Wednesday, June 3, 2020

અરે માનવી તું માનવ છે???? (કેરળ ગર્ભવતી હાથણી )









માણસ એક ક્રૂર /હિંસક/સ્વાર્થી પ્રાણી છે એવું હું વારંવાર કહેતો રહ્યો છું અને તેના પુરાવા રૂપ ઘટના ઓ સમયાંતરે આપણી સામે આવતી રહેતી હોય છે. પોતાના સ્વાર્થ-વાસના-પર પીડન વૃત્તિ ને સંતોષવા માણસ જાત ગમે તે હદ સુધી જઈ શકે છે -તેણે સંસ્કૃતિ/સભ્યતા ના જે વાઘા પહેર્યા છે તેની પાછળ તે એક જંગલી પ્રાણી જ છે જેવો તે તેના ઉદભવ કાળે હતો !!
       કેરળ ના મલ્લાપૂરમ જિલ્લા ના જંગલ વિસ્તાર માંથી એક ગર્ભવતી હાથણી પાસે ના ગામ માં આવી જ્યાં હલકા માનવ રાક્ષસો એ તેને અનાનસ ની અંદર ફટાકડા ગોઠવી ખવરાવી દીધા ( આ જેણે પણ કર્યું છે તે માણસ ની અધમતા ની છેલ્લી કક્ષા એ પહોંચેલો માણસ હશે ) એક ફળ ખાધા પછી હાથણી ના ગળું અત્યંત ખરાબ થયું અને તે કશું ખાવા માટે અક્ષમ બની ! રાહત મળે એ માટે ગામ ની બાજુ માં રહેલી નદી માં ઉતરી પણ અફસોસ કે જંગલ ખાતા દ્વારા રેસ્ક્યુ કરાયા બાદ તેનું મૃત્યુ થયું !😢
        રેસ્ક્યુ ટિમ ના એક સદસ્યએ ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખી છે કે આ હાથણી અત્યંત શાંત સ્વભાવ ની હતી અને ગ્રામીણ લોકો ને કોઈ દિવસ નુકસાન પહોંચાડ્યું નહોતું , આ અનાનસ ખાધા પછી પણ તેને કોઈ ને કશું નુકશાન પહોંચાડ્યું નથી !પણ સજીવ સૃષ્ટિ નો છેલ્લો નમૂનો એવો માણસ કારણ ની વાટે રહે ખરો? હાંક થું.....
        માણસ અને સજીવ સૃષ્ટિ વચ્ચે માનવ ના ઉદભવ કાલ થી સંઘર્ષ ચાલે છે ,આપણે આપણા 'વિકાસ' માટે અનેક પ્રાણી ઓ ની સમગ્ર પ્રજાતિ નો નાશ કરી નાખ્યો છે.હાથી ઓ દ્વારા આસામ જેવા પૂર્વોત્તર ના રાજ્યો માં અને દક્ષિણ ના રાજ્યો માં વારંવાર લોકો ને નુકશાન પહોંચાડવાના સમાચાર આવે છે કારણ કે લોકો એ તેમનું ઘર છીનવી લીધું છે.આપણા સાવજો (સિંહ )ની પણ ભવિષ્ય માં આજ હાલત થવાની છે કારણ કે આપણે આપણા ફાર્મ હાઉસો માટે તેના જંગલ ને છીનવી લીધું છે.
    ખેર ,આ તો વેદના છે બાકી કશું અટકવાનું નથી કારણ કે આપણે વિકાસ કરવો છે અને વિકાસ માટે આવો ભોગ તો આપણે હજારો વર્ષ થી લેતા આવ્યા છીએ !!
~ દિલુ મોભ.કોપી

2 comments:

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...