Friday, December 28, 2018

રમત.... ૨૫



વિદ્યાર્થી મિત્રો,
નમસ્કાર.
ઉપરોક્ત ફોટો માં શબ્દકોશનો ક્રમ હિન્દી અને ગુજરાતી માં  આપવામાં આવેલ છે.વયકક્ષાનુસાર પરીક્ષામાં શબ્દકોશ ક્રમ પૂછવામાં આવે છે. જેમાં પ્રથમ સ્વર પછી વ્યંજન ગોઠવવામાં આવે છે.નિચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો.
શબ્દો:
આવકાર,કેવટ,ખમ્મા, વાદળ, ઊંઝા, મીર,શગડી, મૂર્તિ,અંબર, સરસ.

**આભાર**

રમત ૨૪

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર,

અહીં *૧૦૧ ગુજરાતી કહેવતો..*આપવામાં આવી છે એ વાંચો ત્યારબાદ નિચે આપેલી ૫ કહેવતોના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.
★૧૦૧ ગુજરાતી કહેવતો★

૧, બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમેં
★★★★★★★★★★★★★★★★★

કહેવતોના વાચન બાદ હવે નિચે આપેલી પાંચ  કહેવતો ના અર્થ આપીને વાક્યપ્રયોગ કરો.

ઉદાહરણ:

કહેવત-- સંગ તેવો રંગ

અર્થ--  જેની સાથે રહીયે તેનો પ્રભાવ પડે છે.

વાક્યપ્રયોગ--
સાગર ખુબ હોંશિયાર અને ડાહ્યો હતો પણ પેલી તોફાની ટોળકી સાથે રહીને હવે એનેય સંગ તેવો રંગ આવી ગયો છે.

પાંચ કહેવતો.★
૧.સંપ ત્યાં જંપ
૨.જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૩.પાકા ઘડે કાંઠા ન ચડે
૪.વખાણેલી ખીચડી દાઢે વળગી
૫.દૂરથી ડુંગર રળિયામણાં

*****આભાર*****

Saturday, December 22, 2018

શબ્દ રમતો દ્વારા ભાષા શિક્ષણ




Education innovation festival amreli gujarat.

Good morning


Good morning

મુખ્તલીફ જુસ્તજુ હતી આખેરતમાં
નૂર ઠહેર્યુ છે,ઈમાનની રૂહાનિયતમાં.
        *પૂર્વી લુહાર - કુંકાવાવ(અમરેલી)
અર્થ.....
જૂદીજુદી ઈચ્છાઓ હતી કે પ્રલયના દિવસે મને કોણ ઉગારશે? હવે મારી સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ખુદાના તેઝ પર અટક્યા છે.

નવા શબ્દોના અર્થ....
મુખ્તલીફ.............જૂદી,અલગ,
જુસ્તજુ..............ઈચ્છા,લાલસા,
આખેરત..............પ્રલયનોદિવસ,
નૂર.....................તેઝ,
રૂહાનિયત............. આત્મવિશ્વાસ.
આભાર.

રમત.૨૩






વિદ્યાર્થી મિત્રો.
નમસ્કાર.
અહીં એક ચિત્ર આપવામાં આવેલ છે આ ચિત્ર માં વાવાઝોડું આવ્યું છે તો આપણી ગુજરાતી ભાષાની વિવિધ માત્રાઓ ઉડી રહી છે તમારે એને પકડવાની છે તે  આડાઅવળી છે તમારે યોગ્ય સ્થાન મૂજબ નિચે એકજ હરોળમાં બેસાડવાની છે તો ચાલો પ્રયત્ન કરો.

ક્રમાનુસાર માત્રાઓ ગોઠવતાં આ પ્રમાણે હરોળ થશે.
અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ.
ક,કા, કિ, કી, કુ, કૂ, કે,કૈ,કો,કૌ, કં, ક:

https://www.youtube.com/channel/UC-n8xFZZCyGp5xKI1RKVmEw

Thursday, December 13, 2018

રમત-૨૨

વિદ્યાર્થી મિત્રો.નમસ્કાર.
આજે આપણે સૉનેટ કાવ્ય સ્વરૂપ સમજીશું.ત્યારબાદ તમારે તેને અનુરૂપ પ્રશ્નના જવાબ આપવાના છે.

**સૉનેટનું કાવ્યસ્વરૂપ

- ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્યસ્વરૂપોમાં સૉનેટ                          મહત્વનું  સ્વરૂપ છે.
 -  સૉનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે.
-   સૉનેટ મૂળ ઇટાલીમાં ઉદ્દભવ્યું.
-   સૉનેટ વાદ્ય સાથે ગવાતી લઘુરચના છે
-   ગુજરાતીમાં બળવન્તરાય ઠાકોરે ઇ.સ.૧૮૮૮ માં   'ભણકારા'નામનું પ્રથમ સૉનેટ રચ્યું.
- સૉનેટ ઊર્મિ કાવ્યનોજ એક પ્રકાર છે.
- સૉનેટ ૧૪ પંક્તિ ધરાવતી સુગ્રથિત,સુબદ્ધ કાવ્ય રચના  છે.
-સોનેટમાં પંક્તિના અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે.


**પ્રશ્નોત્તરી:
૧.સૉનેટ મૂળે કેવું સ્વરૂપ છે?
૨. સૉનેટનો ઉદ્દભવ ક્યાં થયો?
૩.સૉનેટ કેવી રચના છે?
૪.ગુજરાતીમાં સૌપ્રથમ કોણે અને ક્યારે સૉનેટ રચ્યું?
૫.સૉનેટ શેનો પ્રકાર છે?
૬.સૉનેટ કેટલી પંક્તિનું કાવ્ય છે?
૭.સૉનેટ માં શેનું મહત્વ હોય છે?

આભાર.....

Tuesday, November 6, 2018

રમત:૨૧

 નમસ્કાર.
વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી શબ્દભંડોળ વિકસાવતી રમત રમીએ તમારે આ શબ્દોને વાંચીને યાદ રાખવાના છે.
:શબ્દખજાનો:
લોચન:- ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ, નેન

અવાજ:- રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કિલ્લોલ, શબ્દ, સૂર, કંઠ, નાદ

આકાશ:- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ, વિતાન, નભસિલ, ફલક

રજની:- રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની, વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા, રાત

સાગર:- સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ, સાયર, જ્લનિધી, દધિ, સાયર, અર્ણવ, રત્નાકર, મહેરામણ, મહોદધિ

નસીબ:- ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર

સુવાસ:- પમરાટ, મહેંક, પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ, પીમળ, સુગંધ, પરિમણ, ફોરમ,

ધરતી:- પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા, અચલા, વસુમતી, ધરા, ભોય, જમીન, ભોમકા, ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા, અવનિ,

સૂરજ:- રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ, મધવા, અંશુમાલી, મરીચી , ખગેશ,  ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર, ખુરશદે, કિરણમાલી, મિહિર, દિનકર, આફતાબ, આદિત્ય, અર્ક, ઉષ્ણાંશુ, દીનેશું

પંકજ:- કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ, અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ, નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ, કુવલય, કુસુમ, વારિજ, પોયણું,

ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ, મધુપ, દ્વિફ

પાણી:- જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ

વિશ્વઃ- સૃષ્ટિ, જગ, જગત, દુનિયા , સંસાર, લોક, આલમ, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર

દિવસ:- દહાડો, દિન, દી ,અહ્‌ર (આજ),

રાત:- રાત્રિ, રાત્રી, નિશા, નિશ, રજની, તમિસ્ત્

ચાંદની:- ચંદની, ચાંદરડું, ચાદરણું, ચંદ્રકાંતા, ચંદ્રજ્યોત, ચંદ્રપ્રભા, ચંદ્રિકા, ચાંદરમંકોડું, કૌમુદી, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા

શાળા:- શાલા, નિશાળ, વિદ્યાલય, વિદ્યામંદિર, શારદામંદિર, વિનયમંદિર, જ્ઞાન મંદિર, ફૂલવાડી, મકતબ, અધ્યાપન મંદિર, બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, વિદ્યાનિકેતન, ગુરુકુળ, અધ્યાપન વિદ્યાલય, વિદ્યાભારતી, ઉત્તરબુનિયાદી, આશ્રમશાળા, આંગણવાડી

ઘર:- ગૃહ, આવાસ, મકાન, ધામ, સદન, નિકેત, નિકેતન, નિલય, રહેઠાણ, નિકાય, નિવાસ્થાન, બંગલી, બંગલો, હવેલી, ખોરડું, ખોલી, કુટિર, ઝૂંપડી, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, મહેલાત, મહેલ, મહોલાત, ફલેટ, વિલા,

પર્વતઃ- પહાડ, ગિરિ, નગ, અદ્રિ, ભૂધર, શૈલ, અચલ, કોહ, તુંગ, અશ્મા, ક્ષમાધર, ડુંગર,

જંગલ:- વન, વગડો, અરણ્ય, રાન, ઝાડી, અટવિ, વનરાઇ. કંતાર, આજાડી, કાનન, અટવી

વરસાદ:- વૃષ્ટિ, મેઘ, મેહ, મેહુલો, મેવલો, મેવલિયો, પર્જન્ય, બલાહક

ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ

પક્ષી:- પંખી, વિહંગ, અંડજ, શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, બ્રાભણ, નભસંગમ, વિહાગ, વિહંગમ. શકુન, શકુનિ, ખેચર

વાદળ:- નીરદ, પયોદ, ઘન, મેઘલ, જીમૂત. જલદ, મેઘ, બલાહક, અબ્રફુલ, અંબુદ, વારિદ, ઉર્વી, અબ્દ, જલઘર, પયોધર, અંબુધર, અંબુવાહ, અંભોદ, અંભોધર, તોયદ, તોયધર

મુસાફર:- પથિક, અધ્વક, પંથી, રાહદારી, યાકિ, વટેમાર્ગુ, ઉપારૂ, પ્રવાસી

પ્રવીણ:- કાબેલ, હોંશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રગ્ન, બુધ, દક્ષ, કોવિંદ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષણાંત, આચાર્ય, ખૈર, વિદ્યાગુરૂ, ભેજાબાજ, પારંગત , ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર

બગીચો:- વાટિકા, વાડી, ઉધાન, પાર્ક, વનીકા, આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, ખેતર, બાગ, ઉપવન

અરજ:- વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઈબાદત, અનુનય, અરજી, ઇલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા

ભપકો:- ઠાઠ, દંભ, દમામ, પાખંડ, ઠસ્સો, ઠઠારો, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોફ, ભભક, ચળકાટ, રોફ, તેજ, ડોળ

સેના:- લશ્કર, સૈન્ય, ચેમૂ, અનીક, કટક, ફોજ, પૃતના, અસ્કર, દલ.

ઝઘડો:- બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક, તોફાન, કજીયો, કંકાસ, હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન, ચકમક

કાપડ:- વસ્ત્ર, અશુંક, અંબર , વસન, પટ, ચીર, કરપટ, પરિધાન, લૂંગડુ, વાઘા

ઝાકળ:- શબનબ, ઓસ, ઠાર, બરફ, હેમ, તુષાર

સફેદ:- ધવલ, શુક્લ, શ્વેત, શુભ્ર, શુચિ, વિશદ, ઉજળું, ગૌર

વૃક્ષ:- તરૂ, ઝાડ, પાદપ, તરુવર, દ્રુમ. દરખત,

અંધારું:- તમસ, વદ, તિમિર, તમિસ્ત્ર, ધ્વાંત, અંધકાર, કાલિમા,

પુત્ર:- નંદ, દીકરો, સુત, આત્મજ, વત્સ, તનય, તનુજ, બેટો, છોકરો


2026 sem. 2 time table

 2026 sem. 2 time table