Monday, May 11, 2020

આરોગ્ય સંભાળ


@@ ચટણી@@


(1)લીલું લસણ, આંદુ, મરચાં, ધાણા,ને ખૂબ લસોટી બનાવવી
ગુણ-વિષમ જ્વર(મેલેરિયા)ને મટાડનાર, દિપક, પાચક.

 (2)પાકાં બીલા કે કોઠાના ગર્ભને આદુ સાથે ખાંડી તેમાં મરચાં ,મરી, ધાણા જીરું નાંખી ચટણી કરવી

 ગુણ અતિસાર (ઝાડા)માં પથ્ય

(3)-આદુ ઝીણું લસોટી તેમાં 
લીંબુ નીચોવી સિંધાલૂણ, મરી ,નાંખી ચટણી બનાવવી.
ગુણ-દિપક, પાચક રુચી ઉત્પન્ન કરનાર

(4) ફુદિનો,લીલા મરચા, કોથમીર, ખૂબ લસોટી તેમાં હળદર, જીરું, મીઠું, લસણ નાખી ચટણી બનાવવી તેમાં મીઠોલીમડો, કોપરું, શેકેલા ચણા, નાખી શકાય
 ગુણ-પાચક,રુચી કરને પથ્ય છે

(5)કરમદા,આદુ, કોથમીર, લસણ, ખાંડ, મીઠું, આખુજીરુ, લીલા મરચા, શીંગ દાણા ની ચટણી
ગુણ-વિટામિન થી ભભરપૂર,રુચી કર,દિપક ,પાચક.

(6) કાચી કેરી, લીલા મરચાં, ફુદિના, કોથમીર, જીરુંઆખુ,લીલું લસણ ની ચટણી.
-ગુણ- દિપક, પાચક, ત્રીદોષ નાશક ,લૂ ન લાગે .

(7) આમળી ,શીંગ દાણા, કોપરું,
મરચાં, કોથમીર, જીરું, ખાંડ, મીઠું ની
ચટણી-
ગુણ-વિટામિન સી થી ભરપુર, રોગપ્રતિકારક શક્તિ પેદા થાય, દિપક પાચક, ગ્રાહી.

આભાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...