Thursday, October 18, 2018

રમત-૧૮

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સરખા પ્રાસ વાળા શબ્દો લખવાના છે.જેનો લય અને ઉચ્ચાર એક સરખો થતો હોય છે.

ઉદાહરણ:

રાંક-આંક,
નોટ-ખોટ,
માલ-કાલ,
સાથ-બાથ,
આભ-લાભ,
હેત-પ્રેત.

રમત-૧૭

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,  તમારે અહીં એવા શબ્દો લખવાના છે જેમાં એકજ શબ્દ હોય પરંતુ તેમાં અનુસ્વાર હોય અને અનુસ્વાર ન હોય છતાં તેનો પોતાનો અર્થ હોય  માત્ર અનુસ્વાર થકી અર્થભેદ થઇ જતો હોય છે.

ઉદાહરણ:

ગાડી-ગાંડી,
હસ- હંસ,
સાજ-સાંજ,
ઉદર-ઉંદર,
રગ-રંગ,
સત-સંત,
ગજ-ગંજ.

Saturday, October 6, 2018

રમત-૧૬


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં તમારું નામ લખવાનુ છે.ત્યારબાદ એ નામના છેલ્લાં અક્ષર પરથી એક શબ્દ બનાવવાનો છે ત્યારબાદ એકપછી એક શબ્દના અંતિમ અક્ષર પરથી શબ્દ બનાવતા જાઓ, સરસ શબ્દસાંકળ તૈયાર થશે.

ઉદાહરણ:
'અનિલ'
  ઉપરોકત નામ પરથી આપણે શબ્દો બનાવીશું.

અનિલ, લખોટી, ટીમલી,લીટી, ટીલાવત,તરવુ, વુલર, રમકડુ, ડુગડુગી,ગીત, તલવાર, રમત,તરૂં,રૂમાલ, લત, તરત, તમીજ, જમવુ..............................

રમત-૧૫.


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં તમને પાંચ ટૂંકા અક્ષરો આપવામાં આવશે જેનું તમારે આખું નામ લખવાનું છે.આવા અક્ષરોને મિતાક્ષરો પણ કહે છે.

ઉદાહરણ:
દા. ત.- દાખલા તરીકે.

ટૂંકા અક્ષરો:
૧.અ,
૨.ઈ. સ,
૩.કિ. ગ્રા,
૪.જિ,
૫.દ.અ.

જવાબઃ
૧.     અ.-          અવસાન,
૨.    ઈ. સ.-      ઈસવીસન,
૩.    કિ. ગ્રા.-     કિલોગ્રામ,
૪.    જિ.-          જિલ્લો,
૫.    દ.અ.-       દક્ષિણ  અક્ષાંશ.

રમત-૧૪


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો તમારે અહીં રવાનુકારી શબ્દો લખવાના છે. એ પહેલા આપણે રવાનુકારી શબ્દ એટલે શું? એ જોઈએ.

રવાનુકારી શબ્દ-

એવા શબ્દ જે શબ્દ વાંચતા અવાજ નો અનુભવ થાય રવ એટલે અવાજ .

ઉદાહરણ:
તબડક તબડક (આ શબ્દ વાંચતા આપણને ખ્યાલ આવી જાય છે કે ઘોડાં દોડે ત્યારે તબડક તબડક અવાજ આવે છે.)


જવાબઃ

૧.છનનનનનન,
૨.છમ-છમ,
૩.ઢબ-ઢબ,
૪.ટપ-ટપ,
૫.ખળ-ખળ.

Friday, October 5, 2018

રમત-૧૩



 નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દના તમામ અક્ષર પરથી તમારે શબ્દો બનાવવાના છે .

ઉદાહરણ:

*ભારત-  ભા= ભાવ, ર=રમત, ત=તલવાર.

નીચે આપેલા શબ્દોના દરેક અક્ષર પરથી શબ્દ બનાવો.

૧.આઝાદી,
૨.દેશસેવા,
૩.અફસર,
૪.દાનત,
૫.અમીરી.

Thursday, October 4, 2018

રમત:૧૨


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા શબ્દોના તમારે વિરોધી શબ્દ લખવાના છે.એ પહેલાં આપણે વિરોધી શબ્દ એટલે શું? એ સમજી લઈએ.

વિરોધી શબ્દ:

વિરોધી શબ્દ એટલે વિરુદ્ધ અર્થ બતાવતો હોય જે શબ્દ આપણી સામે છે એ શબ્દ નાં અર્થથી એક્દમ ઉલટો અર્થ બતાવતો શબ્દ .આ શબ્દ દર્શાવવા માટે × નિશાની વપરાય છે.

ઉદાહરણ:
ધીમે × ઝડપી.

નિચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો.

૧-આકાશ × .....
૨-સમર્થ ×........
૩-પરાજય ×......
૪-સુગંધ ×........
૫-રાજા ×.........

જવાબ:
૧-આકાશ × ધરતી,
૨-સમર્થ × અસમર્થ,
૩-પરાજય × જય,
૪-સુગંધ × દુર્ગંધ,
૫-રાજા × રંક.





2026 sem. 2 time table

 2026 sem. 2 time table