Tuesday, January 28, 2020

Education innovation

“ડાકિયા ડાક લાયા....”
ડાકિયા ડાક લાયા.... લાયા ડાકિયા ડાક લાયા....
ખુશીકા પયામ લાયા......... કહિ દર્દનાક લાયા.....
ડાકિયા ડાક લાયા.... લાયા ડાકિયા ડાક લાયા....
અત્યાધુનિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી ધમધમતા યુગમાં પેલો ટપાલ લઈને આવતો ટપાલી ભુલાતો જાય છે, એવિજ રીતે ભુલાતી જાય છે ટપાલ.પત્ર લેખન વિસરાતું જાય છે. હાલના યુગમાં જન્મદિનની શુભકામનાઓ, નવા વર્ષની શુભકામનાઓ,કંકોત્રીથી માંડીને અશુભ સમાચારની જાણ વોટ્સએપ કે ઈમેલથી થતી જોવા મળે છે. અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર રાજુલામાં આવેલી મારી વડનગર – 1 પ્રાથમિક શાળામાં હું ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છુ. ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષણ અંતર્ગત સ્વતંત્ર લેખનના વિભાગમાં પત્ર લેખન શીખવવાનું થયું. જાણવા મળ્યું કે બાળકોને પત્ર લખવામાં રસ ઓછો છે. પરીક્ષામાં,સામયિક મૂલ્યાંકન કસોટીમાં ફરજિયાત લખવાના થતાં પત્રોમાં સરનામું, સંબોધન, વિષય માહિતી, સમાપન વગેરેમા અભાવ જોવા મળ્યો. માટે પત્ર લેખનનું માળખું સમજાવવાનું અને પત્ર લેખન પોસ્ટઓફિસ વિષે જાણકારી આપવાનો મે નિશ્ચય કર્યો.
પત્ર લેખન વિશે સમજાવવા માટે સૌપ્રથમ મે રજા માંગણી પત્રક – રજા ચિઠ્ઠી, જન્મ દિન ની શુભેચ્છા આપતો મિત્ર ને પત્ર, પ્રવાસની મંજૂરી માંગતો પિતાને પત્ર અને શેરી કે મહોલ્લામાં થયેલ ગંદકી નિવારણ અંગેનો નગરપાલિકાના પ્રમુખને પત્ર લખાવીને નિદાનાત્મક કાર્ય કર્યું. આ પત્રો મે કોઈ પણ માહિતી આપ્યા વગર લખાવ્યા હતા. આ નિદાનાત્મક કાર્યની ચકાસણી કરતા મને જાણવા મળ્યું કે, વિદ્યાર્થીમાં પત્ર લેખનના માળખાની જાણકારીનો અભાવ હતો. સરનામું કેટલાકે લખેલ ન હતું તો કેટલાકને સંબોધન કે વિષય માં તક્લીફ પડતી હતી, ઘણાંએ લિખિતંગમાં જેને પત્ર લખેલ છે તેનુજ નામ લખેલ હતું માટે મે પત્ર લેખન વિશે શીખવવાનું મે શરૂ કર્યું. સૌપ્રથમ મે પત્ર લેખન અને આપણાં સંદેશા વ્યવહારના સાધનો વિશે માહિતી આપી. ત્યારબાદ મારાજ હસ્તાક્ષરમાં બોર્ડ પર માળખા મુજબ પત્ર લખીને બતાવ્યા. ત્યાર બાદ મારા લખેલા પત્રો નોટિસ બોર્ડ માં લગાવ્યા અને વિદ્યાર્થીઓને જુદા જુદા પત્રો લખવાની નિયમિત પ્રેક્ટીસ કરાવી પત્ર લેખન વિશેની વાર્તાઓ પ્રાચીન સમયથી અત્યારના સમયનાં પત્ર લેખનની માહિતી આપી. પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવીને પોસ્ટ મેનેજર પાસે થી બાળકોને રૂબરૂ પ્રશ્નોતરી કારાવવામાં આવી. પત્રો આવે તેના વિભાગ પ્રમાણે પોસ્ટમેન કઈ રીતે વહેચણી કરે છે અને આપણાં ઘર સુધી પત્ર કે ટપાલ કેમ પહોચે છે તેની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ટપાલ અને અંતર દેશીય પત્રો જાતે લખાવીને ટપાલ પેટી સુધી લઈ જઈને ટપાલ પેટીનો ઉપયોગ કરાવવામાં આવ્યો. વિવિધ ટપાલ ટિકિટ નો સંગ્રહ કરીને ટપાલ ટિકિટ સંગ્રહ બનાવવામાં આવ્યો આમ વિદ્યાર્થીઓને પત્ર લેખનની અથ થી ઈતિ સુધીની માહિતી આપવામાં આવી.
ત્યારબાદ નિદાન કસોટીમાં લખાવેલા પત્રો ફરી લખાવતા પરિણામ મળ્યું કે વિદ્યાર્થીઓએ એજ પત્રો વ્યવસ્થિત માળખા આધારિત વિષયની રજૂઆત કરીને ભાષા શુદ્ધિ સાથે લખ્યા હતા. જેની આંકડાકીય માહિતી આ મુજબ છે. ધોરણ 6 થી 8 ના કુલ 72 વિદ્યાર્થીઓએ નિદાનાત્મક કાર્યમાં લખેલા પત્રોનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 1 થી 5 ગુણ માં હતું જે ઉપચારાત્મક પછી 72 વિદ્યાર્થીઓનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 7 થી 10 ગુણમાં પ્રાપ્ત થયું. આજે વિદ્યાર્થીઓ જન્મદિન અને નવા વર્ષની શુભેચ્છા સાદી ટપાલ થી આપતા થયા છે. વિદ્યાર્થીઓ પત્ર લેખન અને પોસ્ટ ઓફિસ ને સમજી શક્યા છે. હાલ મારી શાળામાં ધોરણ 6 થી 8 ના ભાષાના વર્ગોમાં આ ઇનોવેશન ચાલુ છે.

3. આપને આ નવતર પ્રયોગ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
અમારી શ્રી વડનગર – 1 પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણ કરાવતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓમાં પત્ર લેખનની માહિતી નો અભાવ છે. જ્યારે સત્રાંત કસોટી કે સામાયિક મૂલ્યાંકન કસોટી માં ફરજિયાત લખવાના થતાં પત્રોમાં ભૂલ જોવાં મળતી હતી સરનામું, સંબોધન અને વિષયગત માહિતીનો અભાવ હતો આથી વિચાર આવ્યો કે પત્ર લેખન વ્યવસ્થિત માળખા મુજબ શીખવવું જોઈએ.

4. શૈક્ષણિક સમસ્યા (તેને લગતી આંકડાકીય અને વિસ્તૃત માહિતી પણ લખવી)
પત્ર લેખનના નિદાનાત્મક કાર્યમાં જાણવા મળ્યું કે ધોરણ 6 થી 8 ના બાળકોમાં પત્ર લેખનની માળખાકીય બાબતોમાં, પત્રના બંધારણ મૂજબ લેખનમાં ભૂલ થાય છે. એ માટે મે લખાવેલા ગુણ 10 ના પત્રો માથી નીચે મૂજબ આંકડાકીય પરિણામ મળેલ. 

નિદાનાત્મક કાર્ય કુલ 72 વિદ્યાર્થીઓમાં કરેલ  જેમાં સરેરાશ ગુણાંકન – 0 થી 5 ની વચ્ચે રહેલ હતું.
ઉપચારત્મક કાર્ય કુલ 72 વિદ્યાર્થીઓમાં કર્યા બાદ લેવામાં આવેલ કસોટીમાં સરેરાશ ગુણાંકન 7 થી 10 ની વચ્ચે મળેલ.

૧૨. પહેલા અને પછીની પરિસ્થિતિનું આંકડાકીય અને વિસ્તૃત વર્ણન

નિદાનાત્મક કાર્ય દરમિયાન મે જે પત્રો લખાવેલા તે પત્રોમાં વિદ્યાર્થીઓએ લખવામાં ભૂલ કરતાં હતા ધોરણ 6 થી 8 માં કુલ 72 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં નિદાનાત્મક કાર્ય સમયે સરેરાશ 10 ગુણ માથી મળેલ પરિણામ માં 0 થી 5 ગુણ હતા. જ્યારે પત્ર લેખન સમજાવ્યા બાદ સતત પ્રકટીસ બાદ ઉપચારાત્મક કાર્ય બાદના પત્ર લેખન માં 10 ગુણ માથી સરેરાશ ગુણાંકન 7 થી 10 ગુણમાં જોવાં મળ્યું છે.

૧૩. પરિણામો (આંકડાકીય અને વિસ્તૃત વર્ણન જેમાં કોષ્ટક, આલેખ વગેરે નો ઉપયોગ ઇચ્છનીય છે)

ધોરણ 6 થી 8 માં સ્વતંત્ર લેખન દરમિયાન પત્ર લેખન કરવામાં બાળકો ભૂલ કરતા હતા. ત્યારબાદ વિવિધ પત્રોનું લેખન કરાવતા, મારા હસ્તાક્ષરો વાળા પત્રોનું નોટીસબોર્ડમાં પ્રદર્શન કરતા, બ્લેકબોર્ડ પર પત્રના માળખા સહિતનું  લેખન કરતા, પોસ્ટ ઓફિસની મુલાકાત લેવડાવીને પોસ્ટમેન તેમજ પોસ્ટ મેનેજર  સાથે મુલાકાત લેવડાવીને, ટપાલ લખવીને, ટપાલ સુધી બાળકોને લઈ જઈને બાળકો જાતેજ પત્ર પોસ્ટ કરે તેવી પ્રવૃતિ કરાવતા, ટીકીટ સંગ્રહ બનાવતા, બાળકો પત્ર લેખન સમજી શક્યાં છે. હાલમાં બાળકો ભૂલ વગરના પત્રો લખેછે. પત્ર લેખન યોગ્ય માળખા મૂજબ પત્ર લખતા થયા છે. સરનામું સંબોધનમા ભૂલ નથી કરતા. માત્ર સોશિયલ મીડિયા માજ સુભેચ્છા ન આપતા બાળકો સાદી ટપાલ લખીને જન્મ દિનની તેમજ નવા વર્ષ ની સુભેચ્છા આપતા થયા છે કસોટી સમયે આવતા પત્ર લેખનમાં સારા ગુણ મેળવતા થયા છે. પોસ્ટ ઓફિસ અને પત્ર લેખનને જાણતા થયા છે. 

શ્રી વડનગર - 1 પ્રાથમિક શાળા

કુલ વિદ્યાર્થીઓની સંખ્યા
કુલ ગુણ
શરૂઆતના પત્ર લેખનમાં મળેલા સરેરાશ ગુણ
હાલના પત્ર લેખનમાં મળેલા સરેરાશ ગુણ

72
10
00 થી 05
07 થી 10

૧૫. શું આપને લાગે છે આ નવતર પ્રયોગને બીજી શાળાઓમાં કે બીજી જગ્યાએ પુનરાવર્તિત કરી શકાય છે? જો હા, તો બીજા શિક્ષક કે અધ્યાપકે એવા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?

નિદાન કસોટી લેવી.
પોસ્ટ ઓફિસની મુલાકાત લેવડાવવી.
સાદી ટપાલ લખાવીને – ટપાલ નાખવા લઈ જવા.
પત્ર માળખું સમજાવવું.

૧૬. નવતર પ્રયોગનું વર્ણન (સંપૂર્ણ પ્રક્રિયાનું મુદ્દાવાર વર્ણન)

અત્યાધુનિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી ધમધમતા યુગમાં પેલો ટપાલ લઈને આવતો ટપાલી ભુલાતો જાય છે, એવિજ રીતે ભુલાતી જાય છે ટપાલ.પત્ર લેખન વિસરાતું જાય છે. હાલના યુગમાં જન્મદિનની શુભકામનાઓ, નવા વર્ષની શુભકામનાઓ,કંકોત્રીથી માંડીને અશુભ સમાચારની જાણ વોટ્સએપ કે ઈમેલથી થતી જોવા મળે છે. અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર રાજુલામાં આવેલી મારી વડનગર – 1 પ્રાથમિક શાળામાં હું ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છુ. ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષણ અંતર્ગત સ્વતંત્ર લેખનના વિભાગમાં પત્ર લેખન શીખવવાનું થયું. જાણવા મળ્યું કે બાળકોને પત્ર લખવામાં રસ ઓછો છે. પરીક્ષામાં,સામયિક મૂલ્યાંકન કસોટીમાં ફરજિયાત લખવાના થતાં પત્રોમાં સરનામું, સંબોધન, વિષય માહિતી, સમાપન વગેરેમા અભાવ જોવા મળ્યો. માટે પત્ર લેખનનું માળખું સમજાવવાનું અને પત્ર લેખન પોસ્ટઓફિસ વિષે જાણકારી આપવાનો મે નિશ્ચય કર્યો.
પત્ર લેખન વિશે સમજાવવા માટે સૌપ્રથમ મે રજા માંગણી પત્રક – રજા ચિઠ્ઠી, જન્મ દિન ની શુભેચ્છા આપતો મિત્ર ને પત્ર, પ્રવાસની મંજૂરી માંગતો પિતાને પત્ર અને શેરી કે મહોલ્લામાં થયેલ ગંદકી નિવારણ અંગેનો નગરપાલિકાના પ્રમુખને પત્ર લખાવીને નિદાનાત્મક કાર્ય કર્યું. આ પત્રો મે કોઈ પણ માહિતી આપ્યા વગર લખાવ્યા હતા. આ નિદાનાત્મક કાર્યની ચકાસણી કરતા મને જાણવા મળ્યું કે, વિદ્યાર્થીમાં પત્ર લેખનના માળખાની જાણકારીનો અભાવ હતો. સરનામું કેટલાકે લખેલ ન હતું તો કેટલાકને સંબોધન કે વિષય માં તક્લીફ પડતી હતી, ઘણાંએ લિખિતંગમાં જેને પત્ર લખેલ છે તેનુજ નામ લખેલ હતું માટે મે પત્ર લેખન વિશે શીખવવાનું મે શરૂ કર્યું. સૌપ્રથમ મે પત્ર લેખન અને આપણાં સંદેશા વ્યવહારના સાધનો વિશે માહિતી આપી. ત્યારબાદ મારાજ હસ્તાક્ષરમાં બોર્ડ પર માળખા મુજબ પત્ર લખીને બતાવ્યા. ત્યાર બાદ મારા લખેલા પત્રો નોટિસ બોર્ડ માં લગાવ્યા અને વિદ્યાર્થીઓને જુદા જુદા પત્રો લખવાની નિયમિત પ્રેક્ટીસ કરાવી પત્ર લેખન વિશેની વાર્તાઓ પ્રાચીન સમયથી અત્યારના સમયનાં પત્ર લેખનની માહિતી આપી. પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવીને પોસ્ટ મેનેજર પાસે થી બાળકોને રૂબરૂ પ્રશ્નોતરી કારાવવામાં આવી. પત્રો આવે તેના વિભાગ પ્રમાણે પોસ્ટમેન કઈ રીતે વહેચણી કરે છે અને આપણાં ઘર સુધી પત્ર કે ટપાલ કેમ પહોચે છે તેની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ટપાલ અને અંતર દેશીય પત્રો જાતે લખાવીને ટપાલ પેટી સુધી લઈ જઈને ટપાલ પેટીનો ઉપયોગ કરાવવામાં આવ્યો. વિવિધ ટપાલ ટિકિટ નો સંગ્રહ કરીને ટપાલ ટિકિટ સંગ્રહ બનાવવામાં આવ્યો આમ વિદ્યાર્થીઓને પત્ર લેખનની અથ થી ઈતિ સુધીની માહિતી આપવામાં આવી.
ત્યારબાદ નિદાન કસોટીમાં લખાવેલા પત્રો ફરી લખાવતા પરિણામ મળ્યું કે વિદ્યાર્થીઓએ એજ પત્રો વ્યવસ્થિત માળખા આધારિત વિષયની રજૂઆત કરીને ભાષા શુદ્ધિ સાથે લખ્યા હતા. જેની આંકડાકીય માહિતી આ મુજબ છે. ધોરણ 6 થી 8 ના કુલ 72 વિદ્યાર્થીઓએ નિદાનાત્મક કાર્યમાં લખેલા પત્રોનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 1 થી 5 ગુણ માં હતું જે ઉપચારાત્મક પછી 72 વિદ્યાર્થીઓનું સરેરાશ ગુણાંકન 10 ગુણ માથી 7 થી 10 ગુણમાં પ્રાપ્ત થયું. આજે વિદ્યાર્થીઓ જન્મદિન અને નવા વર્ષની શુભેચ્છા સાદી ટપાલ થી આપતા થયા છે. વિદ્યાર્થીઓ પત્ર લેખન અને પોસ્ટ ઓફિસ ને સમજી શક્યા છે. હાલ મારી શાળામાં ધોરણ 6 થી 8 ના ભાષાના વર્ગોમાં આ ઇનોવેશન ચાલુ છે.

૧૪. વિદ્યાર્થીઓના પ્રતિભાવો (જો કોઈ હોય તો)

અમે પેલી વાર ટપાલ લખી અને ટપાલ પેટીમાં નાખી – ધોરણ 6 – જોશી દેવાંગી
પોસ્ટ મેનેજરે અમને જુદી જુદી ટપાલ ટિકિટો બતાવીને તેના વિષે માહિતી આપી – ધોરણ – 7 – જખરા મુસ્કાના
પત્ર લેખન માં હવે અમારે વધારે ગુણ આવે છે, અમને પત્ર લખતા આવડી ગયું છે. – ધોરણ – 8 – બાબરિયા વિશાલ 

ટૂંકી માહિતી

વિદ્યાર્થીઓ પત્ર લેખન વિષે શિખ્યા અને પોસ્ટ ઓફિસ ની સંપૂર્ણ કાર્ય પ્રણાલી થી અવગત થયા.

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી