Friday, February 21, 2020

મછવારી. ગઝલ

ગઝલ- મછવારી.

ગાગા ગાગા ગાગા ગાગા

મછવારી તે આંખ ઉલાળી
મારૂ હૈયું ચોરી લીધું

જળદેવી તે નીંદ ઉડાડી
તારું શમણું રોપી દીધું

અણિયાળી તવ આંખ છુપે ?
નેવાનાં જળ મોભે ન પૂગે .

ડાંગ માર્યા પાણી ન તૂટે
તારા તીર હૃદયન વિંધે

ઓ મત્સ્યગંધા તવ બોલે
ઓળઘોળ જગ કશુ ન તોલે

             -પૂર્વી લુહાર

ગઝલ. મોતી ગોતી લીધુ છે.. -પૂર્વી લુહાર

ગઝલ-મોતી ગોતી લીધું છે......
(ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા )

મન મરજીવાએ મોતી ગોતી લીધું છે.
હવે મુશ્કેલીને ટાટા કહી દીધું છે.

ભોણ કરેલી ભમરીની માફક વિપદાએ
ચોમાસુ થૈ પોલાણ આદરી દીધું છે.

કાળચક્રની માફક ફરતી જીવન ઘંટીમાં
મેં મહેનતનું આંધણ ઓરી દીધું છે.

કબૂતરથી વોટ્સએપ સુધી કરી યાત્રા
એણે ઇશારાથી સમજાવી દીધું છે.

વેલકમ,થેંક્યું ને સૉરી કહી શુ કરવું ?
મેતો નાઇસ ટુ મીટ યુ કહી દીધું છે.

મન મરજીવાએ મોતી ગોતી લીધું છે.
હવે મુશ્કેલીને ટાટા કહી દીધું છે.
               
                         - પૂર્વી લુહાર

Tuesday, February 18, 2020

Sister lovely photos




Vot me

https://awards.storymirror.com/author-of-the-week/gujarati/author/izdiqdql
વાંચીને મત આપો.-પૂર્વી લુહાર

Monday, February 17, 2020

પ્રેરણાત્મક વાત

*: પ્રેરણાત્મક સત્યવાત :*

મુંબઈથી બેંગ્લોર જઈ ટ્રેનમાં ટિકિટ ન હોવાને કારણે ૧૪ વરસની એક છોકરી  સીંટની નીચે છુપાઈ ગઈ હતી… ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક સીટ નીચે છુપાયલી એ યુવતી પર પડી. ટીસીએ છોકરીને કહ્યું ‘એ છોકરી ટિકિટ બતાવ !’
છોકરીએ ડરતા કહ્યું, ‘સાહેબ મારી પાસે ટિકિટ નથી…’
ટીસીંએ ગ્રુરસામાં કહ્યું, ‘તો પછી ઉતર ટ્રેન માંથી.’

‘આ છોકરીની ટિકિટ હું… આપું છું… પાછળથી એ જ / ડબ્બામાં મુસાફરી કરી રહેલી સ્ત્રીએ ટીસીને કહ્યું છોકરીની ટિકિંટના પૈસા હું આપી દઈશ.’ એ રત્રીનું નામ  ઉષા ભટ્ટચાર્ય હતું. જે પોતે એક પ્રોફેસર હતા.
ઉષાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું
‘દીકરા, તારે કયાં જવું છે ?’
છોકરીએ કહ્યું, ‘મેડમ, મને જ ખબર નથી મારે કયાં જવું છે.’ …ઉષાજીએ છોકરીને કહ્યું, ‘એક કામ કર. …તુ મારી સાથે બેંગ્લોર ચાલ.’ ઉષાજીએ ટીસીને કહ્યુ, ‘આ છોકરીની બેંગ્લોર સુધીની ટિકિટ આપી દો.

ટીસી પાસેથી ટિકિટ લીધાં પછી ઉષાજીએ પેલી છોકરીને પૂછવું, ‘તારું નામ શું છે ?’
છોકરીએ કહ્યું, ‘ચિત્રા.’
બેંગ્લોર પહોંચ્યા… પછી ઉષાજીએ ચિત્રાને અક… સ્વયંસેવી સંસ્થાને સોંપી અને એ છોકરીનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવી દીધુ. થોડા સમય પછી ઉષાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ. …જેના કારણે ઉષાજી અને ચિત્રાનો સપક તૂટી ગયો… કયારેક કયારેક
બન્ને વચ્ચે ફોન પર વાત થઈ ’ જતી…

લગભગ વીસ વરસ પછી ઉષાજીને લેકચર આપવા માટે ’ અમેરિકાના
સાન ફ્રન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા.
લેકચર પતી ગયા પછી ઉષાજી સાનફ્રપ્ન્સિસ્કો શહેરમાં હોટલનું બિલ આપવા રિસેપ્શન પર પહોચ્યાં તો એમને ખબર પડી કે પાછળ ઊભેલા ખૂબસૂરત દંપતિએ …પતિએ બિલ ચૂકવી દીધું છે. ઉષાજીએ નવાઈ સાથે દંપતિને પૂછ્યું, ‘આપે મારું બિલ કેમ ચકાવ્યું?’

દંપતિમાં પતિ સાથે ઊભેલી સ્ત્રીએ કહ્યું, ‘મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટિકિટ સામે આ તો કંઈ પણ નથી.’
' અરે ચિત્રા' !
ઉષાજીના મોઢેથી નીકળી ગયું, ‘

ચિત્રા એ બીજુ… કોઈ નહિ
પણ ઈન્ફૉસિસ ફાઉન્ડેશનની
ચેરમેન સુધા મૂર્તિ હતા, જે ઇન્ફોસિસસના સરથાપક નારાયણ રૈમૂર્તિના પત્ની છે.

આ નાનકડી વાર્તા એમણે લખેલા પુસ્તક *‘ધ ડે આઈ સ્તોપડ ડ્રિન્કિંગ મિલ્ક'* માંથી લેવામાં આવી છે.…

_*ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે. જો જીવનમાં કંઈ કમાવવા માગો છો, તો મદદત્ કરતા રહો, પુણ્ય કમાતા રહો. કારણ કે આ એ જ માર્ગ, જેનો એન્ડ સ્વર્ગમાં થાય છે.*_

*સૌજન્ય* : ચંદન મેગેઝિન,૧૫, જાન્યુઆરી-૨૦૨૦

Saturday, February 8, 2020

Tuesday, February 4, 2020

Period day માસિક દિન.5.2.2020

ગૂંથાયો જેના થકી દેહ મારો
જોયું મેં જેના થકી વિશ્વ સારું

આંગણામાં પગલીઓ પાડી
બની હું પાપાની લાડકડી

રંગે ચંગે શાળાના પગથિયાં ચડી
કરી મહેનત હું આભને આંબી

અચાનક મને કનકુ નીકળ્યું
જગત આખું જુદું લાગ્યું

ધીરેધીરે સ્વિકારી જાતને
સ્વચ્છ સ્વસ્થ બનાવી દરેક ભાતને

તોરણ બાંધ્યા માંડવડા રોપાયા
ઓરતા લાખો લઇ દુલ્હન બની

સજી ધજી જિંદગી સુંદર બનાવી
પિયુ સન્ગ મસ્ત મેડી બનાવી

મહિને મહિને હુતો અટકી ગઇ
મારામાં મેતો જિંદગી રોપી

સમી સુતરી હુતો પાર ઉતરી ગઈ
પગલીઓ દીકરી તણી નિતરી ગઈ

થઈ ખુશી અપરંપાર ઓ ખુદા
હું સ્ત્રી છું જગ આખાની નાખુદા

રક્ત વરદાન રક્ત જીવદાન
માસિક તો છે જન્નતનું બયાન....

                 -  પૂર્વી લુહાર

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી