Tuesday, September 6, 2022

ચાલો બનાવીએ ખાંડ વગરનો ગોળવાળો -"મોહનથાળ"

 ચાલો બનાવીએ ખાંડ વગરનો ગોળવાળો -"મોહનથાળ"

•ગોળ નો મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી .

 • બેસન 2 કપ 

 .દૂધ 3-4 ચમચી 

 .ઘી 1 કપ

. દૂધ 4-5 ચમચા

 .ઝીણો છીણેલો ગોળ 3/4 કપ

. એલચી પાઉડર 1 ચમચી

.કાજુ , બદામ ને પિસ્તાની કતરણ 6-7 ચમચી.

 ગોળ નો મોહનથાળ બનાવવાની રીત :

ગોળ વાળો દાણેદાર મોહનથાળ બનાવવા  સૌ પ્રથમ બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો  ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી દૂધ નાખી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો દૂધ અને ઘી બેસન ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક તપેલી માં બેસન નું મિશ્રણ નાખી હાથ થી દબાવી ને ઢાંકી અડધો કલાક ઢાંકી ને રાખો અડધા કલાક પછી તૈયાર કરેલ મિશ્રણ ને ચારણી થી ચાળી.લ્યો ત્યાર બાદ ઝાડા તળીયાવાળી કડાઈમાં એક કપ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં ચાળી રાખેલ બેસન નાખી ને ધીમા તાપે જ શેકો જ્યાં સુધી એમાંથી ઘી અલગ થવા લાગે ત્યાં સુધી અથવા તો બેસન નો શેકાઈ ને રંગ બદલે ત્યાં સુંધી આશરે પંદર વીસ મિનિટ શેકી લ્યો હવે એમાં થોડુ થોડુ કરી ને ત્રણ મોટા ચમચા દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને બેસન નો રંગ પણ બદલી જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખીને મિક્સ કરી લ્યો ગોળ અને બેસન બરોબર મિક્સ કરી લીધા બાદ એક થાળી કે કેક ટીન માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરો અને એમાં તૈયાર કરેલ મોહનથાળ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ગાર્નિશ કરી ને એને પણ દબાવી લ્યો 

હવે તૈયાર મોહનથાળ ને એક બે કલાક ઠંડો થવા દયો મોહનથાળ ઠંડો થાય એટલે એમાં ચાકુ થી કટ કરી લ્યો અને કાઢી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો  તૈયાર છે ગોળ વાળો મોહનથાળ .


English

Materials needed to make jaggery mohanthal.


  • Gram flour 2 cups

  .Milk 3-4 tbsp

  .Ghee 1 cup

 .  Milk 4-5 spoons

  .3/4 cup finely grated jaggery

 .  Cardamom powder 1 tbsp

  6-7 spoons of chopped cashews, almonds and pistachios.


  How to make jaggery mohanthal:


   To make round grainy mohanthal, first of all sift the gram flour with a sieve, then add three to four spoons of ghee to it and mix it well with your hands, then add three to four spoons of milk and mix it well with your hands.  After that, put gram flour mixture in a pan, press it with hand and cover it and keep it for half an hour. After half an hour, sieve the prepared mixture with a sieve.  Add sifted gram flour and roast it on low heat until the ghee starts to separate from it or till the gram flour starts to get browned and change its color and roast it for about fifteen to twenty minutes.  Cook the curry and roast it for four to five minutes and the color of besan also changes, after that turn off the gas and now add finely grated jaggery and mix it well, then add cardamom powder and mix it well.  Prepare a plate or cake tin by greasing it with ghee and a  Put the prepared mohanthal in it and spread it evenly and garnish it by putting dry fruit slices on top and press it too.

 Now let the prepared mohanthal cool down for a couple of hours, after the mohanthal cools down, cut it with a knife and take it out and fill it in an airtight container, the round mohanthal is ready.



No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...