સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં શિતલા સાતમની ભારે શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે લોકો સવારે શિતળા માતાની પૂજા કરી કૂલેરનો પ્રસાદ ધરે અને ટાઢું ખાઇ શીતળા સાતમ મનાવે છે.
અગાઉ શીતળાના રોગથી ઘણા લોકોના મૃત્યુ થયા હતા. જે સઘન રસીકરણ પછી હવે વિશ્વમાં ક્યાય શીતળાનો રોગ દેખાતો નથી. તેનો શ્રેય શીતળાની રસીના શોધક ડો.એડવર્ડ જેનરના ફાળે જાય છે. આજના દિવસે શીતળા માતાજીની સાથોસાથ શીતળા વિરોધી રસીના શોધકને પણ સન્માનપર્વક યાદ કરવા જોઇએ.
આ અંગે વિશેષ વિગતો આપતા ઘરશાળાના ભૌતિકશાસ્ત્રના શિક્ષક ડો.દિપક પંડયાએ જણાવ્યું છે કે, તમામ પ્રકારના ટીકાઓ અને મુકાતી રસીઓ આપતા બાળકોના સ્વાસ્થ્ય માટે અભિરક્ષક છે, જે આપણા શરીરના જાગૃત ચોકીદારો જેવું કાર્ય કરે છે. આપણી ભૂજાઓ પર ટીકાનું નિશાન જોઇએ છીએ ત્યારે તેના આવિષ્કર્તા તરફ આદરથી માથુ નમી જાય છે, કે જેમણે આ સંસારને મહાવિનાશક ચેપગ્રસ્ત રોગોની મહામારીમાંથી સદાને માટે મૂક્ત કર્યા.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ૧૯૬૭માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ-સંશોધન મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી માર્યા ગયા હતા. ૧૭૨૧માં એમેરિકાના બોસ્ટન શહેરની અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી, જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી.
૧૭૪૯માં ઈંગ્લેન્ડના ગ્લોટશાયર કસબામાં એક પાદરી પિતાના ઘરે જન્મેલા, એડવર્ડ જેનરે ચિકિત્સાશાસ્ત્રનું વ્યવહારિક જ્ઞાન લંડનના સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાંથીએ સમયના મહાન સર્જક જોન હન્ટરના માર્ગદર્શન નીચે મેળવ્યું હતું.
અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયા પછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો. 'વાકા' લેટિન શબ્દો અર્થ ગાય થાય છે, જે પરથી વેસિનિટ આ રોગ માટે જાણીતો શબ્દ બન્યો.
વેસિનિયાએ ગહન અધ્યયન અને સંશોધન પોતાના પરાર્મશદાતા અને પથદર્શક ગુરૃ ડો.જોન હન્ટરના માર્ગદર્શન નીચે કર્યું. બધા મળીને કુલ ૨૭ કાઉપોક્ષ રોગીઓનો ક્રમીક ઇતિહાસ અને વિવિધ પરીક્ષણો કર્યા. તેઓએ નોંધ્યું કે કાઉપોક્ષના દર્દીઓને શીતળાનો રોગ થયો નહી. કેટલાક રોગગ્રસ્ત દર્દીઓની ભુજા પર શીતળાના કીટાક્ત દ્રવ્યો (વાઇરસયુક્ત પ્લાઝમા)ને ઈજેક્ટ કરીને જોયું કે તેમને શીતળાનો રોગ બિલકુલ થયો નહીં.
૧૭૯૬માં ડો.જેનરે એક મહત્વના પરીક્ષણ માટે જેમ્સ ફિપ્પ નામના આઠ વર્ષના એક બાળકને તેના માતા-પિતાની મંજૂરી લઇને શીતળાની રસીના મહત્વપૂર્ણ નિર્ણાયક પરીક્ષણ માટે તૈયાર કર્યો. કાઉપોક્ષના વાઇરસનો તેના શરીરમાં દાખલ કરી બિમાર બનાવ્યો. થોડા સમય પછી શીતળાના વાઇરસને તેના શરીરમાં દાખલ કરી નિરીક્ષણ કર્યું તો માલૂમ પડયું કે બાળકને શીતળાનો રોગ બિલકુલ લાગુ ન પડયો.
બ્રિટીશ સરકારે તેમને માનવ કલ્યાણ અર્થે શોધેલી શીતળા વિરોધી રસીના સંદર્ભે નાઇટહુડ ખિતાબ તથા સમગ્ર વિશ્વે તેમનું અમુલ્ય બહુમાન કર્યું.
૧૮૦૦થી ૧૯૪૭ સુધી બ્રિટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકિસનેસન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલ-પોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણના ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૪૭થી ૧૯૭૭ સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફિ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેત ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા, જેની ફુલશ્રુતિ સ્વરૃપે ૧૯૭૭માં ભારતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સદાયને માટે વિદાય થઇ ગયો.
No comments:
Post a Comment