપેલી સ્વતંત્રતા

મન ભરીને આપેલી મમતા કેમ ભૂલું

મુઠી ઉંચેરું જિવન જીવવુ એવું કહેનારને 

આજના દિને મુઠી ઉંચેરી યાદ..-પૂર્વી લુહાર,6.4.2021

Friday, April 2, 2021

UPSC-INFORMETION

 



*આ પોસ્ટ વાંચતા પહેલા પોતાની જાત ને વચન આપજો કે હું કમસેકમ એક વિદ્યાર્થી ને આ માટે પ્રેરિત કરીશ.*


UPSC ( IAS  - IPS - IFS  )


👉UPSC શું  છે  ? તેની તૈયારી કઈ રીતે કરવી  ?  UPSC ની એક્ઝામ કોણ આપી શકે  ?  UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ?  UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ  મળે  ?  વગેરે સવાલો તમને થતા હશે ! 


👉UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ ,  જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે .  UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .


🎯UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .


👉 પ્રિલિમ એક્ઝામ 

👉 મેઈન એક્ઝામ

👉 ઇન્ટરવ્યૂ 


👉પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે . 

👉બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .

👉 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .

👉 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ .

 (બીજા પેપર ના માર્ક ગણાતા નથી)


👉 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .

 

👉 પ્રીલીમ  પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .


🎯મુખ્ય પરિક્ષા 👇 


મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે . 


# અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )


# બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની ૮ મી  અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો .

તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો😅 ,તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)


👉આ બન્ને પેપર મા  પાસ થવું જરૂરી છે  આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી . 

  


👉👉મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇


👉 નિબંધ નું પેપર 

👉ચાર જનરલ સ્ટડી ના પેપર 

👉 બે optional‌‌ ના પેપર 

( જે તમારે નક્કી કરવા નો હોય છે,જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )


👆આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .


👉 ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે ) 


🎯ઇન્ટરવ્યૂ


👉 ઇન્ટરવ્યૂ  કુલ ૨૭૫ માર્ક નું હોય છે. 


👉 ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. 


(  UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.)

  


👉👉👉 કુલ ૨૦૨૫ માર્ક માંથી  ઉમેદવાર ને માર્ક મળતા હોય છે . 


👉 પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .


👉 જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .


🎯UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ? 👇


UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ  જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .


 🎯હિસ્ટ્રી માટે 👇


👉ધો . ૬ થી ૧૨ ની ncert 

 👉પ્રાચીન ભારતનો ઇતિહાસ

👉મધ્ય ભારત નો ઇતિહાસ 

👉આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .

👉 ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો . 


🎯 ભૂગોળ માટે 👇 


👉ધો .૬ થી ૧૨ ની ncert બુક વાંચવી .

 👉કરંટ અફેર્સ વાંચવું 

👉 ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી 


🎯 અર્થશાસ્ત્ર માટે 👇


👉 ૬ થી ૧૨ ની ncert 

👉 રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી 

👉 કરંટ અફેર્સ વાંચવું 

👉 યુટ્યુબ પર ના  મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .


🎯પોલિટીકલ સાયન્સ માટે 👇

👉ધો ૬ થી ૧૨ ની ncert

👉 એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક 

👉 કરંટ અફેર્સ 


🎯સમાજશાસ્ત્ર માટે 👇


👉ધો. ૬ થી ૧૨ ની ncert 

👉 સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )

👉 Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.


🎯વિજ્ઞાન માટે 👇


👉 ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨  સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )

👉 કરંટ અફેર્સ 


🎯 ગણિત માટે👇


👉ધો. ૬ થી ૧૦ ની ncert 

    ( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું )


🎯અંગ્રેજી માટે 👇


👉 અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક .  આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .


🎯Optional subject માટે 👇

 👉  Optional ના બે પેપર હોય છે .

👉  ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .


👉 ગુજરાતી ભાષા નો ઇતિહાસ 

👉 ગદ્ય અને પદ્ય બન્ને 

👉  રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .

👉 પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે  .


🎯🎯🎯🎯🎯🎯🎯🎯


👉 રાજ્યસભા ટીવી જોવી .

👉 દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર ) 

👉 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું 

👉 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .

👉 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .

👉 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે  તે બધું જ જાણવું જરુરી છે .

👉 ભારત ની મુખ્ય સમસ્યા  કઈ છે ? 


🎯કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?


👉UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .


👉 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ  આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)


👉 કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે


👉👉લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇


👉 UPSC   ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. 


👉 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી .  તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .


👉   મનોજ કુમાર શર્મા  ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .


👆  આવા તો ઘણા બધા ઉદાહરણ છે  . 


🎯🎯🎯🎯🎯🎯🎯


એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ  ક્યાં સુધી પહોંચી શકે 👇


👉 અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .


👉 ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે .

એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા .


👉 ભારત સરકાર ના પૂર્વ  નાણાં મંત્રી યશવંત સિન્હા  એ UPSC પાસ કરેલી છે .  યશવંત સિન્હા ક્લેક્ટર હતા .


👉 ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.


👉 ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ  પણ UPSC ની તૈયારી કરેલી છે .


જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .


(આ પોસ્ટ નો સ્પષ્ટ હેતુ વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા માટે પ્રેરિત કરવાનો માત્ર છે)

Friday, March 5, 2021

2021,mahashivratree- chanda zhaanke tere hi shredded --salum-suleman

 






મહાશિવરાત્રી આવવાની છે ત્યારે બહેતરીન ,શિવ મહિમાગાન વ્યક્ત કરતુ 8 માર્ચે રીલીઝ થતુ આ ગાયન અવશ્ય સાંભળજો.... 
સલીમ-સુલેમાન બેલડીની youtube  ચેનલપર 


Tuesday, February 16, 2021

PIZZA-પીઝા


પીઝા ગોળ , બોકસ ચોરસ ?? ગરીબોના પીઝા આજે અમીરોની શાન બની ગયા !! શ્રમિકોને જટ અને સસ્તા દરે ભોજન આપવા ઈટાલીના નેપ્લસમાં ૧૬ મી સદીમાં ‘ પીઝા’ની શોધ થયેલી


Pizza round, box square ??  The pizza of the poor has become the pride of the rich today !!  Pizza invented in Naples, Italy in the 19th century to provide cheap and nutritious food to workers

..

Monday, February 15, 2021

ભરતકામ-ભરત વિંઝુડા










 વાસંતી વધામણાં...

વસંત પંચમીની શુભકામનાઓ...

હવે કપરો સમય નબળો પડ્યો છે..પણ તો ય ચેતતા નર સુખી..છેલ્લા એકાદ વર્ષથી આપણી સા હિત્યિક પ્રવૃત્તિઓ સ્થગિત છે.. ઓનલાઇન સહું સંપર્કમાં ખરા પણ ઓફ line મળવાની ને સાહિત્ય ગોષ્ઠિ એક આખો અલગ માહોલ છે..મજા છે....

એક રાજીપો વહેંચવો છે ને એ નિમિત્તે સાહિત્ય ગોષ્ઠિ નું ગરિમાપૂર્ણ આયોજન વિચારાધીન છે..ને  એમાં આપણે આગળ વધી રહ્યા છીએ.

છેલ્લાં ત્રણ ચાર દસકાથી સતત ..ગુજરાતી સાહિત્યને વિશેષ..અલગ મિજાજની ગઝલોથી જે સમૃદ્ધ કરી રહ્યા છે તેવા આપણાં જિલ્લાના પ્રથમ હરોળના ગુજરાતી ગઝલકાર ભરત વિંઝુડા..તેમના પ્રકાશિત નવ ગઝલસંગ્રહ નો એક સંગ્રહ એટલે કે " ભરતકામ " તાજેતરમાં પ્રકાશિત થયો..ચાર દાયકાની તેમની સર્જકતનાં વિવિધ પડાવ..એની ગઝલિયતનું બારીક નકશીકામ.અલગ જ ભાવ..સીધી.. સાદી સરળ ભાષામાં વાસ્તવની વાત.. સુફિયાના અંદાઝ..

અમરેલીમાં રમેશ પારેખ પછી સમ્રગ કવિતાનો ગ્રંથ લઈને કવિ ભરત વિંઝુડા આવ્યા છે  ત્યારે આપણે સહુ અમરેલી જિલ્લાના સાહિત્યપ્રેમીઓ તેમના વાસંતી વધામણાં કરીએ છીએ..

ટુંક સમયમાં " ભરતકામ" નિમિત્તે અમરેલીમાં ભાવવાહી..ગરીમાયુક્ત..ઉપક્રમ..સાહિત્ય..કાવ્ય ગોષ્ઠિ આયોજિત થઈ રહી છે..જેમાં કવિ ભરત વિંઝુડા ના કવિકર્મ..આસ્વાદ..ગઝલકાર અંગે દસ્તાવેજી દૃશ્ય શ્રવ્ય પ્રસ્તુતિ..કાવ્યપાઠ..વગેરે..વગેરે..હેતુ વગરનું હેત..

આ ઉપક્રમ નિમિત્તે આપ સહુનો સહકાર...માર્ગદર્શન.. તન મન ધન થી સહકાર આવકાર્ય છે..

પ્રાથમિક સંકલનના ભાગરૂપે વાત મૂકી છે..

વિશેષ મળતાં રહીશું..સંપર્કમાં રહીશું..આયોજિત વાત શેર કરતો રહીશ..

પરેશ મહેતા...અમરેલી

મો..97235 38957

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...