Sunday, July 21, 2019

ઉમાશંકર જોશી જન્મદિન.૨૧/૭/૨૦૧૯

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
– ઉમાશંકર જોષી

જન્મદિને સાદર વંદના
21/7/2019

Friday, April 5, 2019

"ઢોલ"-વિશે જાણો.


.ઢોલના પ્રકાારો

  (૧)ચમવાો ઢોલ,
 (૨) નિવયો ઢોલ (સામૈયાનો ઢોલ),
 (૩) ઝોરી ઢોલ
(૪) ઢહલાનો ઢોલ (માંાનો ઢોલ) ,
(૫) ઢમસિળયો ઢોલ – હોળી, ગોર, મેંળામા          વગાડાય,
(૬) વારી ઢોલ – કોઈના મૃત્યું પ્રસંગે, ‘સરતરા’(ચઢાઈ) સમયે, સરકારી અમલદારના આગમન સમયે વગાડાય,.
ઢોલની બનાવટ:
ઢોલ બનાવવા ‘સવણ’ના થડને ગોળાકાર કોરી બન બાજ બકરાના ચામડાથી મઢે છે.
                                                -સંકલન:પૂર્વી લુહાર.

Thursday, April 4, 2019

સમતા દિન બાબુ, જગજીવન રામજી જન્મ જ્યંતી.

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻*

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.


⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

5.april.આજનો ઈતિહાસ

આજનો ઇતિહાસ
5/4/2019

*🌊🌊• રાષ્ટ્રીય મેરીટાઇમ દિન🌊🌊*

– ૫ એપ્રિલ ઈ.સ. ૧૯૧૯ના રોજ ‘ધ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લી.નું પ્રથમ સમુદ્રી જહાજ ‘એસ એસ લોયલટી’એ યુનાઇટેડ કિંગડમની મુસાફરી કરી.
– તે સમયે સામુદ્રિક રસ્તાનું નિયંત્રણ બ્રિટિશ રાજ હેઠળ હતું.

*🔑🗝🚪ગાંધીજી ૫ એપ્રિલ ૧૯૧૫ હરદ્વારના કુંભમેળામાં ગયા.*

*🤺🤸‍♂🏋‍♂🏋‍♀૫ એપ્રિલ ૧૮૯૬ – પ્રથમ મોર્ડન ઓલમ્પિક રમતની શરૂઆત એથેન્સમાં થઇ .*

*⛳️⛳️⛳️૫ એપ્રિલ ૧૯૩૦ – ગાંધીજી મીઠાના સત્યાગ્રહ કરવા દાંડી પહોંચ્યા .*

*🌊🌊❄️❄️૫ એપ્રિલ ૧૯૬૧ – વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો .*

*🚗🚗🚗૫ એપ્રિલ ૧૯૬૪ – સૌ પ્રથમ ડ્રાયવર વગરની ટ્રેન લંડનમાં અંડર ગ્રાઉન્ડમાં શરુ કરાઈ .*

*🏮🏮🏮૫ એપ્રિલ ૧૯૬૫ – યુ એસમાં નેવાડામાં ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો .*

💐💐૫ એપ્રિલ ૧૯૯૩ – બોલીવુડ હિરોઈન દિવ્યા ભારતીનું અવસાન થયું .

*🎯👉૧૭૨૨ - ડચ અન્વેષક 'જેકબ રોગ્ગવીને'(Jacob Roggeveen) ઇસ્ટર ટાપુ (Easter Island) શોધી કાઢ્યો.*


*૧૯૫૭ 🔰💠ભારતમાં, સામ્યવાદીઓ, કેરળમાં પ્રથમ વખત ચુંટાઇ આવ્યા અને🔰💠'ઇ.એમ.એસ.નામ્બૂદ્રિપાદ' તેમનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.*

🔰🔰🔰જન્મ🔰🔰🔰

*🎯👉૧૮૫૬ - બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (અ. ૧૯૧૫)*

*🎯🔰💠૧૯૦૮ - જગજીવન રામ, ભારતીય રાજનેતા (અ. ૧૯૮૬)*

*🎯👉૧૯૦૯ - 'આલ્બર્ટ આર.બ્રોકોલિ'(Albert R. Broccoli), અમેરિકન ચલચિત્ર (અ. ૧૯૯૬).(જેમ્સ બોન્ડ શ્રેણી).*

*🙏🎯૧૯૧૬ - ગ્રેગરી પેક (Gregory Peck), અમેરિકનચલચિત્ર અભિનેતા (અ. ૨૦૦૩)*

*🔰💠૧૯૨૦ - રફિક ઝકરિયા (Rafique Zakaria), ભારતીય લેખક (અ. ૨૦૦૫)*

*🎯👉૧૯૭૭ - તેજસ્ શિશાગિયા પત્રકાર્ રાજ્કોત્ નો જન્મ દિવસ્*

🔰🔰અવસાન🔰🔰🔰🔰

*🎯💠👉૨૦૦૭ - લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (જ.૧૯૦૮
*🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻*

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.


⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

 ગુજરાતી મેળો માંથી સાભાર

Thursday, March 28, 2019

ઉનાળામાં સ્વાસ્થ્ય રક્ષા કરો.

ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*

તો ઓળખી લો:-
કલિંગર              - ઠંડું
સફરજન            - ઠંડું
ચીકુ                   - ઠંડું
લિંબુ                  - ઠંડું
કાંદા                  - ઠંડા
કાકડી                - ઠંડી
પાલક                - ઠંડી
કાચા ટમેટાં         - ઠંડા
ગાજર               - ઠંડા
મૂળા                  -ઠંડા
કોબીજ             - ઠંડી
કોથમીર             - ઠંડી
ફુદીનો               - ઠંડો
ભીંડો                - ઠંડો
સરગવો બાફેલો  - ઠંડો
બીટ                 - ઠંડુ
એલચી             - ઠંડી
વરિયાળી          - ઠંડી
આદુ                - ઠંડું
દાડમ               - ઠંડું
શેરડી રસ       - ઠંડો(વિના બરફ)
સંતરા              - ગરમ
કેરી ખાકટી        - ગરમ
બટાકા             - ગરમ
કારેલા             - ગરમ
મરચું               - ગરમ
મકાઈ              - ગરમ
મેથી                - ગરમ
રિંગણા            - ગરમ
ગુવાર              - ગરમ
પપૈયુ               - ગરમ
અનાનસ          - ગરમ
મધ                 - ગરમ
લીલું નારિયેળ   - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત           - ઠંડું
મીઠું                - ઠંડું
મગનીદાળ       - ઠંડી
તુવેરદાળ         - ગરમ
ચણાદાળ        - ગરમ
ગોળ              - ગરમ
તલ                - ગરમ
બાજરી          - ગરમ
નાચણી          - ગરમ
હળદર           - ગરમ
ચહા              - ગરમ
કૉફી              - ઠંડી
જુવાર           - ઠંડી
પનીર             - ગરમ
સૉફ્ટડ્રીંક        - ગરમ
કાજુ બદામ     - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા       - ગરમ
આઇસક્રીમ    - ગરમ
શિખંડ           - ગરમ
ફ્રીજનું પાણી   - ગરમ
માટલાનું પાણી  - ઠંડું
ભાંગ              - ઠંડી
તુલસી            - ઠંડી
નીરો               - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા        - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ      - અતિ ઠંડું
દહીંછાશ       - ઠંડા(વિના બરફ)
ઘી દુધ          - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
*કાકડી,* - તબિયત કરે ફાંકડી

*બીટ* - શરીરને રાખે ફિટ

*ગાજર* - તંદુરસ્તી હાજર

*મગ* - સારા ચાલે પગ

*મેગી* - ખરાબ કરે લેંગી

*ઘઉં* - વજન વધારે બહુ

*ભાત* - બુદ્ધિને આપે સાથ

*સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા

 *દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

*ખજૂર* - શક્તિ હાજરાહજૂર

*દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ

*જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું

*જામફળ* - એટલે મજાનું ફળ

*નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી* - કરે લોહીની શુદ્ધિ

*કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા

*તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ

 *કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો

*આદુ* - નો જાદુ

*ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ

*મધ* - દુઃખોનો કરે વધ

*ગુટખા* - બીમારીના ઝટકા

*શરાબ* - જીવન કરે ખરાબ

*ઈંડુ* - તબિયતનું મીંડું

*દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ* -  પછી થાય હાશ

*હરડે* - બધા રોગને મરડે

*ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી

 *સંચળ* - શરીર રાખે ચંચળ

*મકાઈના રોટલા* - શક્તિના પોટલા

*ભજીયા* - કરે પેટના કજિયા

*રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી

*પાઉને પીઝા* - બીમારીના વિઝા

 *દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો


Wednesday, March 27, 2019

સરકારી શાળા ઉત્તમ શાળા

આપના બાળકને સરકારી શાળામાં પ્રવેશ અપાવો બિનજરૂરી ખર્ચાથી બચો.

સરકારી શાળા ઉત્તમ શાળા

*श्लोकः*
*निःशुल्कशिक्षापि च पुस्तकानि*
             *मध्याह्नभोजः खलु छात्रवृत्तिः।*
*आचार्यवर्गो       बहुशिक्षितश्च*
               *विद्यालये प्रेषय दर्शनीये ।।*

     *भावार्थ -:*
      यहां निःशुल्क शिक्षा दी जाती है ।पुस्तकें भी मुफ्त दी जाती हैं।मध्याह्न भोजन दिया जाता है ।छात्रवृत्ति भी दी जाती है ।यहां के अध्यापक सुशिक्षित है ।इसलिए यदि अपने बच्चे का भला चाहते हो तो  सरकारी स्कूलों मे ही दाखिल कराओ ।

Tuesday, March 26, 2019

"બરફ"-ઉનાળો આવી ગયો છે જાણો બરફના ફાયદા.


*બરફના ફાયદાઓ જાણો*

*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !

*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!

*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !

*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !

*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !

*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !

*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !


*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !

2026 sem. 2 time table

 2026 sem. 2 time table