Sunday, August 23, 2020

અદ્દભુત તાન્કા બહેતરીન વિવરણ

 



 ગણેશ ચતુર્થી મંગલ દિન. સર્જક આ તાન્કામાં શુભત્વનો મહિમા મંડિત કરતા આપણી વૈદિક ધર્મ પરંપરાના પ્રતિક લઈ આવે છે.અક્ષત

એટલે કે ચોખા અને કંકુ દ્વારા મંગલ કાર્યમાં તિલકવિધિ કરી પ્રારંભ કરાય છે..શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સોપારી એ કોઈ પણ દેવના પ્રતિકરૂપ ગણી તેની પૂજાવીધી થાય છે.

પણ કવિતાને અહીંથી વળાંક મળે છે.અહીં કોઈ દેવી દેવતા નહીં પણ પોતાની જાતને સોપારી કરી છે. કંકુ ચોખા, તિલક, સોપારી આ સર્વ દ્વારા પોતાની જાતને નાયક/નાયિકા સ્થાપિત કરી એક વિશેષ પર લઈ જાય છે કે મારામાં સ્થાપ તું પ્રેમના શ્રી ગણેશ....

વૈદિક કર્મકાંડના પ્રતિકો, લઈ કોઈ શુભકાર્ય નો માહોલ રચી એકદમ ધાર્મિકપણું ન લઈ આવતા પ્રેમના શ્રીગણેશને સ્થાપ...! પ્રેમ એ પરમતત્વને પામવાની પ્રથમ શરત છે.આકારી યા નિરાકારી પરમ ચેતના, ઈશ્વરીય શક્તિ સ્વરૂપમાં એકરૂપ થવું હોય, જીવનમાંથી બહાર નીકળી જીવનમુકતેશ્વરના શરણમાં જવું હોય તો પ્રેમસાધના ઉત્તમ ગણી શકાય. અહીં તમને  શબરી, મીરા, વગેરેના નામસ્મરણ થાય.જાતને પ્રેમ કરો, આસપાસની સૃષ્ટિને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો.પ્રેમમાં શુભત્વ ઉમેરો.અત્ર તત્ર સર્વત્ર શુભ હી શુભ...

પ્રેમ એટલે સ્થૂળ વાસનાઓથી ઉપર ઊઠીને જે પરમ શુભની નજીક જવાય તે સંદર્ભમાં જો જવું હોય તો પ્રસ્તુત તાન્કામાં જે શુભકાર્યના પ્રતિકો અને ગણેશજીની સ્થાપના સાથેનું સાયુજ્ય રચવામાં આવ્યું છે તે સર્જકતાની એક ઊંચાઈ ને સ્પર્શી જાય છે...


--- પરેશ મહેતા

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી