Sunday, September 4, 2022

શિક્ષક દિન નિબંધ, સ્પીચ, વિચાર ગુજરાતી અને અંગ્રેજીમાં Teacher's Day Essay, Speech, Thought in Gujarati and English

 શિક્ષક દિન 2022 માટે નિબંધ, સ્પીચ, વિચાર ગુજરાતી અને અંગ્રેજીમાં Teacher's Day Essay, Speech, Thought in Gujarati and English.


શિક્ષક દિન 2022

 ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેસ્વરાય |

 ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુર્વે નમઃ || 


વિસાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક.

જે જીવન ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક 

શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે .

 ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવનની દિશા નક્કી કરવા મા મદદ કરે છે .

 સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . 

જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . 

બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી કે ખરાબ છબી ઉપસતી હોય છે .

દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . 


જગ છે એનું મૂક પરીક્ષક ચાલે એનું સતત પરીક્ષણ , ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું જેનો છું શિક્ષક ” ૫ સપ્ટેમ્બર એટલે ‘ રાષ્ટ્રીય શિક્ષક દિન ’ , મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ . ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે . મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે . તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા . આવાશિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે‘શિક્ષક દિન ’ , તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો . આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે . આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે . તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે , તે ઈમારતનો એક પાયો છે . એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે . તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી . * ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ .

 જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક ” 

* Good teachers Think before they act ,

 Think while they act , Think after they act . 

( સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે . કાર્ય કરતી વખતે વિચારે છે , અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે . ) 

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે . એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક . માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે , પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે . આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ , દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે . “ આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય , મન ની સુષુપ્ત શક્તિઓ જાગે , જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવીને તેને પોતાના પગ પર ઉભો કરી શકે ” - સ્વામી વિવેકાનંદ શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને • શ્રેષ્ઠ શિક્ષક · નો એવોર્ડ આપવામાં આવે છે . તેમજ દરેક શાળા અને સરકારી કાર્યાલયોમાં શિક્ષકો માટેનો ફાળો ઉઘરાવવામાં આવે છે , જેનાથી જરૂરિયાતમંદ શિક્ષકની સહાય કરવામાં આવે છે .

આ દિવસે દરેક શાળાઓમાં ‘ સ્વયં શિક્ષકદિન ’ ની ઊજવણી કરવામાં આવે છે . જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે . તેમજ શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે . આમ સંસ્કૃતિના સંસ્કાર આપતા શિક્ષકનું ગરવુ પર્વ એટલે ‘ શિક્ષક દિન ’ , આવા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જોઇને કહી શકાય ” નથી થયા સપના સાકાર લઇ રહ્યા છે હજી આકાર , જોઈ લો આ બુંદને , અહી જ લેશે સમુદ્ર આકાર ” વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા એ ખૂબ જ મહત્વનું કાર્ય છે , કારણ કે તેની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલી હોય છે . દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેલું છે . એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ઉમદા ભવિષ્યનો પ્રણેતા બની શકે છે . તેના જીવનનું ધ્યેય અને ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે . ” અહી વર્ગખંડોમાં હું જે શૈક્ષણિક કાર્ય કારી રહી છું તે નોબેલ પારિતોષિકથી લેશમાત્ર ઓછા મહત્વનું નથી ” ટોની મોરિસન શિક્ષક દિનના પ્રણેતા ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન : પોતાનો જન્મદિવસ ‘ શિક્ષક દિન તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને જે સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે તે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 – 9 – 1888 ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો . તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો . એક સારા વ્યાખ્યાકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા . આથી ઈંગ્લેંડ , અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતા . તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતા , તેમણે ‘ ઇન્ડિયન ફિલોસોફી ’ , ‘ પ્રિન્સિપલ ઉપનિષદ ’ , ‘ ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન ’ , ‘ હિંદુ વ્યુ ઓફ લાઈફ ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા . ત્યારબાદ તો રશિયા ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવતા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી . ભારત રત્ન ’ નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું . ચાલીસ હજાર પાઉન્ડનું ટેમ્પલટન પારિતોષિક ’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા . ડો . રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ . તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ , હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ . સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે . તેમના મતે માનવ નિર્માણકારી શિક્ષણમાં સંસ્કૃતિની ભૂમિકા ઘણી મહત્વની છે . અને સંસ્કૃતિ એટલે મનુષ્યમાં રહેલા પશુને વશમાં કરતા જવાની પ્રાગતિક પ્રક્રિયા . તેમના જીવનનું ઉદ્દેશ્ય આ પંક્તિમાં ચરિતાર્થ થતું દેખાય છે : ” વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી । જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી । 

