Saturday, January 26, 2019

એક સારો વિચાર માણસની જિંદગી બદલી શકે છે.

 Good morning

જીંદગી બધા માટે☝ એક જ છે
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે

અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે

 કોઈપણ સંબંધને ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી પણ તમારી સાથે ટકી રહે...!!

 દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા
દરેકની કિંમત અલગ અલગ હોય છે.
કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી  ........

 સમય કયારેય ખરાબ હોતો નથી.....
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે "સમય" ખરાબ લાગે છે.

 જીંદગી જીવી જાણો નહિતર,
બસના કંડકટર જેવું જીવન બની રહેશે. મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં...

 સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !!

 જીવનમાં તમે તમારી Image
ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્ન કરો
પરંતુ તેની, Quality સામે વાળા વ્યક્તિના
મનની Clearity પર નિર્ભર રહે છે.

 લોખંડનો સૌથી મોટો દુશ્મન
બીજું કોઈ નહીં પોતાનો કાટ જ હોય છે,
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!

  *ઘર્ષણ વગર ગતિ નથી,*
  *સંઘર્ષ વગર પ્રગતિ નથી,
આવશે મુશ્કેલી હજ્જારો હજીય,*
એના વગર તો,*જિંદગી જિંદગી નથી!*

જિંદગી એટલે...
ભૂતકાળની ચમચીમાં...
ભવિષ્યનું લીંબુ લઈને...
વર્તમાનમાં દોડવું...!!!

ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.
       

ભારતના બંધારણ વિશે જાણવા જેવુ.

🇮🇳 *_બંધારણ વિશે જાણવા જેવું_* 🇮🇳

🇮🇳 *_26 જાન્યુઆરી_* 🇮🇳
🇮🇳 *_બંધારણ વિશેષ_* 🇮🇳

(1) 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણા દેશનું બંધારણ પ્રિન્ટ કે ટાઇપ થયેલું નથી, પણ હાથેથી ઇંગ્લીશ અને હિન્દી બંન્ને ભાષામાં લખાયું છે. આ બંધારણની ઓરિજિનલ_
_કોપીઝ પાલૉમેનટની લાઇબ્રેરીમાં હીલિયમ ગેસથી ભરેલ સ્પેશિયલ બૉક્સમાં રાખવામાં આવી છે_

(2)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_જે દિવસે બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, એ દિવસે બહાર પુષ્કળ વરસાદ પડતો હતો. લોકોએ આ દિવસને સારા ભવિષ્યનું પ્રતીક ગણયો._

(3)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, જયારે અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી નાનું બંધારણ છે._

(4)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણા દેશના નેતઓએ દેશના બંધારણમાં આખા વિશ્વના બંધારણની સારી બાબતો લીધી છે. જેમકે, આઝાદી અને સમાનતા ફ્રેન્ચ ના બંધારમાંથી લીધી છે. પંચવર્ષીય યોજનાઓ સોવિયેત સંધના બંધારણ અને સુપ્રીમ કોટૅની કાયૅપ્રણાલી જાપાનના બંધારણની છે. આપણા બંધારણની ધણી મહત્વની બાબતો ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવિ છે._

(5)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_2 વષૅ, 11મહિના અને 18 દિવસ થયા બંધારણ લખવામાં ડ્રાફિટંગ કમિટીએ સબમિટ કરયા પછી પણ લખવામાં આટલો લાંબો સમય થયો._

(6)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_284 સભ્યોએ (બંધારણસભાના) આ_
_બંધારણ પર હસ્તાક્ષર કયૅા એમાં 15_
_લેડીઝ હતી._

(7)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણું બંધારણ આજે પણ વિશ્વનું સૌથી_
_સરસ બંધારણ ગણાય છે_

(8)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_29 ઑગસ્ટ, 1947ના રોજ ડો. ભીમરાવ આંબેડકર બંધારણ સમિતિના અધ્યાક્ષ_
_તરીકે પસંદગી પામ્યા._

(9)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_24 જાન્યુઆરી, 1950, બંધારણ સભાના_
_સભ્યોએ એના ઉપર હસ્તાક્ષર કયાૅ._
(10)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
26 જાન્યુઆરી 1950 ના રોજ આપણાતત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના કરકમલ માં સુપ્રદ કર્યું.
તે દિવસ એટલે આપણો,
*પ્રજાસત્તાક દિન*
_ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
મિત્રો આ હતું દેશ નું બંધારણ_
_પસંદ આવેતો લાઇક કરજો_
_અને આગળ મોકલજો જેથી બધા ને જાણવા મળે_

Friday, January 18, 2019

રમત-૩૧

 વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.

આજે આપણે દીર્ઘ ઈ ની જોડણી જોઈએ
એક અક્ષરના ઈકારાન્ત શબ્દોમાં ઈ દીર્ઘ લખવી.

 ઈ, ઘી, જી, બી, શ્રી

ઉદાહરણ:
૧. સ્ત્રી સમાજની
    ધારનાશક્તિ છે.
૨. ગાયનું ઘી આરોગ્ય માટે
    ઉત્તમ ગણાય છે.
૩. જી સાહેબ !
    એ કામ હું કરીશ.
૪. આદિત્ય ! તું બી પકકો
    છે !
૫. વેપારીએ ચોપડામાં લખ્યું
    -- શ્રી૧!(સવા)
વિદ્યાર્થી મિત્રો હવે તમારે આવા પાંચ ઉદાહરણ લખવાના છે.

આભાર .  

માં-બાપને ભુલશો નહીં

💖 *દરેક યુવાન ફરજિયાત આખું વાંચે* 💖

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે ...

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં *'હલકાં'* છીએ ...

આજે પણ તમો જોતાં હશો કે,

👉૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે ...

👉૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી  અલગ રખાય છે ...

👉 ૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચુમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે...

પણ ઘરમાં બા-બાપુજી ને 'કેમ છો બા ?' કહેતાં નથી !!!

👉 ૭૦% મા-બાપો ઘરડાં થાય ને કંઈ પણ બોલે... તો  "તમને ખબર નો પડે ...!"  એમ કહીને ચૂપ કરાય છે ...

👉૯૦% ઘરડાં માતપિતાને દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી !  ભીખની જેમ રુ. માંગવા પડે છે ...

👉👉👉👉👉👉
જેવું કરશો તેવું ભરશો ...

એ મુજબ અમારા સર્વે પ્રમાણે જે લોકો માબાપને એકલાં છોડી મુકે છે કે માન સન્માન આપતાં નથી, તેમનાં પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ વધુ બુરા હાલ થાય જ છે ...

👉👉અમુક કુટુંબોમાં તો આ પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે ...

માબાપો કુતરાંની જેમ બિચારાં થઈ જીવતાં હોય ..,

ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય...

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે ... 😔

સમજો ... વિચારો ... યુવાનો ...

૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને, જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય ...

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યાં જાય ...

ઓટા-ચોરાના મિત્રો એક પછી એક ચાલ્યાં જાય ...

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય ....

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે શરીર સાથ ના દે ...
સંભળાય નહીં ..

ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન પળપળ બદલાતી હોય ત્યારે, બધાં સાથે સંકલન અશક્ય બની જાય ...

ત્યારે જીવવું એ જ બોજ બની જાય ....

માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે....

આવા સમયે પુત્ર - પુત્રવધૂઓએ પોતાનાં બાળપણને યાદ કરવું જોઈએ ...

જન્મથી જ આપણને ખાતાં, ચાલતાં, બોલતાં ને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય ...

તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધાં હલકટવેડા ????

વિચારો ....

માતપિતાને તરછોડીને આ દુનિયામાં
કોઈ જ સુખી થયું નથી...
થવાનું નથી...

કુતરાંના મોતે ના મરવું હોય અને
ઘડપણમાં સુખેથી જીવવું હોય તો,

માબાપની પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો.

"કેમ છો બા ? કેમ છો બાપુજી ?"
આટલાં શબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.
લખી લો ...

*❤ માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે.*
       *તેને ભરપુર પ્રેમ કરો ...❤*


Thursday, January 17, 2019

માણસાઈ નો પરિચય

##માણસાઈ##


ચાલ,આજે 'માણસાઈ'નો પરિચય આપુ!!!!!

પોતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવા છતાં  રજેરજની ઘરની ખબર હોય એ માણસાઈ.

પોતાનું ઓનલાઈન બુકીંગ હોય છતાં કોઈ વૃદ્ધને બસમાં  પોતાની સીટ પર આદરથી બેસાડે એ માણસાઈ.

નોકરીથી થાક્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય છતાં કોઈ અભણ ને એની બસનું નામ વાંચીને બેસાડેએ માણસાઈ.

પોતે બહાર હોટેલ માં મિત્રો સાથે અવારનવાર જમતો હોય પણ ક્યારેક જન્મદિવસે અનાથ બાળકોને હોટેલમાં પોતાની સાથે જમાડે એ માણસાઈ.

ગર્લફ્રેંડ કે મિત્રો સાથે બહાર ખર્ચા કરતો હોય પણ ક્યારેક ઘરના લોકો અને પત્ની માટે ખર્ચ કરે એ માણસાઈ.

