Saturday, December 14, 2019

વહેચણી- વાર્તા

📌 *વહેંચણી - એક ઉત્તમ નિર્ણય...* 

વડીલ : મગનભાભા
મોટો છોકરો : રાકેશ
વચલો : સુરેશ
નાનો : મુકેશ

*રાકેશ -*
"બાપા   ! પંચ આવ્યું છે, હવે વહેંચણી કરો. "

*સરપંચ -*
"જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓ ને ભાગ પાડી દયો ઇ હારુ..,
હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?"

(સરપંચે મગનભાભા ને પૂછ્યું. )

*રાકેશ  -*
"અરે એમાં હુ પૂછવાનું, ચાર મહિના મારે ન્યા, ચાર મહિના વચલા ને ન્યા ને ચાર મહિના નાનકા ને ન્યા રેશે "
*બાકી ના બે છોકરા -* હા ઠીક છે... હાલશે અમારે..

*સરપંચ*
" હાલો ત્યારે, ઇ પાકુ થઈ ગ્યુ,હવે ઘર જમીન ના ભાગ કરીએ !"

*મગનભાભા*
(અત્યાર હુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા.
અચાનક જોરથી રાડ પાડી બોલ્યા....)
"હેની વહેંચણી..?
"હેના ભાગ...?
"હેં..."
"ભાગ હુ પાડીશ, વહેંચણી હું,તમારો બાપ કરીશ,
આ ત્રણેયે પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે.."
"ચાર ચાર મહિના ની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું,
અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ...."

*"સંપત્તિનો માલિક હું છું "*

ત્રણેય છોકરાઓ અને પંચની બોલતી બંદ થઈ ગઈ, મગનભાભા ની વહેંચણીની નવી ભાતની  રીત હામ્ભળીને ઘણા ગલઢેરાઓની આંખ્યું પણ ખુલી .

 *આને કેવાય નિર્ણય..*

*વહેંચણી છોકરાઓએ નહિ,*
*માબાપ એ કરવી...*

🙏 🙏

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી