હું છું પૂર્વી ગુજરાતી લઈને આવી છું ભાષા ગુજરાતી... ગુજરાતી ભાષાનો રસથાળ,શબ્દ રમતો,નવા વિચારો, નવા સમાચારો,દિન મહિમા, મેળવો નવા અંદાઝમાં....એટલેકે પૂર્વી ગુજરાતીના અંદાઝમાં...... I am Purvi Gujarati, I have brought the language Gujarati... Gujarati language rasthal, word games, new ideas, new news, day glory, get it in a new way....i.e. in the way of Purvi Gujarati.
Tuesday, June 30, 2020
Monday, June 29, 2020
Sunday, June 28, 2020
Tuesday, June 23, 2020
મેળામાં, ગુજરાતી, ધોરણ.૭.પ્રથમ-સત્ર.ચિત્રપાઠની સરળ રીતે સમજૂતી-પૂર્વી લુહાર
મેળામાં- એકમ ધોરણ.૭ પ્રથમ સત્ર ગુજરાતી વિષયનો પ્રથમ એકમ છે ,અહીં નિદર્શન પદ્ધતિથી પાઠને સમજવાનો છે. ચિત્ર જોઈને વર્ણન કરતા અથવા ચિત્ર જોઈને સમજતા શીખવાનું છે.વિદ્યાર્થીઓએ અવશ્ય કયારેક મેળાની મુલાકાત લીધી હશે બસ એવાજ મેળાનું આ ચિત્ર અવલોકન અને નિરિક્ષણ શક્તિને વિકસાવે છે.અંતે એકમને અનુરૂપ જ્ઞાનદ્રઢીકરણને લગતા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નજવાબ અને પ્રવૃત્તિ આપેલી છે.
અહીં Youtube પર ઉપરોક્ત એકમને અનુરૂપ વિડિઓ આપ જોઈ શકો છો......
https://youtu.be/-g0to_SzLHI
Monday, June 22, 2020
Thursday, June 18, 2020
18.6.2020 માતૃત્વ એક વરદાન-રાષ્ટ્રીય વેબીનાર સમય.4.00 pm
ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સમર્પણ ધ્યાનયોગ દ્વારા તારીખ વ18.6.2020 સમય.4 .00pm
માતૃત્વ એક વરદાન (ગર્ભસન્સકાર) વિષય પર રાષ્ટ્રીય વેબીનારમાં જોડાવામાટે નીચે મુજબની લિન્ક ઓપન કરો.
https://www.voutube.com/channel/UCe6w8TjUyWljTkeTzue3IzA
YouTube Link : https://www.voutube.com/channel/UCe6w8TjUyWljTkeTzue3IzA
Facebook Live Link :
https://www.facebook.com/cuguiarat/live
https://www.facebook.com/cuguiarat/live videos
Sunday, June 14, 2020
ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો સુશાંત સિંહ રાજપૂત, ગ્રહોને જોવાનો હતો શોખ.
ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો સુશાંત સિંહ રાજપૂત, ગ્રહોને જોવાનો હતો શોખ.
સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડનો એવો પહેલો એક્ટર હતો, તેણે ચંદ્ર પર જમીન ખરીદી હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત પહેલા શાહરુખ ખાનના એક ફેને ચંદ્ર પર જમીન ગિફ્ટ આપી હતી. સુશાંત પાસે હતું એડવાન્સ ટેલિસ્કોપ
સુશાંતે ચંદ્ર પર જમીન ખરીદી હતી. જે ક્ષેત્રમાં તેણે જમીન ખરીદી હતી તેને ‘મારે મસ્કોવીન્સ’ કહેવામાં આવે છે. તેની પાસે પહેલાથી જ એક એડવાન્સ ટેલિસ્કોપ મીડ 14, LX00 હતું. તેણે ટેલિસ્કોપ પોતાની દૂરની પ્રોપર્ટી પર નજર રાખવા માટે ખરીદ્યું હતું. 2018માં આ પ્રોપર્ટી કરી હતી પોતાને નામે
સુશાંત સિંહ રાજપૂતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ખરીદી હતી. તેણે 25 જૂન 2018ના રોજ આ પ્રોપર્ટી પોતાને નામે કરાવી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંધી
જોકે, તેમાં અનેક આંતરરાષ્ટ્રીય સંધી છે, જે અનુસાર તેને કાયદાકિય રીતે માલિકીનો હક ન કહી શકાય કારણકે પૃથ્વીની બહારની દુનિયા સમગ્ર માનવજાતિની ધરોહર માનવામાં આવે છે અને તેના પર કોઈ એક દેશનો કબજો ન હોય શકે. ઘરે બેસીને જ જોતો હતો ગ્રહ અને ગેલેક્સી
સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરથી એક ટેલિસ્કોપ દ્વારા અલગ-અલગ ગ્રહ અને ગેલેક્સીને પણ જોતો રહેતો હતો. ટેલિસ્કોપને તે ‘ટાઈમ મશીન’ કહેતો હતો.
એક્સ મેનેજરે ચાર દિવસ પહેલા કરી આત્મહત્યા નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના ચાર દિવસ પહેલા જ તેની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ 14મા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.
Wednesday, June 3, 2020
અરે માનવી તું માનવ છે???? (કેરળ ગર્ભવતી હાથણી )
કેરળ ના મલ્લાપૂરમ જિલ્લા ના જંગલ વિસ્તાર માંથી એક ગર્ભવતી હાથણી પાસે ના ગામ માં આવી જ્યાં હલકા માનવ રાક્ષસો એ તેને અનાનસ ની અંદર ફટાકડા ગોઠવી ખવરાવી દીધા ( આ જેણે પણ કર્યું છે તે માણસ ની અધમતા ની છેલ્લી કક્ષા એ પહોંચેલો માણસ હશે ) એક ફળ ખાધા પછી હાથણી ના ગળું અત્યંત ખરાબ થયું અને તે કશું ખાવા માટે અક્ષમ બની ! રાહત મળે એ માટે ગામ ની બાજુ માં રહેલી નદી માં ઉતરી પણ અફસોસ કે જંગલ ખાતા દ્વારા રેસ્ક્યુ કરાયા બાદ તેનું મૃત્યુ થયું !😢
રેસ્ક્યુ ટિમ ના એક સદસ્યએ ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખી છે કે આ હાથણી અત્યંત શાંત સ્વભાવ ની હતી અને ગ્રામીણ લોકો ને કોઈ દિવસ નુકસાન પહોંચાડ્યું નહોતું , આ અનાનસ ખાધા પછી પણ તેને કોઈ ને કશું નુકશાન પહોંચાડ્યું નથી !પણ સજીવ સૃષ્ટિ નો છેલ્લો નમૂનો એવો માણસ કારણ ની વાટે રહે ખરો? હાંક થું.....
માણસ અને સજીવ સૃષ્ટિ વચ્ચે માનવ ના ઉદભવ કાલ થી સંઘર્ષ ચાલે છે ,આપણે આપણા 'વિકાસ' માટે અનેક પ્રાણી ઓ ની સમગ્ર પ્રજાતિ નો નાશ કરી નાખ્યો છે.હાથી ઓ દ્વારા આસામ જેવા પૂર્વોત્તર ના રાજ્યો માં અને દક્ષિણ ના રાજ્યો માં વારંવાર લોકો ને નુકશાન પહોંચાડવાના સમાચાર આવે છે કારણ કે લોકો એ તેમનું ઘર છીનવી લીધું છે.આપણા સાવજો (સિંહ )ની પણ ભવિષ્ય માં આજ હાલત થવાની છે કારણ કે આપણે આપણા ફાર્મ હાઉસો માટે તેના જંગલ ને છીનવી લીધું છે.
ખેર ,આ તો વેદના છે બાકી કશું અટકવાનું નથી કારણ કે આપણે વિકાસ કરવો છે અને વિકાસ માટે આવો ભોગ તો આપણે હજારો વર્ષ થી લેતા આવ્યા છીએ !!
~ દિલુ મોભ.કોપી
Subscribe to:
Posts (Atom)
અપાર આઈ ડી માહિતી
અપાર આઈ ડી
-
ધોરણ છ માં ગુજરાતી વિષયના પ્રથમ સત્ર અંતર્ગત બીજા એકમ "હિંદમાતાને સંબોધન"કાવ્યમાં સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલી વિવિધ ધર્મની ...
-
ધોરણ.૮ ગુજરાતી જુમો ભિસ્તી,એકમકસોટી-પૂર્વી લુહાર એકમકસોટી ૧,જુમો ભિસ્તી પાઠના લેખકનું નામ શું છે? ૨,ધૂમકેતુનું પૂરું નામ જણ...
-
સત્રાંત પરિક્ષા માટે બેઠક નંબર... ધોરણ - ૩ ૩૦૧ થી આપવા ધોરણ - ૪ ૪૦૧ થી આપવા ધોરણ - ૫ ૫૦૧ થી આપવા ધોરણ - ૬ ૬૦૧ થી આપવા ધોરણ -...