Wednesday, August 17, 2022

Shree Krishna Information શ્રી કૃષ્ણ વિશે......

 








શ્રીકૃષ્ણ 
(સંસ્કૃતઃ कृष्ण) 
English: Krishna
          હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી(વાંસળી) સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હોય છે (શ્રીમદ્ ભાગવતમ્માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગૂઢ તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શન આપતા હોય (જેમકે ભગવદ્ ગીતામા ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.
કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે.] આમાં કૃષ્ણના દિવ્ય અવતારની વાતો, તેમના નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરુ (અર્જુનના સંદર્ભમાં) તરીકેની વાતોનો સમાવેશ કરી શકાય.



No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી