Saturday, February 16, 2019

Vir javan amar rhe

#સરહદ પર...હદ થઈ ગઈ

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

Sunday, February 3, 2019

e -- Library.

|| e-Library ||

यह eLibrary है, इसमें कई सौ अमूल्य ग्रंथों के PDF हैं, ताकि यह ज्यादा से ज्यादा लोगों के काम आ सकें, देश धर्म संबंधी अमूल्य पुस्तकें इन लिंक में संग्रहीत हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स की किताबें दो साल में अलग अलग स्त्रोतों से इकट्ठी की गईं हैं, अपनी पसंद की किताबें पढ़ें और शेयर करें...

Aadi Shankaracharya - आद्य शंकराचार्य :-
https://goo.gl/DcBYbQ

Sri Aurobindo - श्री अरविंदो :-
https://goo.gl/DcBYbQ

Swami Dayananda - स्वामी दयानंद :-
https://goo.gl/DcBYbQ

Swami Vivekanand - स्वामी विवेकानन्द :-
https://goo.gl/DcBYbQ

Swami Shivanand - स्वामी शिवानंद :-
https://goo.gl/DcBYbQ

Swami Ramteerth - स्वामी रामतीर्थ :-
https://goo.gl/DcBYbQ

Sitaram Goel - सीताराम गोयल :-
https://goo.gl/DcBYbQ

Veer Savarkar - वीर सावरकर :-
https://goo.gl/DcBYbQ

P.N.Oak - पी.एन. ओक :-
https://goo.gl/DcBYbQ

हिन्दू, राष्ट्र:-
https://goo.gl/DcBYbQ

Basic Hinduism -
https://goo.gl/DcBYbQ

Hindutva and India :-
https://goo.gl/DcBYbQ

Autobiography - आत्मकथाएं :-
https://goo.gl/DcBYbQ

धर्म एवं आध्यात्म -
https://goo.gl/DcBYbQ

यज्ञ Yajna -
https://goo.gl/DcBYbQ

Brahmcharya - ब्रह्मचर्य :-
https://goo.gl/DcBYbQ

Yog - योग :-
https://goo.gl/DcBYbQ

Upanishad - उपनिषद  :-
https://goo.gl/DcBYbQ

Geeta - श्रीमद्भगवद्गीता :-
https://goo.gl/DcBYbQ

Manusmriti - मनुस्मृति :-
https://goo.gl/DcBYbQ

Valmeeki and Kamba Ramayan - वाल्मीकि व कम्ब रामायण :-
https://goo.gl/DcBYbQ

Puran - पुराण :-
https://goo.gl/DcBYbQ

Books on Vedas - वेदों पर किताबें :-
https://goo.gl/DcBYbQ

Maharshi Dayananda - महर्षि दयानंद :-
https://goo.gl/DcBYbQ

-------------Complete commentaries on Veda - सम्पूर्ण वेद भाष्य --------
https://goo.gl/DcBYbQ
RigVeda - ऋग्वेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

YajurVeda - यजुर्वेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

SamaVeda - सामवेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

AtharvaVeda - अथर्ववेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

🙏🙏

Saturday, February 2, 2019

એક ઉત્તમ રચના હિન્દીમાં.

वो इस अंदाजकी मुजसे महोबत चाहता है,
मेरे हर ख्वाब पर अपनी हुकुमत चाहता है।

मेरे हर लफ्ज में जो बोलता हे मुजसे बढ कर,
मेरे हर लफ्ज की मुजसे वजाहत चाहता हे।

बहाना चाहिये उसको भी अब तर्के वफा का,
में खुद उससे करुं कोई शिकायत चाहता हे।

उसे मालुम है  मेरे परों में दम नही है,
मेरा सैयाद अब मुजसे बगावत चाहता है।

वो कहेता है में उसकी जरुरत बन चुका हुं,
तो गोया वोह मुजे हसबे जरुरत चाहता है।

कभी उसके सवालों से मुजे लगता है अयसे,
के जयसे वोह खुदा है ओर कयामत चाहता है।

उसे मालुम है मेने हमेशा सच लिखा है,
वोह फीरभी जुटकी मुजसे हीमायत चाहता है।
                             परवीन शाकिर

અણમોલ શેર

*જ્ઞાન રતન ધન પાયો*

*ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર*


તારી આ નીચી નજર તો
કોયડો છે કોયડો,
થાય જો ઊંચી નજર તો
વાત કંઈ આગળ વધે.

*કિરણસિંહ ચૌહાણ*

હતાં સાથે સફરમાં એ બધાં
જણ ક્યાં ગયાં ?
હવે બસ હું ,નર્યું એકાંત ,
ને ખાલીપણું !

*સ્મિતા શાહ - મીરાં*

મિલનમાં જલદી વીતે છે સમય
વીતે ન વીરહમાં,
હકીકત એ  કે પસ્તાશો સમયથી
છૂટ લેવામાં.

*મહેશ શાહ*

તારી પહોંચ હોય  તો બસ  આટલું  તું કર,
તારા સ્મરણને મારા સુધી આવવા ન દે!

*લક્ષ્મી ડોબરિયા*

મારી હસ્તી મારી પાછળ એ રીતે
વીસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને
જગા પુરાઈ ગઈ.

*ઓજસ પાલનપુરી*

તમારા ખુદના જીવનમાં
તમારો   કેટલો   ફાળો?

*કિરણસિંહ ચૌહાણ*

સાવ  નાજુક પારદર્શક પાંદડે  બેઠી હતી.
ઓસ  ફંગોળાય છે, આપને ક્યાં જાણ છે?

 *મહેશ શાહ*

વધુ શું હોય આનાથી તબાહીમાં;
સ્વજન સામે ઊભા છે સૌ ગવાહીમાં!

 *રવિ દવે 'પ્રત્યક્ષ'*

અધીરો છે તને ઈશ્વર બધું યે
આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો
માગવા માટે?

*અનિલ ચાવડા*

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું  બહાનું  કરી આ પાછો  ફર્યો લે.

*મરીઝ*

જીવ હજી તો ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.

*ચંદ્રેશ મકવાણા*

ખુશાલીમાં અજાણ્યા પણ થશે
સામેલ મહેફિલમાં,
અને ગ઼મમાં દિલાસો લઈ ઉદાસી
એકલી આવે.

*મહેશ શાહ*

આભમાં કે દરિયામાં તો એક
પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ
સફર ખેડી નથી.

*રાજેશ વ્યાસ 'મિસ્કીન'*

ખૂલે નહીં જો શેર તો,
પાનાં-પકડ આપું તને?

*કુલદીપ કારિયા*

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું
સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું
તો થાય છે.

*રાજેન્દ્ર શુક્લ*

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કો'ક દરવાજો કરી દે બંધ તો!

*ચિનુ મોદી*

પાઈ દેવા પ્યાલી આજે સાંઈ
ઘરમાં આવશે,
એ મિષે મેં રાતભર ખુલ્લું જ
રાખ્યું બારણું.

*મહેશ શાહ*

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?

*મનહર મોદી*

સતત એની  ફરતે મજાનો ફરે છે,
ગ઼ઝલની ધરી છે, મુબારક કવિને!

*હિમલ પંડ્યા*

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી
રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો
જવાનું થાય તો!

*અનિલ ચાવડા*

દીવાલોમાં પીપળની માફક  અહીં ,
ગઝલ  પાંગરી  છે   મુબારક કવિને!

*ગૌતમ પરમાર*

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?

*ખલીલ ધનતેજવી*

મને સદ્ ભાગ્ય કે શબ્દો મળ્યા તારે
નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં
વરસ લાગે.

*મનોજ ખંડેરિયા*

મળ્યો તું શબ્દ થઈને દોસ્ત મારો જે
ઘડી આવ્યો,
જીવનમાં રસ વધારે જીવવાનો  તે
ઘડી આવ્યો.

*મહેશ શાહ*

ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.

*અનિલ ચાવડા*

સિગારેટને રસ્તા ઉપર આ રીતથી
ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી
કાણાં હોય છે.

*ભાવિન ગોપાણી*

અફસોસ કેટલાય મને
આગવા મળ્યા,
ગાલિબને મારા શેર નથી
વાંચવા મળ્યા.

*ભરત વીંઝુડા*

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

*અનિલ ચાવડા*

શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની
શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની
સહી નથી.

*જલન માતરી*

જિંદગીને જીવવાની ફિલસૂફી
સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી
સમજી લીધી.

*મરીઝ*

હું  મંદિરમાં આવ્યો, અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં, બસ અભરખા ઉતારો.

*ગૌરાંગ ઠાકર*

જત જણાવવાનું તને કે છે
અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ
તારું સ્મરણ.

*રાજેન્દ્ર શુક્લ*

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર
એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી
હાજરી નહોતી.

*બરકત વિરાણી ‘બેફામ’*

તફાવત એ જ છે,તારા અને મારા
વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને
વિચારું છું.

*અમૃત 'ઘાયલ'*

જીવનની સમી સાંજે મારે જખ્મોની
યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ
અંગત અંગત નામ હતાં.

*સૈફ પાલનપુરી*

તમારી યાદ જો હઠ લઈને બેઠી
પાંપણો પાસે
પુરાવો પૂછશો તો એનો કોઈ નકશો
નથી પાસે.

*મહેશ શાહ*

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું  કહું  છું  જિંદગી ધોવાય છે.

*શયદા*

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
પછી  આ  ધૂળ  ફરી  ઉમ્રભર મળે ન મળે.

*'આદિલ' મન્સૂરી*

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

*મરીઝ*

મોત વેળાની આ ઐયાશી
નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર
જાગ્યા કરે.

*મરીઝ*

🙏🏽🕉🙏🏽

એક ઉત્તમ રચના

કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં લખવી છે

આંબા ડાળે કોયલ બોલે દાદ નહી ફરિયાદ
ચકલીબાઈથી "ચી" થઇ જાય તો આભ કહે "ઈર્શાદ "
ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે ?

સંત કબીરજી કહી ગયા એ વાત બહુ અલગારી છે
દોરા-ધાગા કરવા કરતા ચાદર વણવી સારી છે
આ તે કેવી મેડી કે જે વગર પગથિયે ચડવી છે ?

કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં પઢવી છે

અનિલ જોશી
( પાણીમાં ગાંઠ પડી જોઈ " સંગ્રહમાંથી )

Good morning

*👌👌વાંચજો જરૂર👌👌*

*એક માણસે એક અલ્લાહ ના વલી ને પુછયુ મારા ભાગ્યમા કેટલુ ધન છે.?*

*તેમણે  એ કહ્યું- મારા પરવરદીગાર ને પૂછીને આવતી કાલે કહીશ...,*

*બીજા દીવસે અલ્લાહ ના વલી એ કહ્યુ.*
*૧ રૂપિયો રોજ તારા ભાગ્યમાં છે..*

*માણસ બહુ ખુશ રહેવા લાગ્યો.... એની જે પણ જરૂરતો તે એક રૂપિયામાં પુરી થઈ જાતી હતી...*

*એક દીવસ એના એક મિત્રએ કહ્યુ...., હુ તારા સાદગી ભર્યું જીવન જીવવાનુ અને તેમાં પણ તને ખુશ જોઈને  હુ ઘણો પ્રભાવીત થયો છુ....માટે હુ મારી બહેન ના લગ્ન તારી સાથે કરવા માંગુ છુ...,*

*તે માણસે કહ્યુ મારી કમાઈ રોજનો ૧ રૂપિયો છે...એ તને ખબર છે..તો પણ....*
*આ એક જ રૂપિયામાં તારી બહેનને ગુજરાન કરવુ પડશે...*

*મિત્રએ કહ્યુ કોઈ વાંધો નહી... મને આ સંબંધ મંજુર છે...*

*અને તેણે સગાઈ કરી નાખી....,*
*આગલા દિવસથી એ માણસની કમાઈ ૧૧ રૂપિયા થઈ ગઈ...*

*એ માણસે અલ્લાહ ના વલીને બોલાવ્યા અને પુછયુ ..., મારા ભાગ્યમા તો ૧ રૂપિયો લખ્યો હતો તો પછી ૧૧ રૂપિયા મને કેમ મળી રહ્યા છે.???*

*તેમણે કહ્યું કે  :- તારો કોઈની સાથે સબંધ કે સગાઇ થઈ છે...????*

*હા સગાઈ થઈ છે..???*

*તો આ વધારાના ૧૦ રૂપિયા તારી હોનાર પત્ની ના ભાગ્યના તને મળી રહ્યા છે...*

*હવે આને જોડવા-(બચાવવા) લાગ આગળ તને તારા લગ્નમાં કામ લાગશે..*

*એક દીવસ એની પત્ની ગર્ભવતી થઈ અને એની કમાઈ એ દીવસે થી ૩૧ રૂપિયા થવા લાગી...*

*ફરી થી એણે અલ્લાહ ના વલી ને બોલાવ્યા અને કહ્યુ હે અલ્લાહના વલી મારા અને મારી પત્નીના ભાગ્યમાં ૧૧ રૂપિયા મળી રહયા હતા તો હવે ૩૧ રૂપિયા કેમ મળવા લાગ્યા..???*

