Tuesday, January 28, 2020

પેચ લાગી ગયો છે. કવિતા

ઓણુકી ઉત્તરાયણમાં પેચ લાગી ગયો છે,
 ઢીલ દેવાનો અવસર હવે આવી ગયો છે.

 અરે કન્નાની ને માંઝાની મૂક માથાકૂટ,
 પૂછડીયો પતંગ મારો ચગી ગયો છે.

તે  દાળિયા ને ચીકી,ખિસ્સામાં ભર્યા ?
મે તો લંગરિયો પાણો ગોતી લીધો છે.

મેચ કુંડળી થાય કે ન થાય ઓ સાજન ,
પેચ નજરૂનો અગાશીએ લાગી ગયો છે.

અરઝ એક કે ન હણાય પંખીડુ દોરીએ,
હૃદયે સુંવાળો ગાલીચો પાથરી લીધો છે.

 ઓણુકી ઉત્તરાયણમાં પેચ લાગી ગયો છે,
 ઢીલ દેવાનો અવસર હવે આવી ગયો છે.
           - પૂર્વી લુહાર

No comments:

Post a Comment

2026 sem. 2 time table

 2026 sem. 2 time table