આપણે જાણીએ છીએ કે તેમનો જન્મદિવસ ઈ.સ. 1964 થી ભારતભરમાં ‘ શિક્ષકદિન ’ તરીકે ઊજવાય છે . તેમના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે . શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડો . રાધાકૃષ્ણનના જીવનકર્મનું કેન્દ્રબિંદુ છે . તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી ‘ ભારતના પ્લેટો ’ કહેવાતા . આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી ૧૫ થી વધુ ભાષાઓ લખી - વાંચી અને સમજી શકતા હતા . તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે . વિદેશમાં પણ તેમણે ધોતિયું પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં . તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા . ૧૯૬૨ માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા . શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી . ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા . ૧૯૭૫ ની સોળમી એપ્રિલના રોજ તેમનું અવસાન થયું . રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા_ ” Our Slogan should not be Power at any Price : but Service at any Cost . ” અર્થાત ” કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા . ” આ સંદેશ ભારતના વર્તમાન રાજકારણીઓને ઘણું કહી જાય છે . આવા મહાન આચાર્યને ‘ આચાર્ય દેવો ભવ ’ કહીને નમ્ર અંજલી અર્પીએ . " 

આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ? શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે , તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે . .એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે ' સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે . એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી . પણ પછી થોડા દુ : ખી થઈને એમણે કહ્યું , ‘ તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું . ' સિકંદરે જવાબ આપતા કહ્યું , ‘ ગુરુજી , મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી . એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે , પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે . સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા . ગીતાના રચયિતા અને એક યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાંદીપનીની આજ્ઞાને માનીને શિષ્ય કૃષ્ણે પાતાળમાં જઈને ગુરુપુત્રને લઇ આવ્યા . એક એવો શિષ્ય એકલવ્ય કે , જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો . તેમજ એક ઉદ્દાત શિષ્ય આરુણિએ પોતાના ગુરુની આજ્ઞાને સર્વસ્વ માનીને આશ્રમની પાળ તૂટી જતા પાણીને રોકવા પોતે જ ત્યાં સુઈ ગયો . અને પોતાના શરીરની પરવા કર્યા વિના ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માની ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પડ્યું હતું . આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ - શિષ્યો અમર થઈ ગયા છે . ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે . . આ મહાન ગુરુ - શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ , દ્રોણાચાર્ય - અર્જુન , અતિ વિદ્વાન ચાણકય - ચંદ્રગુપ્ત . સાંદિપની , દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો . આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ . * શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે ”

English:2022Teacher Day "

Guru Brahma Guru Vishnu Guru Devo Maheswarai |  

Guru Sakshat Param Brahma Tasmai Sri Gurve Namah

The work of the student of the student can be said very simply and simply that the teacher who teaches.  A teacher who helps in shaping life and gives a true understanding of the values   of life is a teacher. The contribution of a teacher is very important in society.  Recognizing the potential, it helps to determine the direction of his life according to his interests.  A good teacher does not scold the student by showing his deficiency but helps him to overcome the deficiency.  Helps pave the way for progress in life.  A bridge is formed with the teacher and the child from childhood, which gradually becomes stronger and leaves an indelible mark in his life.  A child's mind is like a blank slate, the good or bad image of the teacher's behavior is imprinted on it.Every year on 5th September, the birth day of Sri Sarvapalli Radha Krishna is celebrated as Teacher's Day.  The world is a silent examiner, it is constantly tested, and the education is not complete. I am a teacher. September 5 is the National Teacher's Day, the great educator and former President himself.  Dr.  In memory of Sarvapalli Radhakrishnan, we celebrate his birthday there as Teacher's Day.  Friends, a teacher leaves an indelible impression of his effective personality on your psyche.  You cannot erase it in your lifetime.  Such Teacher's Day is a special day to show your respect towards teachers, you must have made great preparations to celebrate this day in a special way.  A teacher is the creator of this society and has a major contribution in keeping the society safe.  Every student of today is a citizen of tomorrow.  It is the pillar of the entire country, it is the foundation of the building.  The teacher does the work of strengthening that foundation.  They build the solid masonry of the building and never let it waver.  * Education is the name of teaching something new moment by moment.  One who teaches with a motherly heart is called a teacher”

 * Good teachers Think before they act, Think while they act, Think after they act.  

(A good teacher is one who thinks before he acts. He thinks while he acts, and he thinks about it even after he acts.) 

Two persons have a special contribution in the formation of every person.  One is a mother and the other is an excellent teacher.  A man's physical development is done by his mother, but a man gets his mental and spiritual development from his teacher.  An ideal teacher provides you with the motivation, direction and encouragement to move forward in life.  "Today we need that education which builds character, awakens the latent powers of the mind, expands intelligence and makes a man stand on his own feet without all external support" - Swami Vivekananda President on Teachers' Day  • Best Teacher · Award is given to exemplary teachers of the nation.  Also, contribution for teachers is collected in every school and government office, thereby helping the needy teacher. On this day, every school celebrates 'Swayam Teacher's Day'.  Under which students become teachers for a day and study in the class and present the ideal of teachers.  Also, various cultural programs are organized in the school.  So that leadership qualities flourish and noble qualities develop in students from childhood and students understand the responsibility of the teacher.  Thus, the pride festival of the teacher who imparts the culture is 'Teacher's Day', the students who have become such teachers can see and say, "Dreams have not come true, they are still taking shape, look at this dam, it will take the shape of the ocean" The role of a teacher in the classroom is a very important task.  is, because every single moment of it is connected with the life of the student.  The future of every student lies in the hands of the teacher.  An ideal teacher can be the pioneer of a bright future for a student.  It can be the goal of his life and the way to reach the goal.  "The educational work I am doing here in the classrooms is no less important than a Nobel Prize," said Dr. Toni Morrison, founder of Teacher's Day.  Sarvapalli Radhakrishnan: The second President of India Sarvapalli Radhakrishnan was born on 5-9-1888 in Tirutuni town of Madras.  He passed the MA examination and joined the college as a professor of philosophy, during which he studied Western philosophy and Indian philosophies in depth.  He also became famous as a good lecturer.  Hence he got invitations for lectures in countries like England, America.  His lectures were full of deep thought and noble thoughts, he wrote numerous books like 'Indian Philosophy', 'Principal Upanishad', 'East and West Religion', 'Hindu View of Life'.  After that he served as India's Ambassador to Russia as the first Vice President of India and finally at the highest post of President.  India paid its debt to this great teacher by conferring the highest title of 'Bharat Ratna'.  He was the world's first non-Christian winner of the Templeton Prize of forty thousand pounds.  Dr.  Radhakrishnan believed that education must be humane to be fulfilled.  It should include not only intellectual training, but also purification of heart and self-discipline.  True thinking and loving life is the human part of education.  According to him, the role of culture in human constructive education is very important.  And civilization is the progressive process of taming the animal in man.  The purpose of his life appears to be embodied in this line: "Seeds are sown, the hearts of the children will grow into trees.  After the fruit of knowledge will come, the tree will teach you to live a life of ease.  

We know that his birthday was in AD.  Since 1964, it has been celebrated as 'Teacher's Day' across India.  According to him, the formation and masonry of the nation takes place in the educational institution.  Extensive brainstorming about education Dr.  It is the focal point of Radhakrishnan's life work.  He was called the 'Plato of India' as he was a scholar and philosopher of Sanskrit and English.  Apart from this, he could read, write and understand more than 15 different regional and foreign languages.  He has written many excellent books.  Even abroad he gave impressive speeches wearing a dhoti turban and a long coat.  He became India's ambassador to Russia.  He became the President of India in 1962.  It was a rare event that a person rose from a teacher to the presidency.  He served as President till 1967.  He died on 16th April 1975.  The words he uttered at the time of retirement from the post of President were- ” Our Slogan should not be Power at any Price : but Service at any Cost .  "means" service at any cost and not power at any cost.  ” This message says a lot to the current politicians of India.  Humble Anjali Arpi called such a great Acharya as 'Acharya Devo Bhava'.  "

Aristotle and Alexander had a dispute over who would cross first, Alexander decided that he would cross first.  Aristotle agreed with Alexander.  But then feeling a little sad, he said, 'You did not follow my order.  Sikandar replied, 'Guruji, it was my duty that inspired me to do so.  Aristotle can produce thousands of Alexanders, but Alexander cannot produce even one Aristotle.  Guru Aristotle was very impressed by this answer of Sikandar.  When Lord Shri Krishna, the author of Gita and an era pioneer, was studying in Guru Sandipani's ashram, following the order of Guru Sandipani, disciple Krishna went to the abyss and brought the Guruputra.  One such disciple, Ekalavya, who cut off the thumb of his hand as a part of Gurdakshina, believed to be Guru Drona only in his own mind, made him unmarried.  Also, Aruni, an ardent disciple, believing his Guru's order as everything, slept there himself to stop the water from breaking the ashram's walls.  And the example of a noble disciple who trusted everything to the Guru's order without caring about his body was fulfilled.  Some of those great Guru-Shishis have become immortal in our glorious history.  His name is written in golden letters on the pages of history.  .  These great guru-disciples are Sandapini and Lord Sri Krishna, Dronacharya-Arjuna, the highly learned Chanakaya-Chandragupta.  Sandipani, Dronacharya and Chanakya waited for their brilliant disciples to advance in life.  On this day you should make a good resolution and take inspiration from the charismatic personality and virtues of the teacher.  * A teacher is like a candle which burns itself and gives light to others”Today's education makes literate but not foothold.  Today children find education a burden instead of knowledge with fun.  Children's life has been crushed under the load of books. Does anyone feel sorry for the children carrying the load of school bags like bulls?  Both the teacher and the education have become the target of today's students.  We have to think about the ways to overcome all these evils!  If a concrete step has to be taken, then the celebration of Teacher's Day will start.

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...