Thursday, September 8, 2022

શ્રી બી.ટી.મેવાડા સાહેબ .કોણ? ચાલો બતાવું.

 શ્રી બી.ટી.મેવાડા સાહેબ .કોણ? ચાલો બતાવું.-પૂર્વી લુહાર.

શ્રી. બી. ટી મેવાડા જિવન સફર જોવામાટે અહિ ક્લિક કરો


▪️ડો.બી.આર.આંબેડકર  ના 66 માં પરિનિર્વાણ,તારીખ 6-12- 2021 ના રોજ બી.ટી.મેવાડા સાહેબને "ભીમરત્ન એવોર્ડ"  જૂનાગઢ ખાતે અર્પણ કરી બહુમાનીત કરવામાં આવ્યા.

▪️ ભીખુભાઈ મેવાડા નો જન્મ તારીખ 1-03-1945 અમદાવાદ માં જેઠીમાની કુખે થયો.શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે મેળવેલ.પિતા તેજાભાઈ મિલ કામદાર-માસ્તરની નોકરી કરતા,પરંતુ ડોક્ટર આંબેડકર ના વિચારધારા ના રંગે રંગાયેલા હતા.મર્યાદિત આવક છતાં પણ પુત્ર ભીખુ ને શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મેળવવા,આદર્શપુરુષ ડો.આંબેડકર ની જેમ સંઘર્ષ કરો સાથે શિક્ષિત બનો ની પ્રેરણા હંમેશા આપતા.  પુત્ર પણ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહ્યા. પિતા પુત્રભીખુ ને શિક્ષણ,  સત્તા અને આવક નો ભાગ 'રિટર્ન ટુ સોસાયટી' નો ડો. આંબેડકર નો અભિગમને સમજાવ્યો હતો.

▪️ક્લાર્ક ની સરકારી નોકરી 20 વર્ષ ની ઉંમર 1965માં મળી. ગુજરાત એગ્રીકલ્ચર કોલેજ 1970માં જૂનાગઢ આવ્યા અને વર્ષ 2003માં વહીવટી ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયા. જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી અને ભીમસેવક તરીકે સમાજમાં પ્રસ્થાપિત થયા.  ▪️ બી.ટી.મેવાડા વિચારધારા payback to society સંસ્થા  સાથે જિલ્લા અને રાજ્ય ના હોદ્દાઓ થી જોડાયેલા બામસેફ, DS4, sikatra, દલિત યુવા સંગઠન, એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટાફ  મંડળ, સ્ટાફ ક્રેડિટ સોસાયટી વગેરે..

▪️ સાહિત્ય લેખન પ્રદાન: દલિત સાહિત્ય અંગ્રેજી કે  અન્ય ભાષાઓ નું ગુજરાતીમાં અનુવાદન કરેલ. 

(1)ગુલામગીરી

 (2)કીસાન નો કોરડો 

(3) ડો. આંબેડકર ની હત્યા કોણે અને ક્યારે? 

(4)હુ ઇસ બુધ્ધા?.. વગેરે 

ડોક્ટર આંબેડકર સાહિત્ય વિચારધારાને બહુજન સમાજમાં પ્રચાર-પ્રસાર માટે જીવન ભીમસૈનિક તરીકે અર્પણ કરેલ.નિવૃત્તિ માં વધુ જોમથી પ્રચારક બન્યા.બમસેફ જિલ્લા- રાજ્યના પ્રમુખ પદની જવાબદારી બખૂબી નિભાવી,સંગઠન મજબૂત કર્યું . રાષ્ટ્રીય પ્રચારને વધુ વેગ માટે જુદા જુદા રાજ્યોમાં મહિનાઓ સુધી પ્રવાસ કરતા. રાષ્ટ્રીય અધિવેશન, સેમિનાર, સભાઓ, મીટીંગોમાં ડો.આંબેડકર વિચારધારાના ઉચ્ચ કોટિના વક્તા તરીકે સાંભળવા શ્રોતાગણમાં આંબેડકર મુવમેન્ટની ઊંડી અસર જોવા મળતી.

▪️ માન્યવર કાશીરામ સાહેબ, બેન માયાવતી સાથે આદરણીય ધરોબો ધરાવતા. મિત્રો માં હંમેશા ઘેરાયેલા રહેતા . પરંતુ એ વાત ખરી કે નોકરીની જવાબદારી અને સમાજ માટે કરી છુટવાની લગનને કારણે ઘરમાં ધ્યાન આપી શકતા નહોતા. આવક નો એક ભાગ સમાજસેવા-પીડિતો માટે વહન કરતા ,આ માટે ધર્મપત્ની મંજુલાબેન અને બાળકો હંમેશા પ્રોત્સાહિત અને ગર્વ મહેસૂસ કરતા.

▪️ શિક્ષણ માં યોગદાન:🌹 એગ્રીકલ્ચર કોલેજ માં વહીવટી અધિકારી હોવા સાથે કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહી હુંફ અને માર્ગદર્શક, મદદનીશ ગુરુ તરીકે સંબંધો રાખતા.ઉચશિક્ષણ અને ઉચહોદ્દા માટે પ્રોત્સાહિત કરતા. 

વૃધ્ધાવસ્થાની લાંબી બીમારી માં પરિવાર સાથે જીવન જીવી રહ્યા હતા.આજે 8,9,2022 એમણે આંખો મીચી દિધી 

સમાજમાં તેઓ એમના- કાર્યો  થકી  હંમેશા જીવિત રહેશે અલવિદા મામાજી.-પૂર્વી લુહાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...