Sunday, August 23, 2020

અદ્દભુત તાન્કા બહેતરીન વિવરણ

 



 ગણેશ ચતુર્થી મંગલ દિન. સર્જક આ તાન્કામાં શુભત્વનો મહિમા મંડિત કરતા આપણી વૈદિક ધર્મ પરંપરાના પ્રતિક લઈ આવે છે.અક્ષત

એટલે કે ચોખા અને કંકુ દ્વારા મંગલ કાર્યમાં તિલકવિધિ કરી પ્રારંભ કરાય છે..શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સોપારી એ કોઈ પણ દેવના પ્રતિકરૂપ ગણી તેની પૂજાવીધી થાય છે.

પણ કવિતાને અહીંથી વળાંક મળે છે.અહીં કોઈ દેવી દેવતા નહીં પણ પોતાની જાતને સોપારી કરી છે. કંકુ ચોખા, તિલક, સોપારી આ સર્વ દ્વારા પોતાની જાતને નાયક/નાયિકા સ્થાપિત કરી એક વિશેષ પર લઈ જાય છે કે મારામાં સ્થાપ તું પ્રેમના શ્રી ગણેશ....

વૈદિક કર્મકાંડના પ્રતિકો, લઈ કોઈ શુભકાર્ય નો માહોલ રચી એકદમ ધાર્મિકપણું ન લઈ આવતા પ્રેમના શ્રીગણેશને સ્થાપ...! પ્રેમ એ પરમતત્વને પામવાની પ્રથમ શરત છે.આકારી યા નિરાકારી પરમ ચેતના, ઈશ્વરીય શક્તિ સ્વરૂપમાં એકરૂપ થવું હોય, જીવનમાંથી બહાર નીકળી જીવનમુકતેશ્વરના શરણમાં જવું હોય તો પ્રેમસાધના ઉત્તમ ગણી શકાય. અહીં તમને  શબરી, મીરા, વગેરેના નામસ્મરણ થાય.જાતને પ્રેમ કરો, આસપાસની સૃષ્ટિને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો.પ્રેમમાં શુભત્વ ઉમેરો.અત્ર તત્ર સર્વત્ર શુભ હી શુભ...

પ્રેમ એટલે સ્થૂળ વાસનાઓથી ઉપર ઊઠીને જે પરમ શુભની નજીક જવાય તે સંદર્ભમાં જો જવું હોય તો પ્રસ્તુત તાન્કામાં જે શુભકાર્યના પ્રતિકો અને ગણેશજીની સ્થાપના સાથેનું સાયુજ્ય રચવામાં આવ્યું છે તે સર્જકતાની એક ઊંચાઈ ને સ્પર્શી જાય છે...


--- પરેશ મહેતા

Saturday, August 15, 2020

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની અનોખી ઉજવણી” - ફોટોગ્રાફી ડે નિમિતે આપ પણ આપના ફોટો મોકલીને સર્ટિફિકેટ મેળવો

 











“વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની અનોખી ઉજવણી”
વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ પ્રદાન કરતું #GUJCOST

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ),ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા “વર્લ્ડ ફોટોગ્રાફી ડે“ ની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. 

“ઈમેજીસ ઓફ સાયન્સ” વિષયવસ્તુ પર આધારિત વિદ્યાર્થીઓ તેમના મોબાઇલમાં અથવા કેમેરા દ્વારા ઈમેજ કેપ્ચર કરી, નીચે દર્શાવેલ વોટસએપ નંબર ઉપર તારીખ 17 ઓગસ્ટ સાંજ સુધીમાં મોકલી આપવા અનુરોધ છે.

નિયમો
1. ઈમેજ ઓરીજનલ હોવી જરૂરી છે.
2. ઇમેજને ગ્રાફિક ના માધ્યમથી એડિટ કરી શકાશે નહીં.
3. ઈમેજની મહત્તમ સાઈઝ 1MB હોવી જોઈએ.
4. વોટસએપ  નંબર 99784 05044 ઉપર તારીખ 17 ઓગસ્ટ સાંજ સુધીમાં મોકલી આપવા અનુરોધ છે.
5. વિદ્યાર્થીએ તેનું નામ, શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને whatsapp નંબર દર્શાવવાનું રહેશે.
         સહભાગી થનાર તમામ વિદ્યાર્થીને gujcost દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

સર્જનાત્મક કલા કૌશલ્ય પ્રદાન કરવા અર્થે વિદ્યાર્થીઓને હાર્દિક નિમંત્રણ પાઠવતા હર્ષ અનુભવું છું.

આપનો,
નિલેશ કે.પાઠક,
ડાયરેક્ટર,
ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર,
ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન,
અમરેલી.

“UNIQUE CELEBRATION OF WORLD PHOTOGRAPHY DAY”
#GUJCOST providing a scientific  platform for students.

A unique celebration of "World Photography Day" is being organized by the Gujarat Council on Science and Technology (Gujcost), Department of Science and Technology, Government of Gujarat.

Students based on the "Images of Science" theme are requested to capture the image in their mobile or through camera and send it to the following WhatsApp number by the evening of 17th August.

Rules
1. The image must be original.
2. The image cannot be edited through  
     graphic.
3. The maximum size of the image should
     be 1MB.
4.   Image must be sent  on What’saap No.
      99784 05044 by the evening of 17th
      August, 2020.
5. The student has to show his name,
     school name, village, taluka, district and
     whatsapp number.

           All participating students will be awarded a certificate by gujcost.

I am delighted to extend a heartfelt invitation to the students for the purpose of imparting creative art skills.

Yours sincerely
Nilesh K. Pathak,
Director,
District Community Science Center,
Children's Museum and Bal Bhavan,
 Amreli.





 

Wednesday, August 12, 2020

आर्टिस्ट फ्रांसिस्को गोयाकी पेटिंग से सुशांतकी मानसिक दशा बिगड़ने का दावा

    आर्टिस्ट फ्रांसिस्को गोयाकी पेटिंग से सुशांतकी मानसिक दशा बिगड़ने का दावा







      रिया ने जिस पेंटिंग को देखकर सुशांत सिंह राजपूत के मानसिक रूप से विचलित हो जाने का दावा किया है वो पेंटिंग शनिदेव की है जो अपने बच्चे को ही खा रहे हैं। यह पेंटिंग स्पेन के मशहूर आर्टिस्ट फ्रांसिस्को गोया ने बनाई थी।

क्या इस पेंटिंग को देखकर विचलित हो गए थे सुशांत सिंह राजपूत?

    

सुशांत सिंह की गर्लफ्रेंड रिया चक्रवर्ती ने पूछताछ में हैरतअंगेज दावा किया है

उन्होंने कहा कि सुशांत की हालत उनके यूरोप ट्रिप के बाद बिगड़ गई थी

रिया ने बताया कि इटली के एक होटल में सुशांत ने एक पेंटिंग देखी थी

रिया ने जिस पेंटिंग का जिक्र किया उसे स्पेन के मशहूर आर्टिस्ट फ्रांसिस्को गोया ने बनाई थी

वक़्त नहीं है? हाइलाइट्स पढ़ने के लिए डाउनलोड ऐप


सुशांत सिंह राजपूत केस में पूछताछ का सामना कर रही ऐक्ट्रेस रिया चक्रवर्ती ने दावा किया कि उन्होंने पहली बार सुशांत की बिगड़ी मानसिक हालात का अंदाजा तब लगा जब वो दोनों इटली में थे। रिया ने बताया कि पिछले साल फ्लोरेंस के एक होटल में सुशांत ने एक पेंटिंग देखी तो वह विचलित हो उठे थे। रिया ने कहा कि अक्टूबर 2019 में वो अपने बॉयफ्रेंड सुशांत के साथ इटली के ट्रिप पर गई थीं लेकिन पेटिंग देखने के बाद सुशांत के व्यवहार में आए बदलाव के कारण दौरा बीच में ही कैंसल कर लौटना पड़ा था। रिया के दावे में कितनी सचाई है, यह तो जांच एजेंसियों की जांच में पता चलेगा, फिलहाल उस पेंटिंग की पड़ताल करते हैं जिसके बार में रिया ने पूछताछ में खुलासा किया है...

बेटे को खाते शनिदेव की पेटिंग

रिया ने जिस पेंटिंग को देखकर सुशांत सिंह राजपूत के मानसिक रूप से विचलित हो जाने का दावा किया है वो पेंटिंग शनिदेव की है जो अपने बच्चे को ही खा रहे हैं। यह पेंटिंग स्पेन के मशहूर आर्टिस्ट फ्रांसिस्को गोया ने बनाई थी। गोया ने इस पेंटिंग को 'Saturn Devouring His Son' नाम दिया। 143 cm × 81 cm के आकार की यह पेंटिंग 1819 से 1823 के बीच तैयार की गई थी। गोया की ऑरिजिनल पेंटिंग को मैड्रिड के संग्रहालय Museo del Pardo में सहेजकर रखा हुआ है।


सुशांत ने बहन प्रियंका को लिखी थी यह चिट्ठी

यूनानी पौराणिक कथा पर आधारित है पेंटिंग

दरअसल, गोया ने यह पेंटिंग यूनान यानी ग्रीस की एक पौराणिक कथा पर आधारित है। प्रचलित ग्रीक माइथॉलजी टाइटन क्रोनस Titan Cronus की है जिसे रोमन में सैटर्न या शनिदेव कहा गया। उन्हें डर था कि किसी दिन उनका बेटा ही उन्हें राजगद्दी से हटा देगा। इसी डर के कारण शनिदेव बेटे के जन्म लेते हुए उसे खाने लगे।

अपने पुत्र को खाते शनिदेव। 

2010 में इंटरनेट पर मचाई थी धूम



दरअसल, यह पेंटिंग गोया की 14 मशहूर ब्लैक पेंटिंग्स में एक है। उन्होंने ये सारे पेंटिंग्स अपने घर की दीवारों पर लगाकर रखते थे। गोया ने मृत्यु से पहले अपना मकान अपने पोते के नाम कर दिया। बाद में मकान के मालिक बदलते गए। इस दौरान पेटिंग की ठीक तरह देखभाल नहीं हुई। आखिरकार 70 साल तक दीवार पर टंगे रहने के बाद इसे म्यूजियम में रख दिया गया। इस पेंटिंग ने 2010 में इंटरनेट पर धूम मचाई थी। तब इसके फोटोशॉप इमेज इंटरनेट पर छा गए थे। Saturn Devouring His Son के कई मेमे बने थे।


Tuesday, August 11, 2020

#राहत इंदौरी

 




अँधेरे चारों तरफ़ सायं-सायं करने लगे

चिराग़ हाथ उठाकर दुआएँ करने लगे 


तरक़्क़ी कर गए बीमारियों के सौदागर

ये सब मरीज़ हैं जो अब दवाएँ करने लगे


लहूलोहान पड़ा था ज़मीं पे इक सूरज

परिन्दे अपने परों से हवाएँ करने लगे 


ज़मीं पे आ गए आँखों से टूट कर आँसू

बुरी ख़बर है फ़रिश्ते ख़ताएँ करने लगे 


झुलस रहे हैं यहाँ छाँव बाँटने वाले

वो धूप है कि शजर इलतिजाएँ करने लगे 


अजीब रंग था मजलिस का, ख़ूब महफ़िल थी

सफ़ेद पोश उठे काएँ-काएँ करने लगे

-राहत इंदौरी


RIP Rahat Indori

 



किसने दस्तक दी ये दिल पर कौन है

आप तो अंदर है फिर बाहर कौन है..


जवान आँखो के जुगनू चमक रहे होगे

अब अपने गाँव  मे अमरूद पक रहे होगे..


भुला दे मुझको  मगर मेरी उंगलियो के निशा

तेरे बदन पे अभी तक चमक रहे होगे..



आग के पास कभी मोम  को लाकर देखू 

हो इजाज़त तो तुझे हाथ लगाकर  देखू ..


मन  का मंदिर बड़ा  वीरान नज़र आता है

सोचता  हू तेरी तस्वीर लगा कर देखू ...


मेरी सासो मे समाया भी बहुत लगता है

वही शक्श पराया भी बहुत लगता है...


उससे मिलने की तमन्ना भी बहुत है

लेकिन  आने जाने मे किराया  भी बहुत लगता है...



फ़ैसला जो कुछ भी हो मंजूर होना चाहिए 

जंग हो या इश्क़ हो भरपूर होना चाहिए

काट चुकी उमर सारी जिनकी पत्तर  तोड़ते

अब तो इन हाथो मे कोहिनूर होना चाहिए ..


हम अपनी के दुश्मन को जान कहते है

मोहब्बत इसी मोहब्बत को हिन्दुस्तान कहते है..


जो ये दीवार का सुराक़ है साज़िश का हिस्सा है

मगर हम इसे अपने घर का रोशन दान कहते है..


जो दुनिया को सुनाई दे उसे कहते है खामोशी

जो आँखो मे दिखाई दे उसे तूफान कहते है..



सिर्फ़ खंजर ही नही आँखो मे पानी चाहिए 

आय खुदा दुश्मन भी मुजको खानदानी चाहिए..


मैने अपनी खुश्क आखो से लहू छलका दिया

समुंदर कह रहा था मूज़े पानी चाहिए...



जो दौर का दुनिया का उसी दौर से बोलो

बहरो का इलाक़ा है ज़रा ज़ोर से बोलो...


दिल्ली  मे हम ही बोला करे अमन की बोली

यारों कभी तुम लोग भी लाहोर से बोलो...


सूरज ,सितारे,चाँद मेरे साथ मे रहे

जब तक तुम्हारे हाथ मेरे हाथ मे रहे


शाखो से टूट जाए वो पत्ते नही है हम

आँधी से कोई कह दे औकात मे रहे...

Thursday, August 6, 2020

ગ્રામ્યજીવનની લગ્ન પરંપરાની આછેરી ઝલક









* ગ્રામ્ય જીવનની લગ્ન પરંપરાની આછેરી ઝલક.

દીકરીનુ લગ્ન હોય,મોટાભાગનાં લગ્નોમાં હસ્તમેળાપના મૂર્હત રાત્રીનાં જ રહેતાં.
કુટુમ્બનાને ગામના છોકરાઓ એક મોટા જણને સાથે રાખી ગામમાં ઘરદીઠ ફરી દરેક ઘરેથી એક ખાટલોને એક ગાદલું ઉઘરાવે.. તેના પર લાલ રમચીથી ટૂકુ નામ લખી યાદીમાં ટપકાવે...આ બધી જ સામગ્રી ગામમાં જ્યાં જાનનો ઉતારો હોય ત્યાં પહોચાડી દેવામાં આવે..

જાન આવવાના થોડાક સમય પહેલાં હારબંધ ખાટલા ગાદલાં પાથરી દેવાય,વરરાજા માટે તે સમયની ખાસ સગવડે નવું નકોર ગાદલુ બિછાવાય.

ઉતારે ગામના પ્રજાપતિ પીવાના પાણીના નવાનકોર માટલામાં પીવાનુ પાણી ભરી દે.. જાન વિદાય ન થાય ત્યાં સુધી પાણી ખુટે નહીં તે જવાબદારી પ્રજાપતિઓની રહે.

ઘરનાને ગામના વડીલો જાનના ઉતારાની સગવડે એક નજર પણ કરી લેતા હોય,
હવે આવે જાન.. 

#જાન_આગમન

ગામને પાદરે ફટાકડા ફુટ્યાના અવાજે જાન આવ્યાની કન્યાના બાપના જાણ થાય.. કન્યાનો બાપ કુટુમ્બીઓ સાથે ગામને ગોદરે વેવાઈઓનેઆવકારવા જાય.. ત્યાં એક મોદ પથરાય..ગામના વાળંદો એક બે ઘડામાં સાકર વરિયાળીના પાણી જાનૈયાને પીરસે ..

#સામૈયું:-

 જાનનુ પ્રયાણ ઉતારા ભણી થાય ત્યાં ચા નાસ્તો પતે... કન્યા પક્ષ તરફથી વરરાજાનુ સામૈયુ કરવા આવી રહ્યાની નિશાનીરૂપે ઢોલ ઢબુકે,આ બાજુ વરને અણવર સચેત થઇ જાય, જાનડીઓ તો જાણે યુધ્ધનો મોરચો સંભાળી લે,સામૈયું આવી જાય,ફટાણાનો
ભારે મારો થાય,
કન્યા પક્ષ..
ક્યાંથી ક્યાંથી આવ્યો,ક્યાંથી ક્યાંથી આવ્યો,આ વિલાયતી વાદરો ક્યાથી આવ્યો..

વચ્ચે ગામના વડીલો માડવા પક્ષની સ્ત્રીઓને ગાતાં રોકવાની વ્યર્થ કોસીશ કરે..

ત્યાં તો બેવડા જોરથી ચાલુ કરે..

લાડા કેમ કાળો મેશ..
તારી માએ શુ ખાય જણ્યો'તો
એની માએ જાબુ ખાઈને જણ્યો એમ કાળો મેશ..

સામે પક્ષે જાનુડીઓ.ઓછી હોય તેની પિપુડી વાગે પણ સંભળાય નહીં..

ત્યાં કન્યા પક્ષની બાઈઓ જાણે.ડાહી થઇ 
ગઈ હોય તેમ જતાં જતાં બિચારી જાનડીઓ પર દોષનો ટોપલો ઓઢાડી ગાય કે...

અમે તો મોટા ઘરના છોરૂ રે હરિવન.ચાલ્યા
આ તો તમે બોલીને બોલાવ્યાં રે..
આમ સામૈયાની વિધી પુરી થાય...

#જમણવાર:-

ગામડામાં પહેલાં વીજળી ગમે ત્યારે ડૂલ થઈ જતી..જલ્દી જલ્દી જમણવાર આટોપવાની પ્રથમ ગણતરી રહેતી...માંડવે તૈયારી પતે ઢોલી વાજતે ગાજતે જાનને જમવા લઈ આવે..

સરસ મજાની પંગતો પડે..જાણે કોઈ મોટુ ઓપરેશન પાર પાડવાનુ હોય તેમ બધા જ પીરસણીયા સૈનિકો તૈયાર હોય...

થાળી,વાટકીઓ મુકાઈ જાય.......
પીરસવાના શ્રી ગણેશ મીઠાઈથી થાય......
મીઠાઈમા મોટેભાગે મોહનથાળ હોય...
મીઠાઈ પિરસનાર આખી ટીમમાં સિનીયર મોસ્ટ હોય......
મોને મોભો જોઈ મીઠાઈના ટુકડા મુકાય....
ત્યાર પછી એક એક વાની પિરસાતી જાય.. ઘરના વડીલો કઇ લાઇનમાં શુ જરૂર છે તેનુ ધ્યાન રાખી સુચનો કરે..........
છેલ્લે કન્યાપક્ષ તરફથી કન્યા ના વડીલો હાથમાં મીઠાઈની તાસકો લઈ વેવાઈને અને જાનના વડીલોને આગ્રહ કરી કરી સામસામે બટકા આપે.......
હેતે હેતે એક બીજાને મીઠડા પિરસે...
એ જમાનામાં હેતથી પિરસતી વેળાએ એકબીજાનાં એઠા જુઠાને જમ્સની બીક નહોતી.....એ ચોખવટ કરી દઉ...

વરરાજાને જમણની તો વાત જ કેમ ભુલાય??

વરના સાળાને સાળીઓએ ભેગા મળી ટિખળી પેતરા રચ્યા જ હોય.. 
તેને પિરસવાના ભજીયાંમાં રૂ મૂકી તળાવ્યા તે પીરસે......
પીવાના પાણીના ગ્લાસમાં મીઠુ ઓગાળીને પાણી આપે.. 
હોશિયારીની પરીક્ષાઓ થતી..
અણવર ગફલત ખાઈ જાય તો વરરાજાને ભોઠુ પણ પડવુ પડે..
ક્યાક અણવર બધા જ પેતરાથી બચાવી પણ લે..
આમ  જુજ વાનીના મેનુવાળોને ઝાઝા હરખને આનંદની છોળોવાળો વરો પુરો થાય.

#છાબની_વિધી:-

કન્યાને પરણેતર સમયના શણગાર માટે વરપક્ષ તરફથી કન્યાના શણગારનેદરદાગીના, સાડીઓ આપવામાં આવે તે વિધીને છાબ કહે.. 
કન્યાપક્ષ તરફથી ઢોલી મારફત  નિમંત્રણ અપાય..ઢોલી જાનના ઉતારેથી વાગતે ઢોલે વરપક્ષને માડવે તેડી લાવે..

ત્યાં ડાયરો થાય..કન્યાપક્ષ તરફથી ચાપાણી કરાવાય..
કન્યા માટેની છાબ અપાય..
હસ્તમેળાપના મૂર્હુતની જાણ કરાય...
પછી વાજતે ગાજતે વેવાઈઓને ઉતારે લઈ જવાય.. 
ઉતારે જઈ અણવરને હસ્તમિલાપના મૂર્હતની જાણ કરાય તે પ્રમાણે તૈયાર રહેવા સુચના અપાય.

#પોખણા:-

પરણેતરના સમયે ઢોલી જાનને વાગતે ઢોલે માડવે પધારવા આમંત્રણ આપવા આવે...
વાજતે ગાજતે સાજન માજન સહિત વરરાજા માડવે પરણવા જતા હોય......
રસ્તાની બેઉ બાજુની શેરીના નાકે........
રસ્તા પરની મેડીએથી વહૂવારૂને દીકરીઓ
વરને જોવા ડોકિયા કરતી હોય......
શેરીના નાકે આસોપાલવના તોરણ બાધ્યા હોય..... 
તોરણ નીચે વરના સાસુમા પોખણુ કરે.આ પ્રસંગે ગોરભા એકથાળીમા જુવારના ચાર સાઠાના ટૂકડા, ત્રાક, રવૈયો, મુશળ(સાબેલુ) ધૂસળ,(ધુસળી), ઈડીપીડી લઈ અને કન્યાની મા હાથમાં રામણદીવો લઈ શેરીના નાકે આવે.

કન્યાની મા ગોરભા પાસેથી એક એક વસ્તુ લઈને પોખે, આ ચીજોનુ એક મહત્વ પણ છે.તે અંગે ફરી ક્યારેક વાત કરીશુ..

આ દરમ્યાન વરની સાસુ નાક ખેચવાની કોસીશ પણ કરે......
ત્યાં પણ જમાઈની ચતુરાઈ ચકાસાતી હોય છે......
ક્યાક સાસુ જીતે તો ક્યાંક જમાઈ નાક પર રૂમાલ રાખી સાસુને સફળ ન પણ થવા દે...
આ પણ મજાનો પ્રસંગ છે........
પોખવાની બધી વિધી પતે પછી છેલ્લી વિધી સંપુટ ફોડવાની હોય,(સંપુટ એટલે માટીના એક કોડિયામાં દહીં, ધરો,ઘઉ, ચોખા કોઈ ડાગર નાખી તેના પર બીજુ કોડિયું ઉધુ પાડી તેની પર નાડાછડી વીટવામા આવે તે..) વરરાજા જમણો પગ આગળ વધારી આ સંપુટ ફોડીને લગ્નના માગવા પહોંચે.

#માયરાની_વિધી:

મોટાભાગનાં લગ્નો રાતનાં જ થતાં, લગ્નવિધી માટેની ચોરીમાં વરના સાસુ, સસરા અને ગોરભા પોતપોતાની જગ્યા લઈ લે. અમુક વિધી પછીના તબક્કે કન્યા પધરાવો સાવધાનની ગોરભાની હાકલ પડે કન્યાના મામા કન્યાનો હાથ પકડી (અમુક જ્ઞાતિમાં તેડીને)લગ્નમંડપે લઈ આવેે.............
ક્યાક તો દીકરીઓની સખીઓ નાચતી નાચતી કે ખાસ બગી કે વરઘોડા વડે ચોરીમાં પ્રવેશ કરાવે..........
અગાઉ કન્યાને માથે મોડિયોને છેક ડોક સુધી ઘુઘટો તાણેલો હોય..........
કન્યાનું મો જોવાનુ સદભાગ્ય ફોટોગ્રાફરને ય ન મળે.........
આ વિધીને મોયરાની વિધી કહેવાય છે.

ત્યાર પછી વિધીવત અગ્નિની અને બંને પક્ષના વડીલોની સાક્ષીએ મુરતીયો કન્યાનો હાથ ગ્રહણ કરતો.....
છેડા છેડી બંધાય,બેઉ વચ્ચે અંતરપટ(કપડું) રાખી મંગળાષ્ટક બોલાય.....
એ પછી મંગળાષ્ટકના,વડીલોને શુભેચ્છકોના આશીર્વાદ સાથે વરઘોડિયા
જીવનભર એકબીજા સાથે અનુકૂળ થઇ
રહેવાના લઈ હાજર બધાના આશીર્વાદ લેવા નીકળે કન્યાના માબાપથી શરૂ કરી..
બંને પક્ષના વડીલોના આશીર્વાદ મેળવવા
નીકળે વડીલો આશીર્વાદ સાથે નાની મોટી
રોકડ રકમ શુકનરૂપે નવદંપતિને અર્પણ કરે..
પરણેતર વેળા અણવરની હોશીયારીની ય પરીક્ષા કન્યાની સખીઓ એટલે વરની સાળીઓ તેના બુટ સંતાડીને કરતી હોય..
અણવર વરના બુટને એક થેલીમાં મુકી કોઇ જાનૈયાને સોપતો હોય તે ધ્યાને રાખી યુક્તિ પ્રયુક્તિ કરી તેની પાસેથી તે થેલી મેળવી લે ત્યારે હસાહસી મચી જાય છે.
સખીઓ પૈસા પણ.પડાવે..

