Wednesday, May 27, 2020

"ઈંટ" -- સ્નેહી પરમાર (યદા તદા ગઝલ 2015)






                ઈંટ

ઈંટ ઉપર ઈંટ ચડતી જાય છે
ઈંટ જાણે ઈંટ મટતી જાય છે

ઈંટમાંથી ભીંત બનતી જાય છે
ઈંટમાંથી ઈંટ ખરતી જાય છે

બે તરફ જળથી પલળતી જાય છે
ઈંટ ફૂલોમાં બદલતી જાય છે

ભીંત કંકુથાપ ધરતી જાય છે
ઈંટ અંદરથી ઊઘલતી જાય છે

ઈંટમાંથી ઈંટ ખસતી જાય છે
ઈંટ પણ માટીમાં મળતી જાય છે

    - સ્નેહી પરમાર
  (યદા તદા ગઝલ 2015)

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી