Thursday, January 10, 2019

બાળગીત

ગુજરાતી મારી માઁ,ને હિંદી છે મારી માસી,
હું તો ગરવો ગુજરાતી ને હું  છું હિંદ વાસી .

             એક્ડે  એક  ને  વન
                         કહેવું  મને  ના  ફાવે
            એક્ડા  પછી  તો
                    હસતો ગાતો બગડો આવે

ક કબૂતરનો ક, ક કલમનો ક મારે મન કાશી,
ગુજરાતી મારી માઁ, ને  હિંદી  છે મારી માસી.

            કેવી ટહુકા કરતી  કોયલ
                                 આંબા  ડાળે ઝુલે!
            હિંદી, ગુજરાતી  બોલીને
                       મારી છાતી ગજ ગજ ફૂલે.

કાગળ, કલમ ને કવિની એક જ છે તો રાશિ
ગુજરાતી મારી માઁ, ને હિંદી છે મારી માસી,

             'જલ',  એ, બી, સી, ડી  નો
                               ના  થાતો  તું  દાસ,
              ક, ખ, ગ, ને  ઘ પર
                               કરજે  પૂરેપૂરો  વિશ્વાસ.

અંગ્રેજી તો કાના માતર વગરની છે એક દાસી
ગુજરાતી મારી માઁ, ને હિંદી  છે મારી માસી,

કવિ જલરૂપ

Monday, January 7, 2019

Good morning





દુનિયામાં સૌથી સારું પુસ્તક આપણી પોતાની જાત છે
 પોતાને સમજી લેવાથી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે..!!!

💐 💐 !! શુભ સવાર !! 💐💐

રમત:૩૦

💐💐💐💐💐💐

વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

નીચે આપવામાં આવેલા શબ્દો વાંચો. જેમાં શબ્દ
આગળથી કે પાછળથી વાંચશો કોઈ ફેરફાર જણાશે નહી.

ઉદાહરણ:

૧.લાબેલા
૨.જા રે જા
૩.માં તે માં
૪.ના રે ના
૫.નમન


હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ એવા શબ્દો કે વાક્યો લખવાના છે જે વાંચવાથી આગળ અને પાછળથી સરખુજ વાચન થાય.

     🙏🏻આભાર🙏🏻

રમત:૨૯

💐💐🌴🌴🌴💐💐

વિદ્યાર્થી મિત્રો,નમસ્કાર🙏🏻


આપવામાં આવેલ અક્ષરો પરથી શબ્દો પૂર્ણ કરો.👇🏻


ઉદાહરણ:
૧,--જ--.....….નજમ
૨,--ફ--બ.......આફતાબ
૩,--જ--ત.......ગુજરાત
૪,--ર--મ.........સરગમ
૫,--ભ............આભ



વિદ્યાર્થી મિત્રો હવે નીચેના અધૂરા શબ્દોને તમારે પૂર્ણ કરવાના છે.👇🏻

૧.જ--ત.,
૨.--ર--,
૩.આ--શ,
૪.--ગ--,
૫.સ--ગ--.
    આભાર ...........🙏🏻🙏🏻🙏🏻

રમત:૨૮

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર.

આજે આપણે રવાનુકારી શબ્દો વિશે વાત કરીએ.
રવ એટલે અવાજ જે શબ્દથી અવાજ નો અનુભવ થાય તે શબ્દ રવાનુકારી શબ્દ છે.

ઉદાહરણ
તબડક તબડક
મિત્રો આ શબ્દો થી આપણને ખ્યાલ આવે છે કે તબડક તબડક અવાજ ની વાત થઈ છે.

અન્ય ઉદાહરણ...    
ખળખળ
ઠકઠક
ટકટક.
ધબધબ.
છનછન.

વિદ્યાર્થી મિત્રો હવે તમારે આવા ૧૦ રવાનુકારી શબ્દો લખવાના છે.

આભાર......

Sunday, December 30, 2018

રમત-૨૭

વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.
નિચે આપવામાં આવેલ શબ્દ પરથી પાંચ વાક્યો બનાવો.
                       
          *કલરવ*

૧.પંખીઓ કલરવ કરે છે.
૨.પંખીઓનો કલરવ મધુર હોય છે.
૩.પક્ષીઓનો સમુહમાં કલરવ વાતાવરણને પ્રફુલ્લિત કરે છે.
૪.સાંજે માળા તરફ પરત ફરતા પક્ષીઓ કલરવ કરે છે.
૫.મને પક્ષીઓનો કલરવ ખુબ ગમે છે.

રમત:૨૬






વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.
નિચે આપવામાં આવેલ શબ્દના દરેક અક્ષર પરથી શબ્દ બનાવો ત્યારબાદ
 તે શબ્દનાં દરેક અંતિમ અક્ષર પરથી એક શબ્દ બનાવો.
             ગુજરાત
             
         ગુ-ગુલાબ-બકરી,
         જ-જલ-લખોટી,
          રા-રાજ-જમવું,
          ત-તરવું-વુલર.
       ************* આભાર..............
                

2026 sem. 2 time table

 2026 sem. 2 time table