Tuesday, February 26, 2019

કરન્ટ અફેર્સ 26.2.2019

કરન્ટ અફેર્સ તા. ૨૬/૦૨/૨૦૧૯
દિન વિશેષ
26 ફેબ્રુઆરી વિનાયક દામોદર સાવરકરનો નિર્વાણદિવસ
➡ જન્મ: 28 મે, 1883ના રોજ નાસિક જિલ્લાના ભાગુર ગામમાં થયો હતો.
➡ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.
➡ તેઓ એક એવા ઇતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુરાષ્ટ્રના વિજયના ઇતિહાસને પ્રામાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.
➡ તેમણે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના જીવંત અહેવાલરૂપી ઇતિહાસ 'ધ ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ' નામનું પુસ્તક લખ્યું હતું.
➡ વીર સાવરકરે ભારતીય ઇતિહાસનાં 'હિન્દુ પૌરાણિક કથાઓ', 'હિન્દુત્વ', 'ભારતીય સ્વતંત્રતા યુદ્ધ 1857' લખ્યાં હતાં.
➡ અવસાન : 26 ફેબ્રુઆરી, 1966 મુંબઈ.

ગુજરાત
ભારતીય વિમાન સત્તામંડળે 6 ઍરપૉર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે
➡ જેમાં અમદાવાદ ઍરપૉર્ટને અદાણી ગ્રુપ સાંભળશે
➡ આ ઉપરાંત જયપુર, લખનૌ અને ત્રિવેન્દ્રમ ઍરપૉર્ટ પણ સંભાળશે.
➡ અદાણી ગ્રુપે અમદાવાદ ઍરપૉર્ટને 50 વર્ષ સુધી સંભાળવાનો કોન્ટ્રાક્ટ લીધો છે.

દેશની સૌ પ્રથમ આઠ માળની ડેન્ટલ કૉલેજ હૉસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું
➡ અમદાવાદ સિવિલ કૅમ્પસમાં અંદાજે 40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
➡ ગવર્ન્મેન્ટ ડેન્ટલ કૉલેજના ડીન અને ઍડિશનલ ડાયરેક્ટર ડૉ. ગિરીશ પરમાર છે.
➡ આ હૉસ્પિટલમાં રોજના 550 દર્દી સારવાર લઈ શકશે.
➡ દર્દીની સુવિધાને ધ્યાનમાં રાખી આઠ માળની ડેન્ટલ હૉસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને આઠ માળ સુધી દાંતની વિવિધ સારવાર મુજબ અલગ અલગ ફ્લોર ફાળવ્યા છે.

ભારત
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું
➡ દેશને સમર્પિત આ સ્મારક 25 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ પાસે આવેલું છે.
➡ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવા માટે એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે.
➡ આ સ્મારક પર અખંડ જ્યોતિ સાથે ભારતીય સેના, નૌ સેના, વાયુ સેના દ્વારા લડવામાં આવેલા પ્રસિદ્ધ યુદ્ધોનાં ચિત્રો તથા પરમવીર ચક્રથી સન્માનિત 21 યોદ્ધાઓનાં શિલ્પો લગાડવામાં આવ્યાં છે.
➡ દેશની અખંડિતતા માટે બલિદાન આપનાર 25 હજારથી વધુ સૈનિકોનાં નામ અંકિત કરાયાં છે.

વિશ્વ
ઑસ્કાર પુરસ્કાર 2019ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી
➡ આ 91મો પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો છે.
➡ ઑસ્કારનું આયોજન કોલ લોસ એન્જલ્સ માં ડૉલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું છે.
➡ 'પિરિયડ એન્ડ ઑફ સેન્ટન્સ'ને સર્વશ્રેષ્ઠ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લાના કાઠીખેરા ગામની 'સ્નેહા' પર આધારિત હતી અને જે 'સેનિટરી પેડ' બનાવતી હતી.
➡ સર્વ શ્રેષ્ઠ ફિલ્મ માટે ઑસ્કાર ઍવૉર્ડ 'ગ્રીન બુક'ને આપવામાં આવ્યો છે.
➡ ઑસ્કાર ઍવૉર્ડ 18 કેટેગરીમાં આપવામાં આવે છે.

ખેલ જગત
શૂટિંગ વર્લ્ડ કપ 10મી ઍર રાઇફલમાં સર્ગેઈ કામેનસકાઈએ ગોલ્ડ મેડલ જીત્યો
➡ સર્ગેઈ કામેનસકાઈ એ રશિયન ખેલાડી છે.
➡ સર્ગેઈ કામેનસકાઈએ 249.4 સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
➡ પહેલા દિવસે ભારતના અપૂર્વી અને સૌરભે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
➡ અન્ય ચીનના બે ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

T-20માં સુરેશ રેનાએ 8000 રન પૂરા કર્યા
➡ T-20માં સુરેશ રેના 8000 રન કરનાર ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે.
➡ આ સાથે સુરેશ રૈના 300 T-20 રમનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે.

AHF 2018 પ્લેયર ઑફ ધ યર તરીકેનો ઍવૉર્ડ મનપ્રીત સિંહને આપવામાં આવ્યો છે
➡ જે હાલમાં ભારતના હૉકી ટીમના કૅપ્ટન છે.
➡ AHF : Asian Hockey Federation

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી