Thursday, January 17, 2019

માણસાઈ નો પરિચય

##માણસાઈ##


ચાલ,આજે 'માણસાઈ'નો પરિચય આપુ!!!!!

પોતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવા છતાં  રજેરજની ઘરની ખબર હોય એ માણસાઈ.

પોતાનું ઓનલાઈન બુકીંગ હોય છતાં કોઈ વૃદ્ધને બસમાં  પોતાની સીટ પર આદરથી બેસાડે એ માણસાઈ.

નોકરીથી થાક્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય છતાં કોઈ અભણ ને એની બસનું નામ વાંચીને બેસાડેએ માણસાઈ.

પોતે બહાર હોટેલ માં મિત્રો સાથે અવારનવાર જમતો હોય પણ ક્યારેક જન્મદિવસે અનાથ બાળકોને હોટેલમાં પોતાની સાથે જમાડે એ માણસાઈ.

ગર્લફ્રેંડ કે મિત્રો સાથે બહાર ખર્ચા કરતો હોય પણ ક્યારેક ઘરના લોકો અને પત્ની માટે ખર્ચ કરે એ માણસાઈ.

માત્ર વરસાદ થી બચવા કે તડકાથી બચવાનોજ વૃક્ષ સાથે નો સબન્ધ ન હોય પણ ફુલછોડ વાવી ઉછેરે એ માણસાઈ.

ફિલ્મ, નાટક, સિનેમા તો બાળકોને બતાવે પણ ક્યારેક વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરાવે એ માણસાઈ.

પોતાની બેન, દીકરી ,પત્ની,માં .........નું માન તો રાખે પણ પ્રત્યેક સ્ત્રી પરત્વે આદર રાખે એ માણસાઈ.
                                    -પૂર્વી લુહાર(કુંકાવાવ)

No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...