Thursday, January 10, 2019

બાળગીત

ગુજરાતી મારી માઁ,ને હિંદી છે મારી માસી,
હું તો ગરવો ગુજરાતી ને હું  છું હિંદ વાસી .

             એક્ડે  એક  ને  વન
                         કહેવું  મને  ના  ફાવે
            એક્ડા  પછી  તો
                    હસતો ગાતો બગડો આવે

ક કબૂતરનો ક, ક કલમનો ક મારે મન કાશી,
ગુજરાતી મારી માઁ, ને  હિંદી  છે મારી માસી.

            કેવી ટહુકા કરતી  કોયલ
                                 આંબા  ડાળે ઝુલે!
            હિંદી, ગુજરાતી  બોલીને
                       મારી છાતી ગજ ગજ ફૂલે.

કાગળ, કલમ ને કવિની એક જ છે તો રાશિ
ગુજરાતી મારી માઁ, ને હિંદી છે મારી માસી,

             'જલ',  એ, બી, સી, ડી  નો
                               ના  થાતો  તું  દાસ,
              ક, ખ, ગ, ને  ઘ પર
                               કરજે  પૂરેપૂરો  વિશ્વાસ.

અંગ્રેજી તો કાના માતર વગરની છે એક દાસી
ગુજરાતી મારી માઁ, ને હિંદી  છે મારી માસી,

કવિ જલરૂપ

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...