Friday, February 21, 2020

ગઝલ. મોતી ગોતી લીધુ છે.. -પૂર્વી લુહાર

ગઝલ-મોતી ગોતી લીધું છે......
(ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા )

મન મરજીવાએ મોતી ગોતી લીધું છે.
હવે મુશ્કેલીને ટાટા કહી દીધું છે.

ભોણ કરેલી ભમરીની માફક વિપદાએ
ચોમાસુ થૈ પોલાણ આદરી દીધું છે.

કાળચક્રની માફક ફરતી જીવન ઘંટીમાં
મેં મહેનતનું આંધણ ઓરી દીધું છે.

કબૂતરથી વોટ્સએપ સુધી કરી યાત્રા
એણે ઇશારાથી સમજાવી દીધું છે.

વેલકમ,થેંક્યું ને સૉરી કહી શુ કરવું ?
મેતો નાઇસ ટુ મીટ યુ કહી દીધું છે.

મન મરજીવાએ મોતી ગોતી લીધું છે.
હવે મુશ્કેલીને ટાટા કહી દીધું છે.
               
                         - પૂર્વી લુહાર

2 comments:

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...