Sunday, December 30, 2018

રમત-૨૭

વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.
નિચે આપવામાં આવેલ શબ્દ પરથી પાંચ વાક્યો બનાવો.
                       
          *કલરવ*

૧.પંખીઓ કલરવ કરે છે.
૨.પંખીઓનો કલરવ મધુર હોય છે.
૩.પક્ષીઓનો સમુહમાં કલરવ વાતાવરણને પ્રફુલ્લિત કરે છે.
૪.સાંજે માળા તરફ પરત ફરતા પક્ષીઓ કલરવ કરે છે.
૫.મને પક્ષીઓનો કલરવ ખુબ ગમે છે.

રમત:૨૬






વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.
નિચે આપવામાં આવેલ શબ્દના દરેક અક્ષર પરથી શબ્દ બનાવો ત્યારબાદ
 તે શબ્દનાં દરેક અંતિમ અક્ષર પરથી એક શબ્દ બનાવો.
             ગુજરાત
             
         ગુ-ગુલાબ-બકરી,
         જ-જલ-લખોટી,
          રા-રાજ-જમવું,
          ત-તરવું-વુલર.
       ************* આભાર..............
                

Friday, December 28, 2018

રમત.... ૨૫



વિદ્યાર્થી મિત્રો,
નમસ્કાર.
ઉપરોક્ત ફોટો માં શબ્દકોશનો ક્રમ હિન્દી અને ગુજરાતી માં  આપવામાં આવેલ છે.વયકક્ષાનુસાર પરીક્ષામાં શબ્દકોશ ક્રમ પૂછવામાં આવે છે. જેમાં પ્રથમ સ્વર પછી વ્યંજન ગોઠવવામાં આવે છે.નિચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો.
શબ્દો:
આવકાર,કેવટ,ખમ્મા, વાદળ, ઊંઝા, મીર,શગડી, મૂર્તિ,અંબર, સરસ.

**આભાર**

રમત ૨૪

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર,

અહીં *૧૦૧ ગુજરાતી કહેવતો..*આપવામાં આવી છે એ વાંચો ત્યારબાદ નિચે આપેલી ૫ કહેવતોના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.
★૧૦૧ ગુજરાતી કહેવતો★

૧, બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમેં
★★★★★★★★★★★★★★★★★

કહેવતોના વાચન બાદ હવે નિચે આપેલી પાંચ  કહેવતો ના અર્થ આપીને વાક્યપ્રયોગ કરો.

ઉદાહરણ:

કહેવત-- સંગ તેવો રંગ

અર્થ--  જેની સાથે રહીયે તેનો પ્રભાવ પડે છે.

વાક્યપ્રયોગ--
સાગર ખુબ હોંશિયાર અને ડાહ્યો હતો પણ પેલી તોફાની ટોળકી સાથે રહીને હવે એનેય સંગ તેવો રંગ આવી ગયો છે.

પાંચ કહેવતો.★
૧.સંપ ત્યાં જંપ
૨.જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૩.પાકા ઘડે કાંઠા ન ચડે
૪.વખાણેલી ખીચડી દાઢે વળગી
૫.દૂરથી ડુંગર રળિયામણાં

*****આભાર*****

Saturday, December 22, 2018

શબ્દ રમતો દ્વારા ભાષા શિક્ષણ




Education innovation festival amreli gujarat.

Good morning


Good morning

મુખ્તલીફ જુસ્તજુ હતી આખેરતમાં
નૂર ઠહેર્યુ છે,ઈમાનની રૂહાનિયતમાં.
        *પૂર્વી લુહાર - કુંકાવાવ(અમરેલી)
અર્થ.....
જૂદીજુદી ઈચ્છાઓ હતી કે પ્રલયના દિવસે મને કોણ ઉગારશે? હવે મારી સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ખુદાના તેઝ પર અટક્યા છે.

નવા શબ્દોના અર્થ....
મુખ્તલીફ.............જૂદી,અલગ,
જુસ્તજુ..............ઈચ્છા,લાલસા,
આખેરત..............પ્રલયનોદિવસ,
નૂર.....................તેઝ,
રૂહાનિયત............. આત્મવિશ્વાસ.
આભાર.

