Wednesday, April 29, 2020

Rishi Kapoor Death: बॉलीवुड एक्टर ऋषि कपूर का 67 साल की उम्र में निधन, कैंसर से थे पीड़ित

 2 years तक ल्यूकेमिया से जूझने के बाद गुरुवार सुबह पौने नौ बजे बॉलीवुड एक्टर ऋषि कपूर का निधन हो गया है। बुधवार रात सांस लेने में परेशानी के कारण ऋषि कपूर को एचएन रिलायंस फाउंडेशन हॉस्पिटल में भर्ती कराया गया था, जहां उन्होंने आखिरी सांस ली। सुबह में अमिताभ बच्चन ने ट्वीट कर जानकारी दी कि ऋषि कपूर का निधन हो गया है और इस खबर से मैं टूट चुका हूं।  ऋषि कपूर के भाई रणधीर कपूर ने भी कहा कि ऋषि हमारे बीच नहीं रहे।

શ્રદ્ધાંજલિ ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન

સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન



સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

, અધ્યાતમવિદ્યાનો સાક્ષાત્કાર પામેલા પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની , 'સાત પગલાં આકાશમાં' ના જનક , કંઈ કેટલાયના માં ઈશા, કુન્દનિકા કાપડિયા  'પરમ સમીપે' પહોંચવા ૨૯-૪-૨૦૨૦ની ગત રાત્રીનાં અંતિમ પ્રહરે, 'પરોઢ થતાં પહેલાં'  પ્રયાણ કર્યું. સદગતના સ્મૃતિ શેષ પૂણ્યાત્માને ભાવવંદના.



Monday, April 6, 2020

પિતાને નતકલમે શ્રદ્ધાંજલિ - પૂર્વી અરજણભાઈ લુહાર



પિતાને નતકલમે શ્રદ્ધાંજલિ
     - પૂર્વી અરજણભાઈ લુહાર
                કુંકાવાવ


મારી મીઠી સુગંધનો માળો
કોણે લપડાક મારી પિંખી નાખ્યો

મારા ખમતીધર ખોરડાનો મોભ
તેના શ્વાસનો ઠલવી લીધો ઓઘ

મૂંગી સંવેદનાઓ હવે ખુણો પાળશે
પાણીયારાની પ્યાશ કોણ બુઝાવશે

મને આંગળી પકડી વિશ્વ બતાવ્યું
એને મોતની ગરકમાં કોણે ધકેલ્યુ

મારા પુસ્તક વાંચનની પ્રેરણા
હૃદયને તારી હજુય અન્વેષણા

સર્વ મહાન આત્મા હું બડભાગી
તવ વાત્સલ્યએ ઝાઝું પલળી

 નહીં દૂર તું અહીં -અહીં ને અહીં
તવ એકેક ઉપદેશે શ્વસે હજું અહીં

પૂર્વી લુહાર કરે નતકલમે આરતી
હે. અર્જન ધન છે તારી જિવન આરસી


મહાવીર જ્યંતી


આજે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર
ભગવાન મહાવીરની જયંતી.


ભગવાન મહાવીરના જીવના પાંચ અગત્યના પ્રસંગો ‘પાંચ કલ્યાણક’ કહેવાય.

પ્રસંગ પહેલો તો તેઓ માતાની કૂખમાં આવ્યા એ,
બીજો જન્મ પામ્યા એ,
 ત્રીજો તેમનો સંસાર છોડવાનો પ્રસંગ,
ચોથો દિવ્ય જ્ઞાન મેળવ્યાનો પ્રસંગ
પાંચમો મોક્ષ પામ્યાનો પ્રસંગ.


ભગવાન મહાવીરે બતાવેલા સુખ પ્રાપ્તિના છ માર્ગ:
 અહિંસા, દયા, સદાચાર, સંયમ, ત્યાગ, પરોપકાર.

મહાવીર અને બુદ્ધ બંને સમકાલીન. બંને ક્ષત્રિય. બંનેએ જાતિવાદ, હિંસા, આક્રોશનો તીવ્ર વિરોધ કર્યો. બંનેએ પ્રેમ, કરૂણા, સંયમ, અહિંસા, બીજાને મદદરૂપ થવાનો સંદેશ આપ્યો.

વીર બનવું સરળ છે, મહાવીર બનવું સૌથી દુષ્કર. વીરે બીજાને જીતવાનો હોય છે, એ બહું અઘરું નથી હોતું.
 મહાવીર એ જ બની શકે જે 'સ્વ' પર વિજયી થાય. 'સ્વ' પર બહુ ઓછા વિજય મેળવી શક્યા. મહાવીરનું જીવન વીરમાંથી મહાવીર બનવાનો સંદેશ આપે છે.

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...