Wednesday, March 20, 2019

આજનું સામાન્ય જ્ઞાન

કરન્ટ અફેર્સ તા. ૨૦/૦૩/૨૦૧૯
દિન વિશેષ
20 માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઊજવવામાં આવે છે
➡ ચકલી એ દિલ્હીના રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો ધરાવે છે.
➡ દિવસે દિવસે ચકલીનું પ્રમાણ ઘટતું જાય છે તે ન ઘટે તેના માર્ગદર્શન માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
➡ ચકલી ઓછી થવાનાં કારણો જેમ કે, માળા બાંધવાની જગ્યાનો અભાવ, માળો બાંધવાનાં સંસાધનોની ઉણપ, મોબાઇલ ટાવરોનું રેડીએશન, રાસાયણિક ખાતરો, વાહનોથી પ્રદૂષિત વાતાવરણ, આધુનિક બાંધકામ જેવાં કારણો જવાબદાર છે.
➡ 20 માર્ચ 2010ના દિવસથી વિશ્વ ચકલી દિવસની શરૂઆત થઈ હતી.
➡ આ 20 માર્ચને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઊજવવામાં આવી.
➡ ચકલી બચાવવા આપણા મકાનની આસપાસ ચકલીઓ માળાઓ બનાવી શકે તેવું વાતાવરણ નિર્માણ કરીએ.
20 માર્ચ ખુશવંતસિંહનો નિર્વાણ દિવસ
➡ જન્મ:15 ઑગસ્ટ, 1915, હડલી, પંજાબ, પાકિસ્તાનમાં.
➡ 1947માં બ્રિટીશ સામ્રાજ્યથી ભારતની સ્વતંત્રતા પર ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા.
➡ તેમને 1951માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
➡ 1980-1986 સુધી રાજ્યસભામાં સાંસદ રહ્યા હતા.
➡ ખુશવંતસિંહને 1974માં પદ્મભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.
➡ પરંતુ તેમણે 1984માં 'ઓપરેશન બ્લુ સ્ટારના વિરોધમાં ઍવૉર્ડ પાછો આપ્યો.
➡ 2007માં તેમને પદ્મવિભૂષણ, ભારતનો બીજો સૌથી મોટો નાગરિક ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
➡ ટ્રેન ટુ પાકિસ્તાન તેમની પ્રખ્યાત નવલકથા છે જેમાં ભારત–પાકિસ્તાનના ભાગલામાં થયેલી કત્લેઆમની વાત કરવામાં આવી છે.
➡ તેમનું છેલ્લું પુસ્તક 'ધ ગુડ' ધ બેડ એન્ડ ધ રિડિક્યુલસ' ઑક્ટોબર 2013માં પ્રકાશિત થયું હતું.
➡ 20 માર્ચ, 2014ના રોજ 98 વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા.

ગુજરાત
GTU અટલ ઇનોવેશન મિશન ઍવૉર્ડની પ્રાપ્ત રકમમાંથી ખાસ કાર્યક્રમ યોજશે
➡ ૨૨ માર્ચના રોજ આ ખાસ કાર્યક્રમ યોજાશે.
➡ GTUને અટલ ઇનોવેશન મિશન ઍવૉર્ડ નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યો છે.
➡ આ કાર્યક્રમમાં વિપ્રોમાં બે દાયકા સેવા આપનાર ટૅકનોલૉજી નિષ્ણાત વિજયકુમાર ઈવાતુરી કલામ મેમોરિયલ પર લેક્ચર આપશે.
➡ મિસાઇલ ગુરુ કલામની જન્મજયંતી પ્રસંગે ગત વર્ષે યોજવામાં આવેલ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સાયન્સ ફેસ્ટિવલમાં GTUને શ્રેષ્ઠ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિકસવા માટે બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું.
➡ આ કાર્યક્રમમાં કુલ 41 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને 1 કરોડ 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

ભારત
ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત બન્યા
➡ પ્રમોદ સાવંત ભાજપ પક્ષના ઉમેદવાર છે જેમણે ગઈકાલે મુખ્યમંત્રી તરીકેના સપથ લીધા.
➡ પ્રમોદ સાવંત શ્રી મનોહર પારિકરના અવસાન બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવશે.
➡ પ્રમોદ સાવંતને ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે શપથ લેવડાવ્યા છે.
➡ પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.
➡ મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે છે.
➡ મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે છે.

રામનાથ કોવિંદ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જવાનોને શૌર્ય પુરસ્કાર તથા વિશિષ્ટ સેવા સન્માન આપવામાં આવ્યાં.
➡ ભારતીય સેનાના સિપાહી વિજય કુમાર તથા CRPFના પ્રદીપ કુમાર પાંડાને મરણોત્તર કીર્તિચક્ર પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
➡ કાશ્મીરમાં આંતકવાદી વિરોધ કાર્યવાહીમાં બંને વીર શહીદોએ અસાધારણ શૌર્ય દાખવ્યું હતું.
➡ લેફ્ટનન્ટ જનરલ અનિલકુમાર ભટ્ટને ઉત્તમ યુદ્ધસેવા ચંદ્રકથી સન્માનિત કરાયા છે.
➡ આ પ્રસંગે નરેન્દ્ર મોદી તથા ત્રણે પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા.
➡ ભૂમિદળના વડા બિપિન રાવત છે.
➡ નૌકાદળના વડા સુનીલ લાંબા છે.
➡ વાયુદળના વડા ઍર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆ છે.
ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ દેશના લોકપાલ બન્યા છે
➡ પી.સી.ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે.
➡ લોકપાલના ગઠન માટે 8 સભ્યોની લોકપાલ શોધ સમિતિની રચના ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી.
➡ લોકપાલ અને લોકાયુક્તનું વિધાયક 2011માં રાજ્યસભા અને લોકસભામાં પસાર થયું હતું.
➡કેન્દ્ર સરકારમાં લોકપાલ અને રાજ્યસ્તરે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે.
➡ લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ આઠ સભ્ય હોય છે જેમાં 50 ટકાથી વધારે ન્યાયિક સદસ્ય હોય છે.
➡ લોકપાલની નિમણૂકને રાષ્ટ્રપતિએ બહાલી આપી છે.
➡લોકપાલના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિલીપ ભોંસલે, પી.કે મોહંતી, અભિલાષા કુમારી, એ.કે. ત્રિપાઠી વગેરે જસ્ટિસનો ટીમમાં સમાવેશ થાય છે.
➡ નોન જ્યુડિશિયલ મેમ્બરમાં ડી.કે.જૈન, અર્ચના રામ સુંદરમ, આઇ.પી.ગૌતમ વગેરેનો સમાવેશ થાય છે.
➡ હાલમાં ડી.કે.જૈન BCCIના લોકપાલ બન્યા છે.
➡ આઇ.પી.ગૌતમ હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના વડા છે.
➡ વડાપ્રધાન પણ લોકપાલના દાયરામાં લાવવામાં આવ્યા છે તેમની પણ તપાસ લોકપાલ કરી શકે.
ભારત અને શ્રીલંકા વિશે સંયુક્ત અભ્યાસ 'મિત્ર શક્તિ-6'નું આયોજન કરવામાં આવ્યું છે

No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...