Monday, April 6, 2020

પિતાને નતકલમે શ્રદ્ધાંજલિ - પૂર્વી અરજણભાઈ લુહાર



પિતાને નતકલમે શ્રદ્ધાંજલિ
     - પૂર્વી અરજણભાઈ લુહાર
                કુંકાવાવ


મારી મીઠી સુગંધનો માળો
કોણે લપડાક મારી પિંખી નાખ્યો

મારા ખમતીધર ખોરડાનો મોભ
તેના શ્વાસનો ઠલવી લીધો ઓઘ

મૂંગી સંવેદનાઓ હવે ખુણો પાળશે
પાણીયારાની પ્યાશ કોણ બુઝાવશે

મને આંગળી પકડી વિશ્વ બતાવ્યું
એને મોતની ગરકમાં કોણે ધકેલ્યુ

મારા પુસ્તક વાંચનની પ્રેરણા
હૃદયને તારી હજુય અન્વેષણા

સર્વ મહાન આત્મા હું બડભાગી
તવ વાત્સલ્યએ ઝાઝું પલળી

 નહીં દૂર તું અહીં -અહીં ને અહીં
તવ એકેક ઉપદેશે શ્વસે હજું અહીં

પૂર્વી લુહાર કરે નતકલમે આરતી
હે. અર્જન ધન છે તારી જિવન આરસી


2 comments:

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...