વાસંતી વધામણાં...
વસંત પંચમીની શુભકામનાઓ...
હવે કપરો સમય નબળો પડ્યો છે..પણ તો ય ચેતતા નર સુખી..છેલ્લા એકાદ વર્ષથી આપણી સા હિત્યિક પ્રવૃત્તિઓ સ્થગિત છે.. ઓનલાઇન સહું સંપર્કમાં ખરા પણ ઓફ line મળવાની ને સાહિત્ય ગોષ્ઠિ એક આખો અલગ માહોલ છે..મજા છે....
એક રાજીપો વહેંચવો છે ને એ નિમિત્તે સાહિત્ય ગોષ્ઠિ નું ગરિમાપૂર્ણ આયોજન વિચારાધીન છે..ને એમાં આપણે આગળ વધી રહ્યા છીએ.
છેલ્લાં ત્રણ ચાર દસકાથી સતત ..ગુજરાતી સાહિત્યને વિશેષ..અલગ મિજાજની ગઝલોથી જે સમૃદ્ધ કરી રહ્યા છે તેવા આપણાં જિલ્લાના પ્રથમ હરોળના ગુજરાતી ગઝલકાર ભરત વિંઝુડા..તેમના પ્રકાશિત નવ ગઝલસંગ્રહ નો એક સંગ્રહ એટલે કે " ભરતકામ " તાજેતરમાં પ્રકાશિત થયો..ચાર દાયકાની તેમની સર્જકતનાં વિવિધ પડાવ..એની ગઝલિયતનું બારીક નકશીકામ.અલગ જ ભાવ..સીધી.. સાદી સરળ ભાષામાં વાસ્તવની વાત.. સુફિયાના અંદાઝ..
અમરેલીમાં રમેશ પારેખ પછી સમ્રગ કવિતાનો ગ્રંથ લઈને કવિ ભરત વિંઝુડા આવ્યા છે ત્યારે આપણે સહુ અમરેલી જિલ્લાના સાહિત્યપ્રેમીઓ તેમના વાસંતી વધામણાં કરીએ છીએ..
ટુંક સમયમાં " ભરતકામ" નિમિત્તે અમરેલીમાં ભાવવાહી..ગરીમાયુક્ત..ઉપક્રમ..સાહિત્ય..કાવ્ય ગોષ્ઠિ આયોજિત થઈ રહી છે..જેમાં કવિ ભરત વિંઝુડા ના કવિકર્મ..આસ્વાદ..ગઝલકાર અંગે દસ્તાવેજી દૃશ્ય શ્રવ્ય પ્રસ્તુતિ..કાવ્યપાઠ..વગેરે..વગેરે..હેતુ વગરનું હેત..
આ ઉપક્રમ નિમિત્તે આપ સહુનો સહકાર...માર્ગદર્શન.. તન મન ધન થી સહકાર આવકાર્ય છે..
પ્રાથમિક સંકલનના ભાગરૂપે વાત મૂકી છે..
વિશેષ મળતાં રહીશું..સંપર્કમાં રહીશું..આયોજિત વાત શેર કરતો રહીશ..
પરેશ મહેતા...અમરેલી
મો..97235 38957
No comments:
Post a Comment