કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં લખવી છે
આંબા ડાળે કોયલ બોલે દાદ નહી ફરિયાદ
ચકલીબાઈથી "ચી" થઇ જાય તો આભ કહે "ઈર્શાદ "
ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે ?
સંત કબીરજી કહી ગયા એ વાત બહુ અલગારી છે
દોરા-ધાગા કરવા કરતા ચાદર વણવી સારી છે
આ તે કેવી મેડી કે જે વગર પગથિયે ચડવી છે ?
કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં પઢવી છે
અનિલ જોશી
( પાણીમાં ગાંઠ પડી જોઈ " સંગ્રહમાંથી )
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં લખવી છે
આંબા ડાળે કોયલ બોલે દાદ નહી ફરિયાદ
ચકલીબાઈથી "ચી" થઇ જાય તો આભ કહે "ઈર્શાદ "
ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે ?
સંત કબીરજી કહી ગયા એ વાત બહુ અલગારી છે
દોરા-ધાગા કરવા કરતા ચાદર વણવી સારી છે
આ તે કેવી મેડી કે જે વગર પગથિયે ચડવી છે ?
કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં પઢવી છે
અનિલ જોશી
( પાણીમાં ગાંઠ પડી જોઈ " સંગ્રહમાંથી )
No comments:
Post a Comment