Thursday, March 7, 2024

ખુદા ઓનલાઈન છે એ ન ભૂલવું.-પૂર્વી લુહાર

 



છળે જે તમને એનાથી દુર રહેવું

એમ કરી સંબંધની દોરને સાચવવું


માલિક હોય ભલે એને બુરો ન કહેવું

તેલ જોવુ ને તેલધાર પણ જોવું


કુટુંબમાં કલહ હોય મનમાં ન લેવુ

જાજા વાસણ ખખડે યાદ રાખવુ


હોય વધારે તો દેવું દઈને ફોટોપ્રુફ ન લેવું

પ્રથમતો ખુદના આતમને રાજી કરવું


કરચલીઓ જોવતો મુહ ન મોડવું

એ અરીસો ભવિષ્યનો એમ સમજવું


પૂર્વી, ભૈરવી, કાનડા કે રુચે એ છેડવું

પણ ખુદા હંમેશા ઓનલાઈન ન ભુલવું

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...