Wednesday, January 16, 2019

તરસ.....

@તરસ@

રણને તરસ હોય છે ખળખળતા પાણીની,
જળને તરસ હોય છે ચકચકતી માછલીની.
પીઠી ભરેલી લાદોલાદ સજી, આવી બેનડી,
પણ ખોરડાની ભીંતને તરસ  કંકુ થાપાની.
ઉંબરો ઠેકીને હાલતી  રણઝણતી ઝાંઝરિયુને,
તરસ હોય છે  નૈનોના સાગરમાં ઘુઘવવાની.
ઉઠી ડોલી કે ધડકન શું સમજવું? આ વિદાયમાં,
અડીખમ ખભાને ભવની રહી તરસ મીંડોળમાં.
ઢોલ ઢબુકિયા સજાવી સેજ તાણી લીધા ઘૂંઘટ,
મેંદીએ ચિતરેલી કોયલડીને તરસ મીઠા કેકારની

-પૂર્વી લુહાર(કુંકાવાવ)

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી