Thursday, April 4, 2019

સમતા દિન બાબુ, જગજીવન રામજી જન્મ જ્યંતી.

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻*

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.


⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...