રમત.૨૩






વિદ્યાર્થી મિત્રો.
નમસ્કાર.
અહીં એક ચિત્ર આપવામાં આવેલ છે આ ચિત્ર માં વાવાઝોડું આવ્યું છે તો આપણી ગુજરાતી ભાષાની વિવિધ માત્રાઓ ઉડી રહી છે તમારે એને પકડવાની છે તે  આડાઅવળી છે તમારે યોગ્ય સ્થાન મૂજબ નિચે એકજ હરોળમાં બેસાડવાની છે તો ચાલો પ્રયત્ન કરો.

ક્રમાનુસાર માત્રાઓ ગોઠવતાં આ પ્રમાણે હરોળ થશે.
અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ.
ક,કા, કિ, કી, કુ, કૂ, કે,કૈ,કો,કૌ, કં, ક:

https://www.youtube.com/channel/UC-n8xFZZCyGp5xKI1RKVmEw

Thursday, December 13, 2018

રમત-૨૨

વિદ્યાર્થી મિત્રો.નમસ્કાર.
આજે આપણે સૉનેટ કાવ્ય સ્વરૂપ સમજીશું.ત્યારબાદ તમારે તેને અનુરૂપ પ્રશ્નના જવાબ આપવાના છે.

**સૉનેટનું કાવ્યસ્વરૂપ

- ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્યસ્વરૂપોમાં સૉનેટ                          મહત્વનું  સ્વરૂપ છે.
 -  સૉનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે.
-   સૉનેટ મૂળ ઇટાલીમાં ઉદ્દભવ્યું.
-   સૉનેટ વાદ્ય સાથે ગવાતી લઘુરચના છે
-   ગુજરાતીમાં બળવન્તરાય ઠાકોરે ઇ.સ.૧૮૮૮ માં   'ભણકારા'નામનું પ્રથમ સૉનેટ રચ્યું.
- સૉનેટ ઊર્મિ કાવ્યનોજ એક પ્રકાર છે.
- સૉનેટ ૧૪ પંક્તિ ધરાવતી સુગ્રથિત,સુબદ્ધ કાવ્ય રચના  છે.
-સોનેટમાં પંક્તિના અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે.


**પ્રશ્નોત્તરી:
૧.સૉનેટ મૂળે કેવું સ્વરૂપ છે?
૨. સૉનેટનો ઉદ્દભવ ક્યાં થયો?
૩.સૉનેટ કેવી રચના છે?
૪.ગુજરાતીમાં સૌપ્રથમ કોણે અને ક્યારે સૉનેટ રચ્યું?
૫.સૉનેટ શેનો પ્રકાર છે?
૬.સૉનેટ કેટલી પંક્તિનું કાવ્ય છે?
૭.સૉનેટ માં શેનું મહત્વ હોય છે?

આભાર.....

Tuesday, November 6, 2018

રમત:૨૧

 નમસ્કાર.
વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી શબ્દભંડોળ વિકસાવતી રમત રમીએ તમારે આ શબ્દોને વાંચીને યાદ રાખવાના છે.
:શબ્દખજાનો:
લોચન:- ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ, નેન

અવાજ:- રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કિલ્લોલ, શબ્દ, સૂર, કંઠ, નાદ

આકાશ:- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ, વિતાન, નભસિલ, ફલક

રજની:- રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની, વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા, રાત

સાગર:- સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ, સાયર, જ્લનિધી, દધિ, સાયર, અર્ણવ, રત્નાકર, મહેરામણ, મહોદધિ

નસીબ:- ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર

સુવાસ:- પમરાટ, મહેંક, પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ, પીમળ, સુગંધ, પરિમણ, ફોરમ,

ધરતી:- પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા, અચલા, વસુમતી, ધરા, ભોય, જમીન, ભોમકા, ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા, અવનિ,

સૂરજ:- રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ, મધવા, અંશુમાલી, મરીચી , ખગેશ,  ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર, ખુરશદે, કિરણમાલી, મિહિર, દિનકર, આફતાબ, આદિત્ય, અર્ક, ઉષ્ણાંશુ, દીનેશું

પંકજ:- કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ, અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ, નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ, કુવલય, કુસુમ, વારિજ, પોયણું,

ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ, મધુપ, દ્વિફ

પાણી:- જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ

વિશ્વઃ- સૃષ્ટિ, જગ, જગત, દુનિયા , સંસાર, લોક, આલમ, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર

દિવસ:- દહાડો, દિન, દી ,અહ્‌ર (આજ),

રાત:- રાત્રિ, રાત્રી, નિશા, નિશ, રજની, તમિસ્ત્

ચાંદની:- ચંદની, ચાંદરડું, ચાદરણું, ચંદ્રકાંતા, ચંદ્રજ્યોત, ચંદ્રપ્રભા, ચંદ્રિકા, ચાંદરમંકોડું, કૌમુદી, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા

શાળા:- શાલા, નિશાળ, વિદ્યાલય, વિદ્યામંદિર, શારદામંદિર, વિનયમંદિર, જ્ઞાન મંદિર, ફૂલવાડી, મકતબ, અધ્યાપન મંદિર, બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, વિદ્યાનિકેતન, ગુરુકુળ, અધ્યાપન વિદ્યાલય, વિદ્યાભારતી, ઉત્તરબુનિયાદી, આશ્રમશાળા, આંગણવાડી

ઘર:- ગૃહ, આવાસ, મકાન, ધામ, સદન, નિકેત, નિકેતન, નિલય, રહેઠાણ, નિકાય, નિવાસ્થાન, બંગલી, બંગલો, હવેલી, ખોરડું, ખોલી, કુટિર, ઝૂંપડી, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, મહેલાત, મહેલ, મહોલાત, ફલેટ, વિલા,

પર્વતઃ- પહાડ, ગિરિ, નગ, અદ્રિ, ભૂધર, શૈલ, અચલ, કોહ, તુંગ, અશ્મા, ક્ષમાધર, ડુંગર,

જંગલ:- વન, વગડો, અરણ્ય, રાન, ઝાડી, અટવિ, વનરાઇ. કંતાર, આજાડી, કાનન, અટવી

વરસાદ:- વૃષ્ટિ, મેઘ, મેહ, મેહુલો, મેવલો, મેવલિયો, પર્જન્ય, બલાહક

ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ

પક્ષી:- પંખી, વિહંગ, અંડજ, શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, બ્રાભણ, નભસંગમ, વિહાગ, વિહંગમ. શકુન, શકુનિ, ખેચર

વાદળ:- નીરદ, પયોદ, ઘન, મેઘલ, જીમૂત. જલદ, મેઘ, બલાહક, અબ્રફુલ, અંબુદ, વારિદ, ઉર્વી, અબ્દ, જલઘર, પયોધર, અંબુધર, અંબુવાહ, અંભોદ, અંભોધર, તોયદ, તોયધર

મુસાફર:- પથિક, અધ્વક, પંથી, રાહદારી, યાકિ, વટેમાર્ગુ, ઉપારૂ, પ્રવાસી

પ્રવીણ:- કાબેલ, હોંશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રગ્ન, બુધ, દક્ષ, કોવિંદ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષણાંત, આચાર્ય, ખૈર, વિદ્યાગુરૂ, ભેજાબાજ, પારંગત , ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર

બગીચો:- વાટિકા, વાડી, ઉધાન, પાર્ક, વનીકા, આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, ખેતર, બાગ, ઉપવન

અરજ:- વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઈબાદત, અનુનય, અરજી, ઇલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા

ભપકો:- ઠાઠ, દંભ, દમામ, પાખંડ, ઠસ્સો, ઠઠારો, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોફ, ભભક, ચળકાટ, રોફ, તેજ, ડોળ

સેના:- લશ્કર, સૈન્ય, ચેમૂ, અનીક, કટક, ફોજ, પૃતના, અસ્કર, દલ.

