ત્રિરંગાને વાળીને સાચવવાની સાચી રીત..
હું છું પૂર્વી ગુજરાતી લઈને આવી છું ભાષા ગુજરાતી... ગુજરાતી ભાષાનો રસથાળ,શબ્દ રમતો,નવા વિચારો, નવા સમાચારો,દિન મહિમા, મેળવો નવા અંદાઝમાં....એટલેકે પૂર્વી ગુજરાતીના અંદાઝમાં...... I am Purvi Gujarati, I have brought the language Gujarati... Gujarati language rasthal, word games, new ideas, new news, day glory, get it in a new way....i.e. in the way of Purvi Gujarati.
Thursday, August 18, 2022
રાષ્ટ્રધ્વજ બોલે છે... સાંભળો....
રાષ્ટ્રધ્વજ બોલે છે... સાંભળો....
આજે હું તિરંગો તમને અપીલ કરવા આવ્યો છું કે તમે મને હર ઘર તિરંગા કાર્યક્રમમાં બહુ જ સન્માન આપ્યું છે અને વિશ્વાસ કે તમો હંમેશા સન્માન આપતા રહેશો , એટલે મારી તમને નમ્ર વિનંતી કે હવે મને જેવી રીતે સન્માન આપીને ફરકાવ્યો હતો એવી જ રીતે સન્માન આપી ઉતારી લઈ મારું શરીર જો ભીનું હોય તો સુકાવા દઈ યોગ્ય જગ્યાએ મૂકી દેશો.મારું સન્માન જાળવવું તમારી નૈતિક ફરજ છે.મને નાના બાળકોના હાથમાં રમવા પણ ન આપતા.ચલો ત્યારે હું જાઉં છું . આવજો
ભારત માતા કી જય
Wednesday, August 17, 2022
પારણાનોમ ......
પારણા નવમીના દિને ઠાકોરજીને સવારના ક્રમમાં શ્રૃંગાર આરતી કરવામાં આવે છે. ઠાકોરજીના ઉત્સવસ્વરૂપ એવા ગોપાલલાલજીને બાલસ્વરૂપે સોનાના પારણામાં બિરાજમાન કરાય છે બાલસ્વરૂપને યશોદામાંના ભાવથી વિવિધ પ્રકારના સોના ચાંદીના રમકડા અર્પણ કરાય છે ભગવાનનો પારણા નવમીનો ઉત્સવ અને એમા પણ બાલગોપાલના દર્શન એ ભક્તો માટે આનંદનો અવસર પણ હોય છે.
આ ઉત્સવના વિશેષ દર્શન દ્વારકાના દેવકીજીના મંદિરમાં પણ ઉત્સવરૂપે ભક્તોને થાય છે. પારણા નવમીના ઉત્સવ દરમ્યાન પુજારી પરીવાર દ્વારા બાલગોપાલને વિશેષભોગ પણ બાલસ્વરૂપના ભાવથી અર્પણ કરાય છે ગોપાલજીને નજરના લાગે અને બાલગોપાલજીને કષ્ટ ન પડે એ ભાવે ભકતો દ્વારા સેવાક્રમ કરવામાં આવે છે.
Shree Krishna Information શ્રી કૃષ્ણ વિશે......
Tuesday, August 16, 2022
શીતળાની રસીના શોધક એડવર્ડ જેનરને નાઈટહુડ ખિતાબ
સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં શિતલા સાતમની ભારે શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે લોકો સવારે શિતળા માતાની પૂજા કરી કૂલેરનો પ્રસાદ ધરે અને ટાઢું ખાઇ શીતળા સાતમ મનાવે છે.
અગાઉ શીતળાના રોગથી ઘણા લોકોના મૃત્યુ થયા હતા. જે સઘન રસીકરણ પછી હવે વિશ્વમાં ક્યાય શીતળાનો રોગ દેખાતો નથી. તેનો શ્રેય શીતળાની રસીના શોધક ડો.એડવર્ડ જેનરના ફાળે જાય છે. આજના દિવસે શીતળા માતાજીની સાથોસાથ શીતળા વિરોધી રસીના શોધકને પણ સન્માનપર્વક યાદ કરવા જોઇએ.
આ અંગે વિશેષ વિગતો આપતા ઘરશાળાના ભૌતિકશાસ્ત્રના શિક્ષક ડો.દિપક પંડયાએ જણાવ્યું છે કે, તમામ પ્રકારના ટીકાઓ અને મુકાતી રસીઓ આપતા બાળકોના સ્વાસ્થ્ય માટે અભિરક્ષક છે, જે આપણા શરીરના જાગૃત ચોકીદારો જેવું કાર્ય કરે છે. આપણી ભૂજાઓ પર ટીકાનું નિશાન જોઇએ છીએ ત્યારે તેના આવિષ્કર્તા તરફ આદરથી માથુ નમી જાય છે, કે જેમણે આ સંસારને મહાવિનાશક ચેપગ્રસ્ત રોગોની મહામારીમાંથી સદાને માટે મૂક્ત કર્યા.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ૧૯૬૭માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ-સંશોધન મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી માર્યા ગયા હતા. ૧૭૨૧માં એમેરિકાના બોસ્ટન શહેરની અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી, જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી.
૧૭૪૯માં ઈંગ્લેન્ડના ગ્લોટશાયર કસબામાં એક પાદરી પિતાના ઘરે જન્મેલા, એડવર્ડ જેનરે ચિકિત્સાશાસ્ત્રનું વ્યવહારિક જ્ઞાન લંડનના સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાંથીએ સમયના મહાન સર્જક જોન હન્ટરના માર્ગદર્શન નીચે મેળવ્યું હતું.
અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયા પછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો. 'વાકા' લેટિન શબ્દો અર્થ ગાય થાય છે, જે પરથી વેસિનિટ આ રોગ માટે જાણીતો શબ્દ બન્યો.
વેસિનિયાએ ગહન અધ્યયન અને સંશોધન પોતાના પરાર્મશદાતા અને પથદર્શક ગુરૃ ડો.જોન હન્ટરના માર્ગદર્શન નીચે કર્યું. બધા મળીને કુલ ૨૭ કાઉપોક્ષ રોગીઓનો ક્રમીક ઇતિહાસ અને વિવિધ પરીક્ષણો કર્યા. તેઓએ નોંધ્યું કે કાઉપોક્ષના દર્દીઓને શીતળાનો રોગ થયો નહી. કેટલાક રોગગ્રસ્ત દર્દીઓની ભુજા પર શીતળાના કીટાક્ત દ્રવ્યો (વાઇરસયુક્ત પ્લાઝમા)ને ઈજેક્ટ કરીને જોયું કે તેમને શીતળાનો રોગ બિલકુલ થયો નહીં.
૧૭૯૬માં ડો.જેનરે એક મહત્વના પરીક્ષણ માટે જેમ્સ ફિપ્પ નામના આઠ વર્ષના એક બાળકને તેના માતા-પિતાની મંજૂરી લઇને શીતળાની રસીના મહત્વપૂર્ણ નિર્ણાયક પરીક્ષણ માટે તૈયાર કર્યો. કાઉપોક્ષના વાઇરસનો તેના શરીરમાં દાખલ કરી બિમાર બનાવ્યો. થોડા સમય પછી શીતળાના વાઇરસને તેના શરીરમાં દાખલ કરી નિરીક્ષણ કર્યું તો માલૂમ પડયું કે બાળકને શીતળાનો રોગ બિલકુલ લાગુ ન પડયો.
બ્રિટીશ સરકારે તેમને માનવ કલ્યાણ અર્થે શોધેલી શીતળા વિરોધી રસીના સંદર્ભે નાઇટહુડ ખિતાબ તથા સમગ્ર વિશ્વે તેમનું અમુલ્ય બહુમાન કર્યું.
૧૮૦૦થી ૧૯૪૭ સુધી બ્રિટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકિસનેસન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલ-પોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણના ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૪૭થી ૧૯૭૭ સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફિ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેત ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા, જેની ફુલશ્રુતિ સ્વરૃપે ૧૯૭૭માં ભારતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સદાયને માટે વિદાય થઇ ગયો.
રાંધણછઠ્ઠનું મહત્વ 2022
દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.
આ તહેવાર અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામે મનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને રાંધણ છઠ તો ક્યાંક આ પર્વને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે.
ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.
રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.
આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.
રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.
શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ "હળ" પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે.
કેવી રીતે કરશો પૂજા :
આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલછઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં.
સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
નાગ પંચમી ચાલો નાગનું ચિત્ર દોરીને પૂજા કરીએ
નાગ પંચમી ચાલો નાગનું ચિત્ર દોરીને પૂજા કરીએ.
આજના નાગપંચમીના પર્વમાં નાગનું ચિત્ર પાણીયારીએ દોરીને પૂજા કરો.
નાગનું ચિત્ર શીખવામાટે અહી ક્લિક કરો.
-
ધોરણ છ માં ગુજરાતી વિષયના પ્રથમ સત્ર અંતર્ગત બીજા એકમ "હિંદમાતાને સંબોધન"કાવ્યમાં સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલી વિવિધ ધર્મની ...
-
હોમ લર્નિંગ,વિદ્યાર્થી-વાલી સંપર્ક રજીસ્ટર નમુનો -માત્ર નમૂના રુપે આ ઈમેજ છે, બાકી શાળાના વાતાવરણ અને પરિસ્થિતિ મુજબ મુદ્દાઓ બદલી શકે.વર્ગન...
-
૧,મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? ૨,મેળામાં આવેલી જુદી-જુદી દુકાન ના નામ લખો. ૩,ફુગ્ગા વાળા પાસે કેટલા ફુગ્ગા છે? ૪,મદારી શું ...







