Tuesday, January 28, 2020

માણસનો પરિચય આપું..........

આજે 'માણસનો પરિચય આપુ!!!!!

પોતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવા છતાં  રજેરજની ઘરની ખબર હોય એ માણસ.

પોતાનું ઓનલાઈન બુકીંગ હોય છતાં કોઈ વૃદ્ધને બસમાં  પોતાની  શીટ પર આદરથી બેસાડે એ માણસ.

નોકરીથી થાક્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય છતાં કોઈ અભણ ને એની બસનું નામ વાંચીને બેસાડેએ માણસ.

પોતે બહાર હોટેલ માં મિત્રો સાથે અવારનવાર જમતો હોય પણ ક્યારેક જન્મદિવસે અનાથ બાળકોને હોટેલમાં પોતાની સાથે જમાડે એ માણસ.

ગર્લફ્રેંડ કે મિત્રો સાથે બહાર ખર્ચા કરતો હોય પણ ક્યારેક ઘરના લોકો માટે ખર્ચ કરે એ માણસ.

માત્ર વરસાદ થી બચવા કે તડકાથી બચવાનોજ વૃક્ષ સાથે નો સબન્ધ હોય પણ ફુલછોડ વાવી ઉછેરે એ માણસ.

ફિલ્મ, નાટક, સિનેમા તો બાળકોને બતાવે પણ ક્યારેક વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરાવે એ માણસ.

પોતાની બેન, દીકરી ,પત્ની,માં નું માન તો રાખે પણ... પ્રત્યેક સ્ત્રી પરત્વે આદર રાખે એ માણસ.
                                    

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...