#કરિયાવરને_શીખ

કન્યાને વળાવવાના મૂર્હતાનુસાર વિદાયના
સમય પહેલાં પોતાની દીકરીને પુરત અને અન્ય જે કંઇ આપવાનુ હોય તે લગ્નમંડપે 
વ્યવસ્થિત ગોઠવાઈ જતું.. એક પિત્તળની
ગોળીમા મીઠાઈ ભરી તેના પર લીલો રેજો
બાધે તેને મા માટલી કહેવાય...આ ઉપરાંત
બીજી વસ્તુઓ મુકાય..ત્યારબાદ બેઠકમાં બન્ને પક્ષના વડીલો,સ્ત્રીઐ,ગામના હિતેચ્છુઓ, વરરાજા પોતપોતાને સ્થાને ગોઠવાઈ જાય.. એક બાજુ કન્યા પક્ષને સામે બાજુ વરપક્ષ ગોઠવાઈ જતા વરપક્ષ અને વરરાજાને યથાશક્તિ ભેટસોગાદને રોકડ અપાય જેને શીખ કહેવાતી.

#કન્યા_વિદાય:-

આ બધું જ હરખે હરખે આટોપાતુ પણ
હવે આવે છે એક કરૂણ પ્રસંગ  જે કન્યા,તેના પરિવાર,તેની સખીઓ, ફળિયાના સ્નેહીજનોને ચિર સંભારણું બની જાય છે..આ પ્રસંગ કન્યાને પોતાને  આજથી પોતાનાં હતા તે પિયરિયા બની 
ગયાનો ભારે વસવસો,તેની મનોદશા.. એક તરફ પોતાનાને પારકાં કરવાનાં ને પારકાને પોતાના કરવાનાં.. એક જબરજસ્ત મન:સ્થિતી હશે..
પોતાના ઘરમાંથી કન્યાની વિદાયની શરૂઆત..પ્રથમ તેની જનેતાથી.. જણી, પોષી,પાળીને વણી ય ખરી..

પછી ઘરની,કુટુંબની મોટી સ્ત્રીઓ,કાકી,માસી, મોટીબા,ભાભી,બહેનો..આ એવું દ્રશ્ય.....

જેમાં એક બાજુ સ્નેહને કર્તવ્યની લડાઇ.. છેવટે જીતે કર્તવ્ય...

માંડ માંડ સ્ત્રીઓને બાથે પડી લાલચોળ
આંખોને અવિરત ટપકતાં આસું જાણે યુવાનીની સમજ પડતાં થી જ સંગ્રહી રાખ્યા હશે....
હવે ઘરના દરવાજે બહેન બા પહોચે ત્યાં
ઉભો હોય તેનો બાપ.......
દીકરી બાપનુ આ મિલન..
ભલભલાને હચમચાવી નાખે.......
એની માએ તો કદાચ કહ્યુ હશે બેટા સુખી થાજે....
અહીં બેઉમાથી કોઈ કાઈ બોલતુ નથી કે બોલી શકતું નથી તે નહી સમજાય,બેઉને
એકબીજાની ચિતા છે.......
આશ્વાસનના કે આશીષના બે બોલ હૃદયના દરવાજે જાણે થંભી ગયા.......
હવેઆવે ભાઈ.......
માબાપને સાચવજે.....
વિપતે મારી વારે આવજે.....
આ બોલ્યા વગરની ચુપકીદી ભારે વસમી હોય...
પછી કાકા,માસા,મામા,બાપાને ફળિયાના
જેણે ક્યાકને ક્યાક અવિરત સ્નેહને હૂંફ
આપી છે તેમની સાથે વિતાવેલી પળોને એક પણ શબ્દ બોલ્યા વગરની તેમનાથી પણ વિદાય........
આજે લાગે કે સ્ત્રી શક્તિનો અવતાર છે..

#પૈડુ_સીચવુ:
ઘર આગણાનો કન્યા વિદાયનો આ છેલ્લો પ્રસંગ...કન્યા પોતાના વાહનમાં બેસે..સાથે
તેનો પતિ હોય,નાનો ભાઈ કે ભત્રીજો કન્યાના ખોળે બેસે,વાહનનિ આગલા પૈડા નીચે નાળિયેર મુકી સીચાય પછી કન્યાનો નાનો ભાઈ કે ભત્રીજો તેના બનેવી કે ફૂઆ
પાસે કંઈક માગે..થોડી રકઝક થાય..વિદાયની કરૂણતાને હળવી કરવાનો નિષ્ફળ પ્રયાસ થાય..........
વાહનમાંથી ઉતરી કન્યા ભારે હેયે પોતાની જ પારકી થયેલી શેરીને સ્નેહીઓ તરફ નજર કરી લે છે......

વરઘોડિયા ગામના મોટાં મોટાં મંદિરે દર્શન કરવા જાય,ગૌરોને ગૌરીવ્રતમા જે મંદિરે પુજા કરી સુવર(સારા વર)ની માગણી કરી હતી....
 
તે જ મંદિરે પણ જાયને છેલ્લીવાર તેના દર્શન કરતાં કદાચ માગ્યો તો એવો જ વર હશે અને ન હોય તો તેવો કરજે તેમ માગતી હશે ને??
 
વરઘોડિયા બધાં જ મંદિરોનાં દર્શન પતાવી ગામને તોડે આવી જાય પછી ઉત્તર ગુજરાતનાં ગામડાઓના રિવાજ અનુસાર
ગામની અઢારે વર્ણ પોતાના ગામની દીકરી પોતાની ગણી ઘરદીઠ એક રૂપિયો કન્યાને મળીને તેના હાથમાં મુકે જેને ટકો કહેવાય..

આખા ય પ્રસંગનો વસમો પ્રસંગ...

કન્યા પોતાના વાહનમાં બેસતાં પહેલાંચોખાના દાણા હાથમાં લઈ ચારે દિશાના દર્શન કરી પોતાને સ્નેહને આનંદ આપ્યાનો જાણે સામુહિક આભાર વ્યક્ત કરતી હોય તેમ ચારે દિશાને ચોખાના દાણા અર્પે.....

એકવાર પોતાના સ્નેહી,ગામજનો,સખીઓ
ભાઈ બહેનો પર નજર કરી ભારે હૈયે વાહનમાં બેસે..તે પછી તેની માતા ખાસ તેના માટે પાણી ભરી લાવી હોય તેમાંથી સ્વહસ્તે પાણી પીવડાવે.....
કન્યા સ્વપાદરથી પરપાદર ભણી વિદાય લે ..તેઓ એકબીજાને દેખાય ત્યાં સુધી એકીટસે જોતા હોય.....

કન્યા વિદાય પછી વેવાઈ વેવાણને વિદાય..
કન્યાની મા તેની દીકરી તમને સોપી છે.... સંભાળજો....
ભૂલચુક માફ કરી દેજો..
મોટુ મન રાખજો......
એવી ભલામણ કરતાં કરતાં રડી જાય......
વેવાણ પણ હરખે હરખે કંઈ ચિંતા કરશો નહીં.....
તમારી દીકરી મારે ય દીકરી જેવી જ છે...
હવે આવે બે વેવાઈઓની વિદાયવાત...

સિંહની જેમ  સદા ગર્જતો બાપ જાણે
શિયાળ બની ગયો હોય તેમ અતિનમ્ર
ભાષામાં પોતાની દીકરીને ને સાચવવાની ભલામણ કરતાં ભારે લાચાર દીસે........
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોર્સ 👉🏽 વ્હોટસએપ્
~~~~~~~~~~~~~
આજની પેઢી ને વાંચવા લાયક છે

Wednesday, August 5, 2020

*મહિલા કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી પરીપત્ર* *COVID-19ના સંક્રમણને ધ્યાને લઇ સગર્ભા સ્ત્રીઓ તેમજ (સ્તનપાન કરાવતી) ધાત્રી માતાઓને કોરોના અંતર્ગત કામગીરીમાંથી બાકાત રાખવા બાબત - આરોગ્ય વિભાગ*






મહિલા કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી પરીપત્ર*

*COVID-19ના સંક્રમણને ધ્યાને લઇ સગર્ભા સ્ત્રીઓ તેમજ (સ્તનપાન કરાવતી) ધાત્રી માતાઓને કોરોના અંતર્ગત કામગીરીમાંથી બાકાત રાખવા બાબત - આરોગ્ય વિભાગ*


Tuesday, August 4, 2020

OMG પાકિસ્તાનના નવા નકશામાં આપણું જૂનાગઢ પણ સામેલ !!!!!!!







OMG પાકિસ્તાનના નવા નકશામાં આપણું જૂનાગઢ પણ સામેલ!!!!!!!!
જુઓ આ સંદર્ભે news અપડેટ  નીચે આપેલી લિન્ક પર ...





આઝાદી ના સાત દાયકા બાદ પાકિસ્તાન ને જૂનાગઢ સાંભર્યું! નવો નકશો જાહેર કરી જૂનાગઢ-માણાવદર ને પાકિસ્તાન માં બતાવ્યા! 

વરસાદના બાર પ્રકાર , બાર મેઘના નામ.


અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી