નમસ્કાર.
વિદ્યાર્થી મિત્રો અહીં મૂળાક્ષરોનું લેખન કરો .
ત્યારબાદ દરેક અક્ષર પરથી શબ્દ બનાવો.
ત્યારબાદ તમે લખેલાં દરેક શબ્દ પરથી વાકય બનાવો.
ઉદાહરણ:
અક્ષરલેખન-
ક,ખ,ગ,ઘ,ચ,છ, જ,ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ,ત,થ, દ, ધ,ન,પ, ફ, બ,ભ,મ,ય, ર,લ,વ,શ, ષ, સ, હ,ળ,ક્ષ, જ્ઞ.
અક્ષરલેખન પરથી શબ્દલેખન:
ક-કમળ
ખ -ખબર
ગ-ગણેશ
ઘ-ઘર
ચ-ચકલી
છ-છત્રી
જ-જમીન
ઝ-ઝડપ
ટ -ટપાલી
ઠ-ઠળિયો
ડ-ડમરુ
ઢ-ઢગલો
ણ-ફેણ
ત-તપેલી
થ-થડ
દ-દડો
ધ-ધજા
ન-નગર
પ-પતંગ
ફ -ફટાકડા
બ-બકરી
ભ-ભમરો
મ-મરચું
ય-યતિ
ર-રમકડાં
લ-લખોટી
વ-વહાણ
શ-શરણાઈ
ષ-ષટકોણ
સ-સગડી
હ-હરણ
ળ-નળ
ક્ષ--ક્ષત્રિય
જ્ઞ-યજ્ઞ
શબ્દ પરથી વાકયલેખન:
ક-કમળ. કમળ સુંદર છે.
ખ -ખબર. આજે રજા છે એની તમને ખબર હશે.
ગ-ગણેશ. હમણા આપણે ગણેશજી ની પૂજા કરી.
ઘ-ઘર. મારુ ઘર સ્વચ્છ છે.
ચ-ચકલી. ચકલી માળામાં રહે છે.
છ-છત્રી. છત્રી વરસાદમા ઉપયોગી છે.
જ-જમીન. વરસાદમાં જમીનનું ધોવાણ થાય છે
ઝ-ઝડપ. લખવામાં ઝડપ હોવી જોઇએ.
ટ -ટપાલી. ટપાલી નિયમીત હોય છે.
ઠ-ઠળિયો. ખજુરમાં ઠળિયો હોય છે.
ડ-ડમરુ. શિવનું ડમરુ વાગે છે.
ઢ-ઢગલો. કચરાનો ઢગલો ભરી લો.
ણ-ફેણ . સાપ ફેણ ચડાવીને બેઠો છે.
ત-તપેલી. તપેલીમાં દૂધ છે.
થ-થડ વડનું થડ મોટુ છે.
દ-દડો. દડાથી રમવાનુ ગમે છે.
ધ-ધજા. ધજા ફરકે છે.
ન-નગર. રાજુલા નગર સુંદર છે.
પ-પતંગ. આકાશમાં પતંગ ચગે છે.
ફ -ફટાકડા. બજારમાં ફટાકડાંની દુકાન છે.
બ-બકરી. બકરી ઘાસ ચરે છે.
ભ-ભમરો. ભમરો ગુંજન કરે છે.
મ-મરચું. મરચું તીખું હોય છે.
ય-યતિ. યતિ જાપ કરે છે.
ર-રમકડાં. હું રમકડાથી રમુ છુ.
લ-લખોટી. લખોટી કાચની છે
વ-વહાણ. વહાણ દરિયામાં હોય છે.
શ-શરણાઈ. લગ્નમાં શરણાઈ વાગે છે.
ષ-ષટકોણ. ષટકોણમાં છ ખુણા હોય છે.
સ-સગડી. સગડી સળગે છે.
હ-હરણ. હરણ ઝડપથી દોડે છે.
ળ-નળ. નળમાં પાણી આવે છે.
ક્ષ--ક્ષત્રિય. ક્ષત્રિય રાજાઓ યુદ્ધ કરતા.
જ્ઞ-યજ્ઞ યજ્ઞમાં મંત્રો બોલાય છે.
Ben tmari ramato bahu sari chhe pan aapna blog mathi copy thai shake che.
ReplyDelete