Saturday, January 26, 2019

એક સારો વિચાર માણસની જિંદગી બદલી શકે છે.

 Good morning

જીંદગી બધા માટે☝ એક જ છે
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે

અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે

 કોઈપણ સંબંધને ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી પણ તમારી સાથે ટકી રહે...!!

 દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા
દરેકની કિંમત અલગ અલગ હોય છે.
કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી  ........

 સમય કયારેય ખરાબ હોતો નથી.....
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે "સમય" ખરાબ લાગે છે.

 જીંદગી જીવી જાણો નહિતર,
બસના કંડકટર જેવું જીવન બની રહેશે. મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં...

 સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !!

 જીવનમાં તમે તમારી Image
ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્ન કરો
પરંતુ તેની, Quality સામે વાળા વ્યક્તિના
મનની Clearity પર નિર્ભર રહે છે.

 લોખંડનો સૌથી મોટો દુશ્મન
બીજું કોઈ નહીં પોતાનો કાટ જ હોય છે,
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!

  *ઘર્ષણ વગર ગતિ નથી,*
  *સંઘર્ષ વગર પ્રગતિ નથી,
આવશે મુશ્કેલી હજ્જારો હજીય,*
એના વગર તો,*જિંદગી જિંદગી નથી!*

જિંદગી એટલે...
ભૂતકાળની ચમચીમાં...
ભવિષ્યનું લીંબુ લઈને...
વર્તમાનમાં દોડવું...!!!

ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.
       

No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...