Monday, April 6, 2020

મહાવીર જ્યંતી


આજે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર
ભગવાન મહાવીરની જયંતી.


ભગવાન મહાવીરના જીવના પાંચ અગત્યના પ્રસંગો ‘પાંચ કલ્યાણક’ કહેવાય.

પ્રસંગ પહેલો તો તેઓ માતાની કૂખમાં આવ્યા એ,
બીજો જન્મ પામ્યા એ,
 ત્રીજો તેમનો સંસાર છોડવાનો પ્રસંગ,
ચોથો દિવ્ય જ્ઞાન મેળવ્યાનો પ્રસંગ
પાંચમો મોક્ષ પામ્યાનો પ્રસંગ.


ભગવાન મહાવીરે બતાવેલા સુખ પ્રાપ્તિના છ માર્ગ:
 અહિંસા, દયા, સદાચાર, સંયમ, ત્યાગ, પરોપકાર.

મહાવીર અને બુદ્ધ બંને સમકાલીન. બંને ક્ષત્રિય. બંનેએ જાતિવાદ, હિંસા, આક્રોશનો તીવ્ર વિરોધ કર્યો. બંનેએ પ્રેમ, કરૂણા, સંયમ, અહિંસા, બીજાને મદદરૂપ થવાનો સંદેશ આપ્યો.

વીર બનવું સરળ છે, મહાવીર બનવું સૌથી દુષ્કર. વીરે બીજાને જીતવાનો હોય છે, એ બહું અઘરું નથી હોતું.
 મહાવીર એ જ બની શકે જે 'સ્વ' પર વિજયી થાય. 'સ્વ' પર બહુ ઓછા વિજય મેળવી શક્યા. મહાવીરનું જીવન વીરમાંથી મહાવીર બનવાનો સંદેશ આપે છે.

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી