Thursday, February 28, 2019

આજનો ઈતિહાસ


     
*_વિકલાંગતા પર વિજય :રવીન્દ્ર જૈન (1944-2015)_*
        🌹🌹🌹🌹
આજે ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનનો
જન્મદિવસ અને ભારતના પહેલા
રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદની પુણ્યતિથિ
છે. ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે માતા-
પિતાનાં સાત સંતાનો પૈકી
ત્રીજા સંતાન તરીકે જન્મેલા
રવીન્દ્ર જન્મજાત નેત્રહીન
હતા, પણ શારીરિક
નબળાઈને પોતાના પર
હાવી થવા દીધી ન હતી.
નાનપણમાં જૈન સંતોના
સાંનિધ્યમાં ભજન ગાતાં
ગાતાં સંગીતનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત
કર્યું. ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી જમાવતા પહેલા
રવીન્દ્ર ભજનો ગાતા. ‘સૌદાગર’ ફિલ્મથી
ફિલ્મી સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી.
પછી તો નામ સાંભળવાથી જ આનંદ
થાય તેવા ‘ગીત ગાતાં ચલ ઓ સાથીગુનગુનાતા ચલ’, દિલ વાલે દુલ્હનિયા
લે જાયેંગે, ઠંડે ઠંડે પાની સે ન્હાના
ચાહીએ, એક રાધા એક મીરાં, અખિંયો
કે ઝરૂખે સે મૈને જો દેખા સાંવરે, શ્યામ
તેરી બંશી પુકારે રાધા નામ
અને સુન સાયબા સુન જેવાં
જેવા ગીતો માટે સંગીત
આપ્યું. રામ તેરી ગંગા
મૈલી ફિલ્મ માટે રવીન્દ્ર
જૈનને સંગીતનો ફિલ્મ ફેર
એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ
ઉપરાંત રામાનંદ સાગરની
રામાયણ જેવી અનેક ધાર્મિક શ્રેણીઓ
અનેહિન્દી સિવાય તેઓએ હરિયાણવી,
ભોજપુરી, બંગાળી મલયાલમ અને તેલુગુ
ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. પદ્મશ્રી
રવીન્દ્ર જૈનનું 9 ઓકટોબર 2015ના રોજ
અવસાન થયું હતું

*_સૌજન્ય દિવ્ય ભાસ્કર_*

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...