શ્રદ્ધાંજલિ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ"
જન્મ : ૧૨-૧૨-૧૮૯૨
અવસાન : ૧૦-૦૩-૧૯૬૫
ગુજરાતી સાહિત્યમાં ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપનાર
' ધૂમકેતુ' નું સાહિત્ય આજે પણ ખૂબ લોકપ્રિય છે.
પોતાના પ્રથમ પુસ્તકથી જ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે લોકોના મનમાં ઘર કરી ગયેલા ગૌરીશંકર જોશી " ધૂમકેતુ" નો જન્મ સૌરાષ્ટ્રનાં વિરપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેદાવાળ બ્રાહ્મણનાં ખોરડે થયો હતો.તેમણે અનેક હ્દયસ્પર્શી ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી છે.તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ
' તણખામંડળ' નો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારથી જ સાહિત્યાકાશમાં તેઓ તેજ સૂર્યની જેમ પ્રકાશી ઉઠ્યા અને
' ધૂમકેતુ' ના ઉપનામથી પ્રસિદ્ધ થય ગયા.ધૂમકેતુ રંગદર્શી પ્રક્રુતિના સર્જક છે,પરિણામે લાગણી નિરૂપણ,વેગ,કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે.એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે.લોકબોલીનો લહેકો,કાવ્યમય અલઁકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય અને સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે.કટાક્ષ અને હાસ્યનો પણ એમાં ક્યારેક ઉપયોગ થયો છે.એમણે વિવિધ સાહિત્ય સર્જન કર્યુ,પણ વાર્તાકાર તરીકે ગૌરીશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં માનભર્યુ સ્થાન પામ્યા છે.
No comments:
Post a Comment