Thursday, May 16, 2024

#બેઠા છો ને?

 






#બેઠા છો ને?

મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી 

હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો,

ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી 

પ્રકૃતિને તમે કચકડે મઢી બેઠા છો, 

રોંઢે તાળી પડતી ને ભેળાં થતા ઝૂમખાં 

હાલ ટેરવે ભૂતાવળની જમાત લઈ બેઠા છો, 

શીળી શાતા રોટલો માખણ ને છાશમાં

પીઝા બર્ગર હોટડેણ લઈને બેઠા છો,

ધુળમાં માથું મારી હું છિકોટા નાખું છું

તમે તો ઑકિસજન ગીરવે લઈને બેઠા છો,

ને ક્યાં હવે કોઈને કઈ કહેવું છે પૂર્વી

અહિં કોઇ કોઇને કઈ ના કહે એ રાહે બેઠા છો.

                                   - પૂર્વી લુહાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...