*કેમ હુ કાઈ કોઈ અપરાધ કરી રહ્યો છુ...????*

*તેમણે કહ્યુ :- આ ૨૦ રૂપિયા તને તારા બાળક ના ભાગ્ય ના મળી રહ્યાં છે..*

*દરેક મનુષ્યને એના પ્રારબ્ધ ( ભાગ્ય)લખેલું હોય છે..કે.....,*
*કોના ભાગ્યથી ઘરમાં ધન-દૌલત આવે છે.... એ અમને કે કોઈને ખબર નથી હોતી..*

*પણ આ દુનિયામાં*
*મનુષ્ય અહંકાર કરતો હોય છે....કે મે આ બનાવ્યું, મે આ કર્યું,*
*મે કમાવ્યું, આ મારૂ છે, હુ કમાઈ રહયો છૂ,*
*મારા લીધેજ આ બધુ થઈ રહ્યુ છે...વગેરે...વગેરે..!!!*

*પરંતુ હે મનુષ્ય*
*તને નથી ખબર કે તુ કોના ભાગ્યનુ ખાય રહ્યો અને કમાઈ રહ્યો છે ...।।*
*બેશક.. અલ્લાહ જ બધુ કરવા વાળો છેઃ*
👌👌👌👌👌

Friday, February 1, 2019

એક વાર્તા

ધ્વજવંદન.-પૂર્વી લુહાર
              મીન્નિ હમણાં હમણાં  ખુબ ખુશ હતી. મીન્નિ ભણવામાં ખૂબ હોશિયાર અને કળા કારીગરીમાં માહિર. શાળાની વિવિધ સ્પર્ધાઓના ઓડિશનમાં મીન્નિનું સિલેક્સન થઈ ગયું, ઘણા બધા સહપાઠી મિત્રો મીન્નિની  જલન કરતા કારણકે  આચાર્યના કડક નિયમો માંથી પસાર થઈને સીલેકશન થતુ હતું.મીન્નિના વર્ગના ઘણા બધા મિત્રો ઓડિશન પાસ ન કરી શક્યા જ્યારે મીન્નિનું સિલેક્સન ગૃપ ડાન્સ,સ્પીચ અને પરેડમાં થઈ ગયું જે પણ હોય મીન્નિ  ખૂબ ખુશ હતી. ઘરે આવીને એ પોતાની આ પરિસ્થિતિનું વર્ણન કરતી મા બિચારી કાઈ  સમજી શકતી નહીં પણ એટલું જાણતી કે પોતાની દીકરીને શાળામાં વધારે કામ હોવાથી ખેતરમાં કામ કરવા હમણાં-હમણાં લઈ જવી નહીં.

                    મીન્નિના દિલોદિમાગમાં પ્રજાસત્તાક પર્વ છવાઇ ગયું હતું ઘરે આવીને પણ એ કાર્યક્રમની પ્રેકટિશ કરતી આસપાસના ઝુંપડાના બાળકો એને જોઈ રહેતા ક્યારેક તો એ નિંદરમાં પણ લેફ્ટ-રાઈટ,લેફ્ટ-રાઈટ અને કોણ જાણે કેવા નારા બોલતી અભણમાં ઝબકીને જાગી જતી,થોડું મલકાઈને એ મીન્નિને તાકી રહેતી.

                                આ વખતે મીન્નિની શાળામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાકપર્વ ઉજવવામાં આવનાર હતો મોટા રાજકારણીઓ,નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવનાર હતા પ્રિન્સિપાલની કડક સુચના હતી કે પોગ્રામમાં કોઈ કમી ન રહેવી જોઈએ આખરે શાળાની આબરુનો સવાલ હતો.પ્રથમવારજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ પ્રાઇવેટ શાળામાં ઉજવાઈ રહ્યો હતો.આથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા લાગ્યા અને પોગ્રામની સફળતા માટે પ્રેક્ટીશ કરવા લાગ્યા.
                      શાળામાં આજે અચાનક ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને હોલમાં બોલાવવામાં આવ્યા અને સૌના હાથમાં એક લિસ્ટ પકડાવી દીધુ,જેમાં પોગ્રામને અનુરૂપ કૃતિમાટે વિવિધ પોષાક પહેરવાની ચીજ વસ્તુઓના નામ હતા. મીન્નિના હાથમાં પણ લિસ્ટ આવ્યું જેમાં સફેદ ખાદીનો ઝભ્ભો, કાળાબૂટ, લાલ ચશ્મા,કેસરી પટ્ટી વગેરે..   બધા બાળકો લિસ્ટ જોઈ ખુશ થઈ ગયા ઘરે જઈને મમ્મી-પપ્પાને આ લીસ્ટ આપશું અને આ બધી વસ્તુઓ પહેરવાનો મોકો મળશે. પણ મીન્નિ ખુણામાં ઉદાસ મોંએ બેસી ગઈ તેની પાસે કોઇ શબ્દો ન હતાં, શિક્ષકને  મીન્નિ પ્રત્ય ખુબ હમદર્દી હતી એમણે મીન્નિના માથે હાથ ફેરવીને પ્રેમપૂર્વક હાથ પકડીને કહ્યું : મીન્નિરાણી ચૂપ કેમ છે?  આ લિસ્ટમાં જે વસ્તુઓ છે એ કાલે લાવજે જેથી હું ચેક કરી લવ કયાંય ભૂલ તો નથીને વળી એ જ ડ્રેસકોડમા કાલે પ્રેક્ટીસ પણ થઈ જશે, મજા આવશે અને તારી સ્પિચ નો વિષય છે 'અખંડ ભારત ' ખાદીના કુર્તા માં તું આ ભાષણ આપીશ તો ખૂબ સુંદર લાગીશ ચાલ બધાનું લિસ્ટ તારે નથી જોવુ? મીન્નિ કંઇજ બોલી નહિ  આંખોમાં અશ્રુ ધારા સાથે વિનમ્રતાથી એણે શિક્ષકને કહ્યું --'મારી મા વિધવા છે ખૂબ જ મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે મારા નાના ભાઈ બહેનો માટે કપડા ખરીદવાના પૈસા નથી મારી મા પણ થિંગડા વાળા કપડાં પહેરે છે.આ શાળામાં તો મને RTE પ્રમાણે એડમિશન મળ્યું છે એટલે આ લિસ્ટ વાળી   ચીજવસ્તુઓ લેવાનું હું મારી માને કેમ કહું ? એ તો ખૂબ દુઃખી થઈ જશે.મારે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વમાં નથી જોડાવું .મારું નામ કાઢીને આપ અન્યને રાખી દો કેમ કે હું આ બધી વસ્તુઓ લાવી શકું એમ નથી.આવું કહી મીન્નિ ધ્રુસકે-ધ્રુસકે  રડવા  લાગી. શિક્ષક પણ ઉદાસ થઈ ગયા એમણે ઓફિસમાં જઈ આચાર્યને  વાત કહી કડક નિયમોમાં માનનાર અને અત્યારે પ્રોગ્રામને સફળ બનાવવાની મનવાંછના વાળાઆચાર્યશ્રી એ મીન્નિની  જગ્યાએ બીજી વિદ્યાર્થીનીને રાખી લીધી.શિક્ષક પણ સમસમી ગયા એમને તો કંઈ બોલવાનો મોકો મળ્યો જ નહીં .26 જાન્યુઆરી આવી ગઈ અને જયજયકારના નાદ સાથે શાળા ગૂંજી ઊઠી પાસેના ખેતરમા માં સાથે કામ કરતી મીન્નિ દેશભક્તિના ગીતો સાંભળી રહી ખેતરમાંથી જ દેખાતા ત્રિરંગાને એણે સલામી આપી આ જોઈને અભણ માની  આંખોમાંથી ત્રિરંગાની વચ્ચે દેખાઈ રહેલા અશોક ચક્ર જેવડા આંસુઓ ખરી પડ્યા ધ્વજવંદન થઇ ગયું ખેતરમાં પણ અને શાળામાં પણ....
                      -પૂર્વી લુહાર

2026 sem. 2 time table

 2026 sem. 2 time table