માત્ર વરસાદ થી બચવા કે તડકાથી બચવાનોજ વૃક્ષ સાથે નો સબન્ધ ન હોય પણ ફુલછોડ વાવી ઉછેરે એ માણસાઈ.

ફિલ્મ, નાટક, સિનેમા તો બાળકોને બતાવે પણ ક્યારેક વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરાવે એ માણસાઈ.

પોતાની બેન, દીકરી ,પત્ની,માં .........નું માન તો રાખે પણ પ્રત્યેક સ્ત્રી પરત્વે આદર રાખે એ માણસાઈ.
                                    -પૂર્વી લુહાર(કુંકાવાવ)

Wednesday, January 16, 2019

તરસ.....

@તરસ@

રણને તરસ હોય છે ખળખળતા પાણીની,
જળને તરસ હોય છે ચકચકતી માછલીની.
પીઠી ભરેલી લાદોલાદ સજી, આવી બેનડી,
પણ ખોરડાની ભીંતને તરસ  કંકુ થાપાની.
ઉંબરો ઠેકીને હાલતી  રણઝણતી ઝાંઝરિયુને,
તરસ હોય છે  નૈનોના સાગરમાં ઘુઘવવાની.
ઉઠી ડોલી કે ધડકન શું સમજવું? આ વિદાયમાં,
અડીખમ ખભાને ભવની રહી તરસ મીંડોળમાં.
ઢોલ ઢબુકિયા સજાવી સેજ તાણી લીધા ઘૂંઘટ,
મેંદીએ ચિતરેલી કોયલડીને તરસ મીઠા કેકારની

-પૂર્વી લુહાર(કુંકાવાવ)

Tuesday, January 15, 2019

Good morning


સહર મુયસ્સરમાં ખીલી ઉઠ્યા કમળ,
મુસલ્લલ કુરબત બની ઉન્સની રફતાર.
રૂહાનિયતની નઝાકતથી થઇ રંગપૂરણી,
જન્નતનશીં એ ખુદાબક્સની મંઝીલે સજ્યા.
                *પૂર્વી લુહાર. કુંકાવાવ.
https://purvirathod0505.blogspot.com/?m=1
નવા શબ્દો.
સહર.................... સવાર,
મુયસ્સર...............સાહજિક,
મુસલ્લલ ...............ક્રમશઃ,
કુરબત................... નજીક,
ઉન્સ.....................પ્રેમ,
રફતાર................... ગતિ,
રૂહાનિયત............આત્મવિશ્વાસ.
આભાર 

એક સલામ દેશકે નામ --Army day.૧૫ /જાન્યુઆરી

૧૫.જાન્યુઆરી.
🇮🇳Army day🇮🇳

પરિચય આપું????
નશીબદારનો.......!!!!!!
તો સાંભળ !

 નશીબદારએ શબ
 જેનું કફન છે ત્રિરંગો........

 નશીબદાર એ માં
 જેનો લાલ સરહદે ખપે........

નશીબદાર એ બેની
જેનો વીર માભોમને રક્ષે.........

નશીબદાર એ મિત્ર
જેનો યાર રણમેદાને દુશ્મનો હંફાવે........

નશીબદાર એ દેશ
જેના યુવાનો દેશપ્રેમ ઘુંટે......

નશીબદાર એ કવિઓ
જેના ગાણા જ્ન્મભૂમિ કાજ લડતા લડવૈયાને ચાનક ચડાવે.......

નશીબદાર એ સજની
જેનો સૈનિક સાંવરિયો  ખત માટે જૂરે.........

-પૂર્વી લુહાર (કુંકાવાવ).

Sunday, January 13, 2019

ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ-પૂર્વી.......

💐💐પતંગ.......💐💐

         વિદેશી ખગ
         મર્યું પતંગ દોરે
         રાહ જુએ માં....🦅🙏🏻

           વિધવા માને
       લાવવા કેમ દોરા
          પતંગ મોંઘાં......😢

          પતંગે લખી
     પ્રેમ વાત, અગાશી
        આખીય ઉડે..........🥰

        ફિરકી બેની
      ભૈલો પતંગ ઉડે
        શૈશવ આભે....🌥🚶‍♀🚶

       કાપી, ચગાવી
     પતંગો સાથે હવે
       વીડિયો કોલ.......📱📲

        પતંગ દિન
   ઉજવે શાળા ખુશ
      બાળ ગોપાળો...📐✒📚

      પતંગ ઉડે
  ભાર્યા કંથ વાગોળે
    નાચેલા નેણ......👫

   ગૂંચ પડેલી
ગઈ ખીહરે હવે
  પતંગ ચગે????🤫

     પતંગ દોરે
થૈ  ઘાયલ 'માં' .આશા
   માળે ચણની.....🦅🦉🦆

  પૂર્વી આપે છે.
ઉત્તરાયણ કેરી
 સુકામનાઓ.......😊💐🙏🏻

-પૂર્વી લુહાર (કુંકાવાવ)
https://purvirathod0505.blogspot.com/2019/01/blog-post.html?m=1

Saturday, January 12, 2019

Good morning

Good morning


કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.

આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)

બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી.
શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે.’ આ વાત કેટલી સાચી છે !

આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે ‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’ પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ?

બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે !

બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા તો શીખવી જ પડશે. એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે.

આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે.

દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ.

પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે ‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’

અત્યાર સુધી ફક્ત આપણે જ બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ. એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે.

જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે.



*મા~બાપ*
*અચૂક વાંચે*


🌹🙏🏻🌹

Thursday, January 10, 2019

બાળગીત

ગુજરાતી મારી માઁ,ને હિંદી છે મારી માસી,
હું તો ગરવો ગુજરાતી ને હું  છું હિંદ વાસી .

             એક્ડે  એક  ને  વન
                         કહેવું  મને  ના  ફાવે
            એક્ડા  પછી  તો
                    હસતો ગાતો બગડો આવે

ક કબૂતરનો ક, ક કલમનો ક મારે મન કાશી,
ગુજરાતી મારી માઁ, ને  હિંદી  છે મારી માસી.

            કેવી ટહુકા કરતી  કોયલ
                                 આંબા  ડાળે ઝુલે!
            હિંદી, ગુજરાતી  બોલીને
                       મારી છાતી ગજ ગજ ફૂલે.

કાગળ, કલમ ને કવિની એક જ છે તો રાશિ
ગુજરાતી મારી માઁ, ને હિંદી છે મારી માસી,

             'જલ',  એ, બી, સી, ડી  નો
                               ના  થાતો  તું  દાસ,
              ક, ખ, ગ, ને  ઘ પર
                               કરજે  પૂરેપૂરો  વિશ્વાસ.

અંગ્રેજી તો કાના માતર વગરની છે એક દાસી
ગુજરાતી મારી માઁ, ને હિંદી  છે મારી માસી,

કવિ જલરૂપ

Monday, January 7, 2019

Good morning





દુનિયામાં સૌથી સારું પુસ્તક આપણી પોતાની જાત છે
 પોતાને સમજી લેવાથી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે..!!!

💐 💐 !! શુભ સવાર !! 💐💐

રમત:૩૦

💐💐💐💐💐💐

વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

નીચે આપવામાં આવેલા શબ્દો વાંચો. જેમાં શબ્દ
આગળથી કે પાછળથી વાંચશો કોઈ ફેરફાર જણાશે નહી.

ઉદાહરણ:

૧.લાબેલા
૨.જા રે જા
૩.માં તે માં
૪.ના રે ના
૫.નમન


હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ એવા શબ્દો કે વાક્યો લખવાના છે જે વાંચવાથી આગળ અને પાછળથી સરખુજ વાચન થાય.

     🙏🏻આભાર🙏🏻

રમત:૨૯

💐💐🌴🌴🌴💐💐

વિદ્યાર્થી મિત્રો,નમસ્કાર🙏🏻


આપવામાં આવેલ અક્ષરો પરથી શબ્દો પૂર્ણ કરો.👇🏻


ઉદાહરણ:
૧,--જ--.....….નજમ
૨,--ફ--બ.......આફતાબ
૩,--જ--ત.......ગુજરાત
૪,--ર--મ.........સરગમ
૫,--ભ............આભ



વિદ્યાર્થી મિત્રો હવે નીચેના અધૂરા શબ્દોને તમારે પૂર્ણ કરવાના છે.👇🏻

૧.જ--ત.,
૨.--ર--,
૩.આ--શ,
૪.--ગ--,
૫.સ--ગ--.
    આભાર ...........🙏🏻🙏🏻🙏🏻

રમત:૨૮

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર.

આજે આપણે રવાનુકારી શબ્દો વિશે વાત કરીએ.
રવ એટલે અવાજ જે શબ્દથી અવાજ નો અનુભવ થાય તે શબ્દ રવાનુકારી શબ્દ છે.

ઉદાહરણ
તબડક તબડક
મિત્રો આ શબ્દો થી આપણને ખ્યાલ આવે છે કે તબડક તબડક અવાજ ની વાત થઈ છે.

અન્ય ઉદાહરણ...    
ખળખળ
ઠકઠક
ટકટક.
ધબધબ.
છનછન.

વિદ્યાર્થી મિત્રો હવે તમારે આવા ૧૦ રવાનુકારી શબ્દો લખવાના છે.

આભાર......

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...