Thursday, December 13, 2018

રમત-૨૨

વિદ્યાર્થી મિત્રો.નમસ્કાર.
આજે આપણે સૉનેટ કાવ્ય સ્વરૂપ સમજીશું.ત્યારબાદ તમારે તેને અનુરૂપ પ્રશ્નના જવાબ આપવાના છે.

**સૉનેટનું કાવ્યસ્વરૂપ

- ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્યસ્વરૂપોમાં સૉનેટ                          મહત્વનું  સ્વરૂપ છે.
 -  સૉનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે.
-   સૉનેટ મૂળ ઇટાલીમાં ઉદ્દભવ્યું.
-   સૉનેટ વાદ્ય સાથે ગવાતી લઘુરચના છે
-   ગુજરાતીમાં બળવન્તરાય ઠાકોરે ઇ.સ.૧૮૮૮ માં   'ભણકારા'નામનું પ્રથમ સૉનેટ રચ્યું.
- સૉનેટ ઊર્મિ કાવ્યનોજ એક પ્રકાર છે.
- સૉનેટ ૧૪ પંક્તિ ધરાવતી સુગ્રથિત,સુબદ્ધ કાવ્ય રચના  છે.
-સોનેટમાં પંક્તિના અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે.


**પ્રશ્નોત્તરી:
૧.સૉનેટ મૂળે કેવું સ્વરૂપ છે?
૨. સૉનેટનો ઉદ્દભવ ક્યાં થયો?
૩.સૉનેટ કેવી રચના છે?
૪.ગુજરાતીમાં સૌપ્રથમ કોણે અને ક્યારે સૉનેટ રચ્યું?
૫.સૉનેટ શેનો પ્રકાર છે?
૬.સૉનેટ કેટલી પંક્તિનું કાવ્ય છે?
૭.સૉનેટ માં શેનું મહત્વ હોય છે?

આભાર.....

1 comment:

  1. માનનીય પૂર્વી બહેન
    તમારો બ્લોગ બહુ જ ગમ્યો. એમાંની સામગ્રી ઈ-વિદ્યાલય પર વાપરવા પરવાનગી આપશો?
    evidyalay.net - પ્રવેશ દ્વાર -
    આ વેબ સાઈટ કોઈ પણ જાતના વ્યાપારી હેતુઓ માટે નથી. આ પાનું જોશો તો તેની પ્રતીતિ થશે -
    http://evidyalay.net/archives/101378

    ReplyDelete

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી