Tuesday, February 4, 2020

Period day માસિક દિન.5.2.2020

ગૂંથાયો જેના થકી દેહ મારો
જોયું મેં જેના થકી વિશ્વ સારું

આંગણામાં પગલીઓ પાડી
બની હું પાપાની લાડકડી

રંગે ચંગે શાળાના પગથિયાં ચડી
કરી મહેનત હું આભને આંબી

અચાનક મને કનકુ નીકળ્યું
જગત આખું જુદું લાગ્યું

ધીરેધીરે સ્વિકારી જાતને
સ્વચ્છ સ્વસ્થ બનાવી દરેક ભાતને

તોરણ બાંધ્યા માંડવડા રોપાયા
ઓરતા લાખો લઇ દુલ્હન બની

સજી ધજી જિંદગી સુંદર બનાવી
પિયુ સન્ગ મસ્ત મેડી બનાવી

મહિને મહિને હુતો અટકી ગઇ
મારામાં મેતો જિંદગી રોપી

સમી સુતરી હુતો પાર ઉતરી ગઈ
પગલીઓ દીકરી તણી નિતરી ગઈ

થઈ ખુશી અપરંપાર ઓ ખુદા
હું સ્ત્રી છું જગ આખાની નાખુદા

રક્ત વરદાન રક્ત જીવદાન
માસિક તો છે જન્નતનું બયાન....

                 -  પૂર્વી લુહાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...