Sunday, June 14, 2020

ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો સુશાંત સિંહ રાજપૂત, ગ્રહોને જોવાનો હતો શોખ.




ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો સુશાંત સિંહ રાજપૂત, ગ્રહોને જોવાનો હતો શોખ.

સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડનો એવો પહેલો એક્ટર હતો, તેણે ચંદ્ર પર જમીન ખરીદી હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત પહેલા શાહરુખ ખાનના એક ફેને ચંદ્ર પર જમીન ગિફ્ટ આપી હતી. સુશાંત પાસે હતું એડવાન્સ ટેલિસ્કોપ


સુશાંતે ચંદ્ર પર જમીન ખરીદી હતી. જે ક્ષેત્રમાં તેણે જમીન ખરીદી હતી તેને ‘મારે મસ્કોવીન્સ’ કહેવામાં આવે છે. તેની પાસે પહેલાથી જ એક એડવાન્સ ટેલિસ્કોપ મીડ 14, LX00 હતું. તેણે ટેલિસ્કોપ પોતાની દૂરની પ્રોપર્ટી પર નજર રાખવા માટે ખરીદ્યું હતું. 2018માં આ પ્રોપર્ટી કરી હતી પોતાને નામે


સુશાંત સિંહ રાજપૂતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ખરીદી હતી. તેણે 25 જૂન 2018ના રોજ આ પ્રોપર્ટી પોતાને નામે કરાવી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંધી



જોકે, તેમાં અનેક આંતરરાષ્ટ્રીય સંધી છે, જે અનુસાર તેને કાયદાકિય રીતે માલિકીનો હક ન કહી શકાય કારણકે પૃથ્વીની બહારની દુનિયા સમગ્ર માનવજાતિની ધરોહર માનવામાં આવે છે અને તેના પર કોઈ એક દેશનો કબજો ન હોય શકે. ઘરે બેસીને જ જોતો હતો ગ્રહ અને ગેલેક્સી



સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરથી એક ટેલિસ્કોપ દ્વારા અલગ-અલગ ગ્રહ અને ગેલેક્સીને પણ જોતો રહેતો હતો. ટેલિસ્કોપને તે ‘ટાઈમ મશીન’ કહેતો હતો.







 એક્સ મેનેજરે ચાર દિવસ પહેલા કરી આત્મહત્યા નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના ચાર દિવસ પહેલા જ તેની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ 14મા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...