ઝઘડો:- બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક, તોફાન, કજીયો, કંકાસ, હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન, ચકમક

કાપડ:- વસ્ત્ર, અશુંક, અંબર , વસન, પટ, ચીર, કરપટ, પરિધાન, લૂંગડુ, વાઘા

ઝાકળ:- શબનબ, ઓસ, ઠાર, બરફ, હેમ, તુષાર

સફેદ:- ધવલ, શુક્લ, શ્વેત, શુભ્ર, શુચિ, વિશદ, ઉજળું, ગૌર

વૃક્ષ:- તરૂ, ઝાડ, પાદપ, તરુવર, દ્રુમ. દરખત,

અંધારું:- તમસ, વદ, તિમિર, તમિસ્ત્ર, ધ્વાંત, અંધકાર, કાલિમા,

પુત્ર:- નંદ, દીકરો, સુત, આત્મજ, વત્સ, તનય, તનુજ, બેટો, છોકરો


Thursday, October 18, 2018

રમત:૨૦

નમસ્કાર.
વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ શબ્દોની સંધિ છોડવાની છે.એ પહેલાં આપણે સંધિ એટલે શું?એ સમજી લઇએ.
સંધિ:
બે કે વઘારે શબ્દો જયારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઇ એમ કહેવાય.

સંધિ છોડો:
૧ વિષમ,
૨ મનોહર,
૩ દયાનંદ,
૪ સૂર્યોદય,
૫ પરીક્ષા.
જવાબ:
૧ વિષમ- વિ+ સમ,
૨ મનોહર-  મનઉ+ હર,/મનસ+ હર,
૩ દયાનંદ- દયા+આનંદ,
૪ સૂર્યોદય-સૂર્ય+ઉદય,
૫ પરીક્ષા-પરિ+ ઈક્ષા.

રમત-૧૯

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,નીચે આપેલ રૂઢિપ્રયોગોના તમારે અર્થ લખવાના છે.
ઉદાહરણ:
જીભ કપાઈ જવી-બોલતા બંધ થઇ જવું.

રૂઢિપ્રયોગો
૧.સૌ સારાં વાના થવા-
૨.કળ વળવી-
૩.મોં માગ્યા દામ આપવા-
૪.પેટ મોટુ હોવું-
૫.સૂર પૂરવો-

જવાબ:
રૂઢિપ્રયોગો................અર્થ... ...
૧.સૌ સારાં વાના થવા-બધી રીતે શુભ થવું,
૨.કળ વળવી-નિરાંત થવી,
૩.મોં માગ્યા દામ આપવા-પૂરેપૂરી કિંમત ચૂકવવી,
૪.પેટ મોટુ હોવું-ઉદાર દિલના હોવું,
૫.સૂર પૂરવો-હામાં હા કહેવી.

રમત-૧૮

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સરખા પ્રાસ વાળા શબ્દો લખવાના છે.જેનો લય અને ઉચ્ચાર એક સરખો થતો હોય છે.

ઉદાહરણ:

રાંક-આંક,
નોટ-ખોટ,
માલ-કાલ,
સાથ-બાથ,
આભ-લાભ,
હેત-પ્રેત.

રમત-૧૭

નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,  તમારે અહીં એવા શબ્દો લખવાના છે જેમાં એકજ શબ્દ હોય પરંતુ તેમાં અનુસ્વાર હોય અને અનુસ્વાર ન હોય છતાં તેનો પોતાનો અર્થ હોય  માત્ર અનુસ્વાર થકી અર્થભેદ થઇ જતો હોય છે.

ઉદાહરણ:

ગાડી-ગાંડી,
હસ- હંસ,
સાજ-સાંજ,
ઉદર-ઉંદર,
રગ-રંગ,
સત-સંત,
ગજ-ગંજ.

Saturday, October 6, 2018

રમત-૧૬


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં તમારું નામ લખવાનુ છે.ત્યારબાદ એ નામના છેલ્લાં અક્ષર પરથી એક શબ્દ બનાવવાનો છે ત્યારબાદ એકપછી એક શબ્દના અંતિમ અક્ષર પરથી શબ્દ બનાવતા જાઓ, સરસ શબ્દસાંકળ તૈયાર થશે.

ઉદાહરણ:
'અનિલ'
  ઉપરોકત નામ પરથી આપણે શબ્દો બનાવીશું.

અનિલ, લખોટી, ટીમલી,લીટી, ટીલાવત,તરવુ, વુલર, રમકડુ, ડુગડુગી,ગીત, તલવાર, રમત,તરૂં,રૂમાલ, લત, તરત, તમીજ, જમવુ..............................

રમત-૧૫.


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં તમને પાંચ ટૂંકા અક્ષરો આપવામાં આવશે જેનું તમારે આખું નામ લખવાનું છે.આવા અક્ષરોને મિતાક્ષરો પણ કહે છે.

ઉદાહરણ:
દા. ત.- દાખલા તરીકે.

ટૂંકા અક્ષરો:
૧.અ,
૨.ઈ. સ,
૩.કિ. ગ્રા,
૪.જિ,
૫.દ.અ.

જવાબઃ
૧.     અ.-          અવસાન,
૨.    ઈ. સ.-      ઈસવીસન,
૩.    કિ. ગ્રા.-     કિલોગ્રામ,
૪.    જિ.-          જિલ્લો,
૫.    દ.અ.-       દક્ષિણ  અક્ષાંશ.

રમત-૧૪


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો તમારે અહીં રવાનુકારી શબ્દો લખવાના છે. એ પહેલા આપણે રવાનુકારી શબ્દ એટલે શું? એ જોઈએ.

રવાનુકારી શબ્દ-

એવા શબ્દ જે શબ્દ વાંચતા અવાજ નો અનુભવ થાય રવ એટલે અવાજ .

ઉદાહરણ:
તબડક તબડક (આ શબ્દ વાંચતા આપણને ખ્યાલ આવી જાય છે કે ઘોડાં દોડે ત્યારે તબડક તબડક અવાજ આવે છે.)


જવાબઃ

૧.છનનનનનન,
૨.છમ-છમ,
૩.ઢબ-ઢબ,
૪.ટપ-ટપ,
૫.ખળ-ખળ.

Friday, October 5, 2018

રમત-૧૩



 નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દના તમામ અક્ષર પરથી તમારે શબ્દો બનાવવાના છે .

ઉદાહરણ:

*ભારત-  ભા= ભાવ, ર=રમત, ત=તલવાર.

નીચે આપેલા શબ્દોના દરેક અક્ષર પરથી શબ્દ બનાવો.

૧.આઝાદી,
૨.દેશસેવા,
૩.અફસર,
૪.દાનત,
૫.અમીરી.

Thursday, October 4, 2018

રમત:૧૨


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા શબ્દોના તમારે વિરોધી શબ્દ લખવાના છે.એ પહેલાં આપણે વિરોધી શબ્દ એટલે શું? એ સમજી લઈએ.

વિરોધી શબ્દ:

વિરોધી શબ્દ એટલે વિરુદ્ધ અર્થ બતાવતો હોય જે શબ્દ આપણી સામે છે એ શબ્દ નાં અર્થથી એક્દમ ઉલટો અર્થ બતાવતો શબ્દ .આ શબ્દ દર્શાવવા માટે × નિશાની વપરાય છે.

ઉદાહરણ:
ધીમે × ઝડપી.

નિચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો.

૧-આકાશ × .....
૨-સમર્થ ×........
૩-પરાજય ×......
૪-સુગંધ ×........
૫-રાજા ×.........

જવાબ:
૧-આકાશ × ધરતી,
૨-સમર્થ × અસમર્થ,
૩-પરાજય × જય,
૪-સુગંધ × દુર્ગંધ,
૫-રાજા × રંક.





Wednesday, October 3, 2018

રમત-૧૧


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં આપવામાં આવેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે.એ પહેલા સમાનાર્થી શબ્દ એટલે શુ? એ સમજી લઈએ.

સમાનાર્થી શબ્દ-
સરખો અર્થ બતાવતા શબ્દને સમાનાર્થી શબ્દ કહે છે.

ઉદાહરણ:
સાગર-દરિયો

મિત્રો હવે તમારે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે.

૧-ધરતી-.........
૨-આકાશ-.......
૩-આંખ-.........
૪-હસ્ત-..........
૫-રવ -...........
૬-તરસ-.........
૭-મંદ -...........
૮-ફૂલ -...........
૯-લાલ-..........
૧૦-મૃદંગ-........

જવાબઃ

૧-પૃથ્વી 
૨-આભ 
૩-નેત્ર
૪-હાથ
૫-અવાજ
૬- પ્યાસ
૭-ધીમે
૮-પુષ્પ
૯-રાતો
૧૦- ઢોલક.

Tuesday, October 2, 2018

રમત:૧૦




























નમસ્કાર.


વિદ્યાર્થી મિત્રો,અહીં આપેલ રમતમાં આપને એક ફૂલ નું ચિત્ર આપવામાં આવેલ છે જેમાં ફૂલ ની એક પાંદડીમાં શાળા લખવામાં આવેલ છે અને બાકીની બે પાંદડીઓમાં શિક્ષક અને વિદ્યાર્થી લખવામાં આવેલ છે મતલબ કે શાળા મુખ્ય શબ્દ છે બાકીના બે શબ્દો તેની સાથે સંકળાયેલ છે તેવીજ રીતે બાકીના ફૂલો માં મુખ્ય શબ્દો લખ્યાં છે તમારે તેની સાથે સંકળાયેલ શબ્દો ખાલી પાંદડીઓમાં લખવાના છે. શિક્ષક મિત્રો વર્ગ ખંડ માં આપ આપની જરૂરિયાત મુજબ ફૂલ તેમજ તેમાં પાંદડીઓની સંખ્યા માં ફેરફાર કરી શકો છો.


રમત-૯
























નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો,અહીં આપેલ વર્તુળમાં વરસાદ શબ્દ લખેલ છે.વર્તુળની આસપાસ તીર દર્શાવેલા છે. વરસાદ સમયે જોવા મળતા વાતાવરણ વિશે એક શબ્દ તીરની બાજુમાં લખો.બધાજ તીર સામે શબ્દ લખાય ગયા બાદ એ શબ્દ તમારી નોટબુકમાં નોંધો.

રમત - ૮

                                                                         નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો. અહીં આપેલી આકૃતિ ધ્યાનથી જુઓ આ એક સ્ટાર એટલેકે તારાની આકૃતિ છે. જેમા વચ્ચે આપેલી માહિતી પ્રમાણે વાક્યલેખન કરવાનું છે જયારે સ્ટાર-તારાની આજુબાજુના ખૂણાઓમાં આપેલા અક્ષર પરથી  તમારે વાકય બનાવવાના છે.
💐💐💐💐💐💐💐
આકૃતિ પરથી વાક્યલેખન.
💐💐💐💐💐💐💐

ક,      કમળ સુંદર છે.
ખ,     ખમ્મા વિરાજી ને .
ગ,     ગવરી લીલુ ઘાસ ચરે છે.
ઘ,      ઘમ્મર વલોણું ગાજે છે.
ચ,      ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી.
છ,   છમછમ જાંજર બાજે છે.

Monday, October 1, 2018

રમત:૭

નમસ્કાર.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

💐💐💐💐💐💐💐

વિદ્યાર્થીમિત્રો, અહીં તમને એક આકાર આપવામાં આવશે એ આકાર વાળી ચીજવસ્તુઓના પાંચ -૫ નામ તમારે લખવાના છે.
💐💐💐💐💐💐💐💐

ઉદાહરણ:

⭕વર્તુળ/ગોળ⭕

૧.રોટલી🍪

૨.ચશ્માં🕶

૩.પૂનમનો ચાંદ🌕

૪.ઘડિયાળ🕗

5.દડો🎾..........

રમત:૬

નમસ્કાર.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

💐💐💐💐💐💐💐💐

વિદ્યાર્થી મિત્રો,અહીં તમને એક શબ્દ આપવામાં આવશે એ શબ્દ ના આધારે તમારે પાંચ-૫ વાકય બનાવવાના છે.વાક્યમાં આપેલ શબ્દ આવવો જરૂરી છે.


ઉદાહરણ:👇🏻👇🏻👇🏻
                સવારે
              ☝🏻☝🏻☝🏻

શબ્દ પરથી વાક્યલેખન:

૧,,,,,,સવારે હું છ વાગ્યે જાગી જાવ છું.

૨,,,,,,પંખીઓ સવારે કલરવ કરે છે.

૩,,,,,,શિવાલયમાં સવારે આરતી થાય છે.

૪,,,,,,વહેલી સવારે ઠંડી હવા હોય છે.

૫,,,,,,રોજ સવારે યોગાસન કરવા જોઈએ.

💐💐💐💐👍🏻💐💐💐💐

રમત:૫


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં આપને એક શબ્દ આપવામાં આવશે એ શબ્દમાં આવતા દરેક અક્ષર પરથી તમારે એક શબ્દ બનાવવાનો રહેશે. શબ્દો લખાય ગયા બાદ  બીજા શબ્દો લખીને આ રમત આગળ વધારી શકાય.

ઉદાહરણ:
સોમવાર
સો  + મ  + વા  + ર  = સોમવાર,
સો,,,,,,,,,,,,,=સોનાવર્ણી,
મ,,,,,,,,,,,,,,,=મગજ,
વા,,,,,,,,,,,,,,=વાદળ,
ર,,,,,,,,,,,,,,,,=રમત.

Sunday, September 30, 2018

રમત:૪


નમસ્કાર.

વિદ્યાર્થી મિત્રો અહીં મૂળાક્ષરોનું લેખન કરો .
ત્યારબાદ દરેક અક્ષર પરથી શબ્દ બનાવો.
ત્યારબાદ તમે લખેલાં દરેક શબ્દ પરથી વાકય બનાવો.

ઉદાહરણ:
અક્ષરલેખન-
ક,ખ,ગ,ઘ,ચ,છ, જ,ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ,ત,થ, દ, ધ,ન,પ, ફ, બ,ભ,મ,ય, ર,લ,વ,શ, ષ, સ, હ,ળ,ક્ષ, જ્ઞ.

અક્ષરલેખન પરથી શબ્દલેખન:

ક-કમળ
ખ -ખબર
ગ-ગણેશ
ઘ-ઘર
ચ-ચકલી
છ-છત્રી
જ-જમીન
ઝ-ઝડપ
ટ -ટપાલી
ઠ-ઠળિયો
ડ-ડમરુ
ઢ-ઢગલો
ણ-ફેણ
ત-તપેલી
થ-થડ
 દ-દડો
 ધ-ધજા
ન-નગર
પ-પતંગ
ફ -ફટાકડા
બ-બકરી
ભ-ભમરો
મ-મરચું
ય-યતિ
ર-રમકડાં
લ-લખોટી
વ-વહાણ
શ-શરણાઈ
ષ-ષટકોણ
સ-સગડી
હ-હરણ
ળ-નળ
ક્ષ--ક્ષત્રિય
જ્ઞ-યજ્ઞ

શબ્દ પરથી વાકયલેખન:

ક-કમળ.       કમળ સુંદર છે.
ખ -ખબર.     આજે રજા છે એની તમને ખબર હશે.
ગ-ગણેશ.     હમણા આપણે ગણેશજી ની પૂજા કરી.
ઘ-ઘર.          મારુ ઘર સ્વચ્છ છે.
ચ-ચકલી.      ચકલી માળામાં રહે છે.
છ-છત્રી.        છત્રી વરસાદમા ઉપયોગી છે.
જ-જમીન.     વરસાદમાં જમીનનું ધોવાણ થાય છે
ઝ-ઝડપ.        લખવામાં ઝડપ હોવી જોઇએ.
ટ -ટપાલી.      ટપાલી નિયમીત હોય છે.
ઠ-ઠળિયો.    ખજુરમાં ઠળિયો હોય છે.
ડ-ડમરુ.       શિવનું ડમરુ વાગે છે.
ઢ-ઢગલો.     કચરાનો ઢગલો ભરી લો.                        
ણ-ફેણ .      સાપ ફેણ ચડાવીને બેઠો છે.
ત-તપેલી.      તપેલીમાં દૂધ છે.
થ-થડ           વડનું થડ મોટુ છે.
 દ-દડો.         દડાથી રમવાનુ ગમે છે.
 ધ-ધજા.       ધજા ફરકે છે.
ન-નગર.       રાજુલા નગર સુંદર છે.
પ-પતંગ.      આકાશમાં પતંગ ચગે છે.
ફ -ફટાકડા.    બજારમાં ફટાકડાંની દુકાન  છે.
બ-બકરી.      બકરી ઘાસ ચરે છે.
ભ-ભમરો.     ભમરો ગુંજન કરે છે.
મ-મરચું.        મરચું તીખું હોય છે.
ય-યતિ.        યતિ જાપ કરે છે.
ર-રમકડાં.     હું રમકડાથી રમુ છુ.
લ-લખોટી.   લખોટી કાચની છે
વ-વહાણ.    વહાણ દરિયામાં હોય છે.
શ-શરણાઈ.  લગ્નમાં શરણાઈ વાગે છે.
ષ-ષટકોણ.   ષટકોણમાં છ ખુણા હોય છે.
સ-સગડી.    સગડી સળગે છે.
હ-હરણ.     હરણ ઝડપથી દોડે છે.
ળ-નળ.       નળમાં પાણી આવે છે.
ક્ષ--ક્ષત્રિય.   ક્ષત્રિય રાજાઓ યુદ્ધ કરતા.
જ્ઞ-યજ્ઞ        યજ્ઞમાં મંત્રો બોલાય છે.

રમત:૩


નમસ્કાર...

વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા રંગના નામ પરથી એ રંગની  કોઈપણ ચીજવસ્તુઓના નામ લખો મિત્રો રંગ તો ઘણા બધા છે.પરંતુ તમને આપવામાં આવેલ રંગના નામના જ તમારે ૫ (પાંચ)શબ્દ લખવાના છે.

ઉદાહરણ:
૧.લાલ.
          ટામેટું,
           ગાજર,
           મરચું,
           કુમકુમ,
           ટપાલપેટી.

૨.લીલો.

           પાંદડુ,
           મરચુ,
           શેવાળ,
            પોપટ,
            ઘાસ.
૩.સફેદ.
          દૂધ,
          રૂ,
          સસલું,
          ગધેડું
           કાગળ
                     વગેરે.............

રમત-૨



નમસ્કાર🙏🏻

વિદ્યાર્થી મિત્રો આપને અહીં એક શબ્દ/શબ્દસમુહ આપવામાં આવશે. એ શબ્દમાં આવતા અક્ષરો પરથી તમારે ઓછામાં ઓછા ૧૦ શબ્દ બનાવવાના રહેશે .એકનો એક અક્ષર વારંવાર ઉપયોગમાં લઇ શકાય.

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ઉદાહરણ:
💐💐💐💐💐

#આલિશાન મહેલ#

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

૧.આમ
૨.લિલ
૩.શાન
૪.આશાન
૫.આન
૬.લિન
૭.લિશા
૮.આશા
૯.નલિ
૧૦.મલ
૧૧.હેલ
૧૨.શાલ
૧૩.મન
૧૪.હેલી
૧૫.મહેલ
૧૬.આલિશાન
૧૭.હેલ
૧૮.નશા
૧૯.શાલિન
૨૦.નમન.............👍💐

Saturday, September 29, 2018


રમત-૧


વિદ્યાર્થી મિત્રો, અહીં આપને એક શબ્દ આપવામાં આવશે તમાંરે એક મિનીટમા એ શબ્દની અંતમાં આવતા અક્ષર પરથી બીજો શબ્દ બનાવવાનો રહેશે.જેમણે એક મિનીટમાં વઘારે શબ્દ લખ્યાં હશે તેમને શિક્ષક બીજો રાઉન્ડ એજ રીતે રમાડશે બીજા રાઉન્ડમાં સૌથી વધારે શબ્દ જેમણે લખ્યાં હશે તેમને પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે.


ઉદાહરણ:
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
સોમવાર
 રમજાન
 નગર 
 રજા
જામગરી
રીવા  
વાર 
રકઝક 
કમાલ 
લતા 
તારાજ 
જમીન 
નશીબ 
બકરી 
રીત 
તરવરાટ
 ટપાલી 
લીમડો 
ડોર 
રતલામ 
મરચુ 
ચુનીલાલ 
લજ્જા  
જાવક 
કરવટ 
ટમેટું 
ટુવાલ 
લથબથ 
થડ 
ડર 
રહેવુ
વુલર 
રવ 
વન  
નજર....વગેરે........🙏🏻👍🏻






ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...