Wednesday, August 17, 2022

પારણાનોમ ......

 


પારણા નવમીના દિને ઠાકોરજીને સવારના ક્રમમાં શ્રૃંગાર આરતી કરવામાં આવે છે. ઠાકોરજીના ઉત્સવસ્વરૂપ એવા ગોપાલલાલજીને બાલસ્વરૂપે સોનાના પારણામાં બિરાજમાન કરાય છે બાલસ્વરૂપને યશોદામાંના ભાવથી વિવિધ પ્રકારના સોના ચાંદીના રમકડા અર્પણ કરાય છે  ભગવાનનો પારણા નવમીનો ઉત્સવ અને એમા પણ બાલગોપાલના દર્શન એ ભક્તો માટે આનંદનો અવસર પણ હોય છે.


આ ઉત્સવના વિશેષ દર્શન દ્વારકાના દેવકીજીના મંદિરમાં પણ ઉત્સવરૂપે ભક્તોને થાય છે. પારણા નવમીના ઉત્સવ દરમ્યાન પુજારી પરીવાર દ્વારા બાલગોપાલને વિશેષભોગ પણ બાલસ્વરૂપના ભાવથી અર્પણ કરાય છે ગોપાલજીને નજરના લાગે અને બાલગોપાલજીને કષ્ટ ન પડે એ ભાવે ભકતો દ્વારા સેવાક્રમ કરવામાં આવે છે.



No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી